________________
૨૪૪ ] અધ્યાત્મકલ્પમ
[ દ્વાદશ તેમાં પણ દષ્ટિરાગ કરવાનું નથી. “આ મારા ગુરુ અને આ મારા ગચ્છના” એ વિચાર ગુણાનુરાગીને હોય નહિ. વેષ માન્ય છે, અવગુણે ન માલૂમ પડે ત્યાં સુધી દરથી સામાન્ય રીતે નમન કરવા ગ્ય છે, પણ પૂજા તે ગુણની જ છે અને અંતર રાગ પણ તે પર જ હે જોઈએ. તેમ જ ગુરુ થવા ગ્ય સાધુને તે “આ મારા શ્રાવક છે એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હેવી જોઈએ.
આટલા ખુલાસા પછી ઉપાધ્યાયજીનું કહેલું વચન સમજાશે, ઉપાધ્યાયજી કહે છે કેરાગ ન કરશે કેઈ જન કેઇશુ રે, નવિ રહેવાય તે કરજો મુનિશું રે; મણિ જેમ ફણી વિષને તેમ તેહે રે, રાગનું ભેષજ સુજસ અને રે
દષ્ટિરાગ મિથ્યાત્વજન્ય છે. રાગ તે કેઈની સાથે કરે નહિ, પણ મેહનીય કર્મના ઉદયથી રાગ કર્યા વિના ન રહેવાય તે ગીતાર્થ ગુરુ ઉપર રાગ કરે, કારણ કે આ જીવ સંસારદશામાં છે, તેથી એકદમ રાગથી મુક્ત થઈ શકતું નથી, રાગ દશા ટાળી શકતા નથી, તેથી જે ગીતાર્થ ગુરુ પર રાગ થાય તે ગુરુ ધીમે ધીમે તેને રસ્તા પર લાવી, વ્યક્તિ ઉપર નહિ, પણ ગુણ ઉપર રાગ કરતાં શીખવે. અને ગુણ ઉપર રાગ થતાં જ તે ગુણને પિતાને કરતાં શીખે અને છેવટે એ ગુણ પ્રાપ્ત કરે, એટલા માટે જ મલિન; ચીકણાં વસ્ત્રને સાબુ લગાડવાથી જેમ તેની મલિનતા અને ચીકાશને નાશ થાય છે, તેમ જ ગીતાર્થ ગુરુ પરના રાગથી અપ્રશસ્ત રાગને નાશ થાય છે.
આ પ્રમાણે હકીકત છે, માટે અમુક દર્શન કે વ્યક્તિ પર દષ્ટિરાગ ન રાખતાં ગુણવાન જ્ઞાની ગુરુની શોધ કરી આ સંસારયાત્રા સફળ કરવા યત્ન કર. કુગુરુને ઉપદેશ સારે ન હોય; હોય તે અસરકારક ન હોય; અસર કરે તે પણ તદનુસાર વર્તન થઈ ન શકે અને વર્તન થાય તે પણ એવું વિચિત્ર થાય કે તેનું ફળ બેસે નહિ.
આગલા શ્લોકમાં દષ્ટિરાગ દૂર કરવાનું કહ્યું તે પણ વળી અત્ર તેનું પુનરાવર્તન કરવાને હેતુ એ છે કે કામરાગ અને નેહરાગ એ બન્ને સામાન્ય કારણ મળે નાશ પામી જાય છે; કામીને વ્યવહારનાં કાર્યોમાં મૂકવાથી કામરાગ ઘટી જાય છે, તેમ જ દૂર દેશ જવાથી અગર ઘણું કાળનો વિરહ પડવાથી નેહરાગ ઘટી જાય છે, પરંતુ દષ્ટિરાગ એવા પ્રકારનો છે કે તે બહુ મુશ્કેલીથી પણ ખસી શકતો નથી, એટલું જ નહિ પણ સમજુ માણસે પણ એ સંબંધમાં ભૂલ કરે છે. શ્રી વીતરાગસ્તોત્રમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેટલા માટે પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે–
कामरागस्नेहरागावीषत्करनिवारणौं ।
दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥ કામરાગ અને નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે, પરંતુ પાપી દષ્ટિરાગ તે સજજન માણસને પણ દુર છેદ છે. (મહા મુશ્કેલીથી કાપી શકાય તે છે.)”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org