________________
૨૭૦ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ત્રયોદશ ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણું શું થશે? અને પરલોકમાં સુખ કેણ આપશે ? તેને હું વિચાર કર.” (૬)
વિવેચન—ઉપર જણાવ્યું તેવી રીતે બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અને તપ, સંયમ કાંઈ ન કરવામાં આવે અથવા તદ્દન બાહ્યાડંબર માટે કરવામાં આવે, તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વગેરે યતિને મફત મળે છે, જેને માટે સૂરિમહારાજ કહે છે કે ઉક્ત દેખાવ માત્રથી કરાતા તપ-સંયમથી તે તેનું ભાડું પણ વળતું નથી, માટે હે યતિ ! તારું દેવું ફેડવા માટે પણ તારે તારું વર્તન બહુ જ ઊંચા પ્રકારનું રાખવાની જરૂર છે. જેઓ દુનિયાના ઉપદેશક હવાને દા કરતા હોય, તેનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરણીય હોવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહિ. બાહ્ય દેખાવ જુદો અને આંતર વર્તન તદ્દન જુદા પ્રકારનું, એ વાત શુદ્ધ દશામાં વર્તનારા જીવોની કલ્પનામાં પણ આવે નહિ અને લોકે પિતાને માટે શું ધારે છે, એ તો એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ ખ્યાલ હોય તે તે પિતાની ઊંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની એકતા કરવાની ખાસ જરૂર છે. (૬; ૧૮૭)
* * ૧૮૩-૧૮૭–આ પાંચ શ્લોકમાં બાહ્યાડંબર-વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે. ગોરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય, તેમણે આટલી હકીકત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરાધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કાર્યોમાં સલાહકારક બની, દષ્ટિરાગી ભગત બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધમને બહાને આજીવિકા ચલાવનાર, કેશનાં પટિયા પાડી ધર્મને દુનિયાની દષ્ટિમાં હલકે પાડનાર આવા મૂર્ખાઓ પિતાની જાતને સંસારસમુદ્રમાં પાડે છે અને સાથે ડોકમાં આશ્રિત જનને ડુબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે, તેથી ફરીને ઊંચા આવતા જ નથી. વળી, કેટલીક વાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ પ્રવાહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવો જોવામાં આવે છે, સંભળાય છે. ખસૂસ કરીને તેના શુદ્ધ ગુરુજીઓના સમુદાયમાં પણ કેટલાકની સ્થિતિ પર ધ્યાન આપવાની બહુ જરૂર જણાય છે. વેશથી કાંઈ લાભ નથી અને તેથી લોકોને છેતરવારૂપ નુકસાન છે એ સ્પષ્ટ છે. વળી, આટલું લખતા સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશથી કોઈ વખત પ્રાણી શરમની ખાતરદેખાવ ખાતર-પણ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ-મહંત-ત્યાગી-વૈરાગી જેવા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથી જ લોકે મહાઉત્તમ વર્તનની આશા રાખે છે અને તે જ જગાએ જ્યારે કઈ પણ ચારિત્ર ન હોય, ત્યારે કેટલું ખેદ કરવા જેવું ગણાય, એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે. આ પાંચ ક અવશ્ય વિચાર કરવા લાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org