________________
ર૬૮ ]
અધ્યાત્મક૯૫મ
[[ ત્રદશ મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સ્વાધ્યાય, તેમ જ નથી રાખતે ગુપ્તિ; વળી, નજીવા કારણસર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતો નથી; તેમ જ પરીષહ-ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતો નથી. તું જાણે છે કે મેક્ષે જવાના ઉપાય તે, ઉપર કહ્યું તેમ, સઝાય વગેરે છે, તે પછી તું વાં છે છે મોક્ષે જવાનું અને કાર્ય કરે છે તેની વિરુદ્ધનાં. આ મોક્ષનગર દૂર છે; ત્યાં પહોંચવા માટે સંસારસમુદ્રને પાર પામ જોઈએ; તેને ગ્ય નાવ તે તું તૈયાર રાખતે નથી, ત્યારે તું ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશમાત્રથી મોક્ષ મળે નથી; વેશાનુસાર કરણી-વર્તન જોઈએ. બાકી તે મેરુપર્વત જેટલાં એઘા-મુહપત્તિ કર્યા, તેમાં પણ કાંઈ આત્માનું વન્યું નથી. (૨-૩; ૧૮૩-૧૮૪)
વેશમાત્રથી કાંઈ વળતું નથી आजीविकार्थमिह यद्यतिवेषमेष,* धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु-र्मुत्युः कुतोऽपि नरकश्चन वेषमात्रात् ॥४॥वसंततिलका)
તું આજીવિકા માટે જ આ સંસારમાં યતિનો વેશ ધારણ કરે છે, પણ કષ્ટથી ડરી જઈને શુદ્ધ ચારિત્ર પાળતું નથી. પણ તને ખબર નથી, કે તમામ જગતને ગ્રહણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી.” (૪) - વિવેચન–કોઈ અજ્ઞાની જીવ સંસારનાં દુઃખથી પીડાઈ, દુઃખગર્ભિત વૈરાગ્યને ડળ ધારણ કરી (યતિ થયા પછી), ત્યાં પણ શ્રાવકે પાસેથી સારી સારી ગોચરી મેળવવાને જ લેભ રાખે છે, પણ ચારિત્રની ક્રિયા કરતો નથી. પ્રથમના ત્રણ શ્લોકમાં ભાવાર્થરૂપે બતાવેલું વર્તન જરા પણ કરતો નથી, પરંતુ એક નવી જાતને જ સંસાર આરંભે છે. કેટલાક નામધારી શ્રીપૂ અને ગોરજીઓ તો ચારિત્રના પ્રાણભૂત ચતુર્થ વત ભંગ કરવા સુધીની હદે પણ પહોંચી જાય છે; તેઓને તો આ અધિકારમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. શિથિલાચારી, એકલવિહારી, આધાકમી આહાર લેનાર વગેરેને કષ્ટભીરુ કહ્યા છે. પરીષહ-ઉપસર્ગથી ડરી જનારા યતિને ઉદ્દેશીને કહે છે કે આખી દુનિયાને કેળિયે કરી જનાર મૃત્યુ વાટ જોઈ રહ્યું છે, તેના દાંતમાંથી કોઈ બચ્યું નથી અને તેની પેલી બાજુએ ભયંકર અંધકારથી ભરેલ દુઃખનું જ સ્થાન અને કલ્પનામાત્રથી પણ શરીરને ધ્રુજાવનાર નરક દેખાય છે. આ બંને (મૃત્યુ અને નરક) વેશની દરકાર રાખતાં નથી; તેઓ એવાં નિર્દય છે કે કોઈને છોડતાં નથી, છતાં પણ પ્રથમના ત્રણ કલેકમાં ભાવાર્થ તરીકે કહ્યું તેવું આચરણ કરનાર મહાત્માઓ તો તેને પણ જીતી જાય છે કે પાછા ફરીવાર તેનાં દર્શન પણ ન કરે. ટૂંકામાં અજર-અમર થઈ જાય છે, માટે
# જે દિ વટાતાં દફત્તે ૪ ઝિષરસુનિતિ Greતરમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org