________________
ર૭૬ ] અધ્યાત્મકલ્પકુમ
[ ગયેશ દંભ કરનારને ભવાંતરે તે મહાકષ્ટ થાય છે અને અત્રે પણ બહુ ઉપાધિ થઈ પડે છે ઃ ખોટો દેખાવ જાળવી રાખવા અનેક ખટપટો કરવી પડે છે, અસત્ય બોલવું પડે છે, ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવું પડે છે. ઉપરના શ્લોકમાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટૂંકા શબ્દોમાં કહે છે :
“જે જઠે દીએ ઉપદેશ, જનરજનને ઘરે વેશ,
તેને જુઠો સકળ કલેશ હે લાલ-માયામાસ ન કીજે.” ત્યારે ઉપદેશ અને વર્તન જુદાં રાખવાં એ માયામૃષાવાદ થયે એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી . આગળ ઉપર પ્રસંગે એ બાબત પર વધારે ખુલાસે થશે. (૧૨;૧૯૩)
સયમમાં યત્ન ન કરનારને હિતબોધ आजीविकादिविविधातिभृशानिशार्ताः, कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्ट, नो संयमे च यतसे भविता कथं ही?॥१३॥(वसंततिलका)
આજીવિકા ચલાવવી વગેરે અનેક પ્રકારની પીડાઓથી રાતદિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થ મહામુશ્કેલીએ ધર્મકાર્યો કરતા હોય છે, તેઓ પાસેથી પણ છે દયાહીન યતિ ! તું તારી સર્વ ઈષ્ટ વસ્તુઓ મેળવવા ઈચ્છા રાખે અને સંયમમાં યત્ન કરતું નથી, ત્યારે તારું શું થશે ? (૧૩)
વિવેચન–સૂરિ મહારાજ અત્ર બેવડી દયાના ખ્યાલમાં છે. બિચારા ભદ્રિક શ્રાવકે મહામુશ્કેલીમાં પૂરું કરતા હોય છે, તેવા સામાન્ય સ્થિતિના શ્રદ્ધાળુ બંધુઓ પણ સાધુને જોઈને પોતાની સારામાં સારી વસ્ત્રપાત્રાદિ વસ્તુ આપી દેતાં અચકાતા નથી. આવા ખરા પરસેવાથી મેળવેલા દ્રવ્યથી ખરીદેલી વસ્તુઓ તું લે છે અને તારા પિતાના ફરજના કાર્યમાં તું સુસ્ત રહે છે ! તું ઇદ્રિને સંયમ કરતું નથી કે મન પર અંકુશ રાખતા નથી, કે પાંચ મહાવ્રત બરાબર નિરતિચારપણે પાળતું નથી. ત્યારે હે યતિ ! તું જરા વિચાર કર કે તારા આવા વર્તનનું શું પરિણામ આવશે ? દુનિયાનો વ્યવહાર છે કે દૂધ પીવાની ઈચ્છા રાખનાર બિલાડી હવને જ જુએ છે, પણ માથે પડનારી ડાંગને જતી નથી. પરંતુ ઘણીનું કાર્ય કરી પિતાની ફરજ બજાવી, સૂકે રેટ પણ કેટલે સ્વાદિષ્ટ લાગે છે તેને તું અનુભવ કરજે, અથવા અનુભવથી જાણી લેજે; તારી પિતાની તારા તરફ ફરજ શી છે તે વિચારજે અને સાથે સાથે સર્વ જી તરફ તારી ફરજ શી છે તેને ખ્યાલ કરજે.
કેટલીક વાર સાધુને ન છાજતાં વર્તન કઈ કઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. મહાવ્રતને ભંગ થતે જોવામાં આવે છે, અથવા અભિમાનથી અન્ય ગુણવાનને નહિ નમવાપારું, સ્વદેષઢાંકણ અને દંભની હકીકત સાંભળવામાં આવે છે. દુનિયાની સ્થળ મર્યાદાથી
૪ દંભને માટે પ્રકરણરત્નાકર પ્રથમ ભાગમાં છાપેલા અધ્યાત્મસારને ત્રીજો અધિકાર જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org