________________
[ અધિકાર
ધર્મ શુદ્ધિ
- [ ર૩૧ પરમ ઈષ્ટ છે, મહાકલ્યાણ આપનાર છે અને તે ગ્રહણ કરવાને અથવા ગ્રહણ કરવાની ઈચ્છા અને ભાવના રાખવાને અત્ર ઉપદેશ છે. (૮; ૧૫૮)
પ્રશંસા વગરના સુકૃત્યનું વિશિષ્ટપણું आच्छादितानि सुकृतानि यथा दधन्ते, सौभाग्यमत्र न तथा प्रकटीकृतानि । ब्रीडानताननसरोजसरोजनेत्रा-वक्षःस्थलानि कलितानि यथा दुकूलैः॥९॥ (वसन्ततिलका)
આ દુનિયામાં ગૂઢ પુણ્યકર્મો-સુકૃત્યે જેવી રીતે સૌભાગ્ય આપે છે, તેવી રીતે પ્રકટ કરેલાં સુકૃત્ય આપતાં નથી. જેમ કે લજજાથી નમાવ્યું છે મુખકમળ જેણે એવી કમળનયના સ્ત્રીનાં સ્તનમંડળ વસ્ત્રથી આચ્છાદિત હોય, ત્યારે જેટલી શોભા આપે છે તેટલી શેભા ઉઘાડાં હોય ત્યારે આપતાં નથી.” (૯)
વિવેચન–સ્પષ્ટ છે. દુનિયામાં ખાનગી (ગુપ્ત) ધર્માદે કરનારા ખરેખર લાભ બાંધી જાય છે. દુનિયા તેના ગુણ ગાઓ કેન ગાએ, તેની તેને દરકાર રહેતી નથી, હોતી નથી. કાંચળી પહેરી ઉપર સાડી પહેરેલી હોય ત્યારે સ્ત્રીના હૃદયભાગની જે શેભા સામા માણસને લાગે છે, તેટલી ઉઘાડા સ્તન હોય છે ત્યારે લાગતી નથી. આપણે પિતાનું શરીર પણ વસ્ત્રથી વીંટાયેલું હોય છે ત્યારે જ શોભા આપે છે, તેવી જ રીતે સુકૃત્યે ઢાંકેલાં હોય છે ત્યાં સુધી વધારે સૌભાગ્ય આપે છે.
ગુપ્ત સુકૃત્ય કરતી વખતે કરનારને બહુ શાંતિ આપે છે અને તેનું સ્મરણ કરવાથી આત્મિક સંતોષ આપે છે, એ ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે. દરેક કાર્યની અસર આત્મિક સૃષ્ટિમાં કેવી થશે, તે વિચારવાની જરૂરિયાત આથી જણાઈ આવે છે. માન-કીર્તિથી કદાચ સ્થળ આનંદ છેડે વખત લાગે, પણ અપૂર્વ આત્મિક શાંતિ, જે મેળવવાનો પ્રયાસ સર્વ મુમુક્ષુઓને છે, તે તે શાંત સ્થિતિમાં શાંત રહીને કરેલ ગુપ્ત કાર્યોથી જ થાય છે.
ગમે તે કારણથી, પણ પ્રચલિત વ્યવહાર આથી તદ્દન ઊલટ થઈ ગયું છે, એમ સર્વથા નહિ તે સેંકડે નવાણું ટકામાં જોવામાં આવે છે. એક માણસને એક લાખ રૂપિયા ખરચવાની ઈચ્છા થઈ તે ખર્યા પહેલાં જ તેનાં ઢોલ-નગારાં વગડાવવા પ્રયત્ન કરતે તે જોવામાં આવે છે. ખરચ કરવાને વખત પ્રાપ્ત થાય ત્યારે તેને કબજે છોડતું નથી, વ્યાજ વાપરવા ઈછા બતાવે છે, ન્યૂસપેપરમાં મોટા મોટા રિપોર્ટો મેકલે છે અથવા મોકલાવે છે અને એક વાર ખલા પૈસાનો ચાર-પાંચ વખત જુદી જુદી રીતે લાભ લે છે! આવી રીતે ઘણુંખરું અપ્રામાણિકપણે પેદા કરે છે અને અભિમાનથી ખચે છે. એક ધન ખરચવાની હકીકત થઈ તેવી જ રીતે બીજાં અનુષ્ઠાને માટે પણ સમજી લેવું. જીવને અનાદિ સ્વભાવ અભિમાન કરવાનું છે, તે સીધી અને આડકતરી રીતે શુભ કૃત્યમાં પણ થઈ જાય છે અને તેનું કારણ વાસ્તવિક તત્વષણું નહિ એ જ છે. વિચાર કરતાં જણાય છે કે વસ્તસ્વરૂપ આથી ઊલટું જ છે. એક સુકૃત્ય કરવા પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org