________________
૨૬૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ ત્રદશ મન પર અશુભ ચિંતવનને અંગે પૂર્ણ અંકુશ રાખવો અથવા સર્વથા મને વ્યાપાર ન કરે, એ મને ગુપ્તિ. કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વચન બોલવું નહિ અથવા સાવદ્ય વજી, નિરવ બોલવું, તે વચનગુપ્તિ.
કાયાને અજયણાએ પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ, તે કાયમુસિ. ૩. સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ:બાહ્ય તપ-ઉપવાસાદિ કરી બિલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ
ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વગેરે ન ખાવાં, કર્મક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગોપાંગ, ઇદ્ધિ અને મનને સંકેચી
રાખવાં–આ સ્થળ (બાહ્ય) તપ કહેવાય છે. આત્યંતર તપ–કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત્ત લેવું, જિનાદિ દશને યથાયોગ્ય વિનય
કરે, જિનાદિ દશનું ગ્ય વૈયાવચ કરવું, યાચના વગેરે પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે, ધ્યાન કરવું અને બાહ્ય આત્યંતર
ઉપધિનો ત્યાગ કરે–આ આત્યંતર તપ કહેવાય છે. ૪. ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ તથા તેને જન્મ આપનાર તેમ જ
તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, અરતિ વગેરે નોકષાય, જેનું સ્વરૂપ સાતમા અધિકારમાં જણાવવામાં આવ્યું છે, તે ન કરવા જોઈએ અથવા બની શકે તેટલો તેને
ત્યાગ કરવો જોઈએ અથવા તે પર અંકુશ રાખવો જોઈએ. ૫. ભૂખ-તરસ સહન કરવાં વગેરે બાવીશ પ્રકારના પરીષહે છે. તેનું સ્વરૂપ શાસ્ત્રમાં
આપેલું છે અને આ અધિકારના આડત્રીશમાં કલેકના વિવેચન પ્રસંગે તેનું કાંઈક સ્વરૂપ બતાવવામાં આવશે તે, તેમ જ મનુષ્ય અને દેવતા વગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ક્રોધ કે ફલેશ ન આણુ જોઈએ. એવી રીતે પિતાનું વર્તન કરી સમતામય
જીવન જીવવું જોઈએ. ૬. શાસ્ત્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સોળ પ્રકારના ઉપસર્ગ કહ્યા છે ? ૧, દેવકૃત–૧. હાસ્યથી, ૨. શ્રેષથી, ૩. વિમર્શથી (વિચાર સહન કરી શકે છે કે
નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), ૪. પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા
આદિને અંગે વિક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃત–૧. હાસ્યથી, ૨. ષથી, ૩. વિમર્શથી, ૪. કુશીલથી (બ્રહ્મચારીથી પુત્ર
થાય તે બળવાન હોય છે એમ ધારીને ધમવાસના વિનાને માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org