________________
ર૬૪] અધ્યાત્મકલ્પકુમ
[ દશ થતું નથી, જે (મન) રાગ-દ્વેષથી મુક્ત રહે છે, જેણે પાપકાને શાંત પમાડ્યાં છે, જેણે સમતા વડે અતિ સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવતું ભાવતું સંયમગુરૂપી ઉદ્યાનમાં હમેશાં ખેલે છે–આવા પ્રકારનું જેમનું મન થયેલું છે તે મહામુનીશ્વરો આ સંસારસમુદ્ર તરી ગયા છે અને તેઓને અમે નમસ્કાર કરીએ છીએ.” (૧)
વિવેચન–અત્યંત શુદ્ધ દશામાં વર્તનારા મહામુનિ-પંગની સ્થિતિનું પૃથક્કરણ કરતાં નીચેના ગુણેને સ્પષ્ટ આવિર્ભાવ થતે જણાય છે – ૧. શુદ્ધ મુનિરાજ પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયમાં આસક્ત થતા નથી. દષ્ટાંત તરીકે,
તેઓને વિલેપન ઉપર રાગ થતું નથી અને દૂધપાક પૂરી જેઈ મોઢામાંથી પાણી છૂટતું નથી, ગટરની અને અત્તરની વાસ સરખી જ લાગે છે અને સ્ત્રી સૌંદર્યાદિ
વસ્તુ જઈ મેહ થતું નથી, તેમ જ પિયાને વગેરે સાંભળી મન એકસરખું જ રહે છે. ૨. ક્રોધ, માન, માયા, લેભ, જે પર સાતમ અધિકારમાં વિશેષ વિવેચન કરવામાં
આવ્યું છે અને જે આ સંસારમાં રખડાવનાર છે, તે મહારિપુઓ મુનિપુંગવને
પ્રબળ સાધનને અભાવે અસર કરતા નથી. ૩. સર્વ કષાયમય અને સંસારશ્રેણી ઉત્પન્ન કરનાર રાગ અને દ્વેષ છે. એ બન્નેનું સ્વરૂપ
તેઓ સ્પષ્ટ રીતે સમજે છે અને તેને ત્યાગ કરેલો હોય છે, એટલે એ બને પર
તેઓ વિજય મેળવતા રહે છે. ૪. અશુભ કર્મોનું બંધન થાય તેવું અશુભ અધ્યવસાયરૂપ કારણ તેઓને હોતું નથી
એ બીજા અને ત્રીજા ગુણથી વયંસિદ્ધ છે. ૫. સમતારંગથી તેઓ રંગાયેલા હોય છે અને ખરેખર સુખના (અવ્યાબાધ સુખના)
જાણકાર હોવાથી અનન્ય સુખ–શુદ્ધ સુખ-આધ્યાત્િમક સુખ-સાથે તેઓને એકતાન
લાગેલ હોય છે. ૬. આ મુનિવર સંયમગુણરૂપ ખીલેલા પુષ્પ-ઉદ્યાનમાં કીડા કરે છે એટલે ગુણેમાં
રમણ કરે છે. તેઓનું નિશ્ચયિક ચારિત્ર એ જ છે. ૭. ઉપર પ્રમાણે ખેલ કરતાં કરતાં પણ નિરંતર અનિત્યાદિ બાર ભાવના અને મિત્રી,
પ્રમાદ, કારુણ્ય અને માધ્યથ્ય એ ચાર ભાવના ભાવે છે. વળી, તે ઉપરાંત દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, તે પણ નિરંતર ભાવ્યા કરે છે.
આ ખરેખર આદર્શ છે. આવા ગુણોથી વિશિષ્ટ જીવનવાળા મહાશયે પિતે સંસાર તરી ગયા છે, તરી જાય છે અને બાકીના સંસારી જીવોને અનુકરણરૂપ થઈ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org