________________
૨૫૪ ]
અધ્યાત્મકપર્ફોમ
[દ્વાદશ
પ્રત્યેાજને, પાપને પુષ્ટિ આપે છે; ત્યારે તું તારી કઈ લાયકાતથી આવતા ભવમાં સુખ મેળવવાની ઇચ્છા રાખે છે ?” ( ૧૩)
વિવેચન—હે ભાઈ! પ્રભુની પૂજા કરતા નથી; વળી, તું સુગુરુની સેવા તેમ જ તેમના પાસેથી ધર્મનું શ્રવણ કરતા નથી; ઉપરાંત, એક દિવસ પણ ત્યાગવૃત્તિ કરતા નથી; ઇંદ્રિયના વિષયે ભાગવવામાં અહર્નિશ આસક્ત રહે છે; કાંઈ પણ પ્રસ'ગ આવ્યા કે પાપકા કરવા મ`ડી પડે છે; પુત્રનાં લગ્ન કે વ્યવહારમાં, કોઈ પણ બહાનાના જોગ મળતાં, હિંસા, ક્રાધ, અભિમાન કરવા મડી જાય છે, અને તેવા પ્રસંગ આવે ત્યારે તને ધનુ લક્ષ્ય પણ રહેતુ નથી. વળી, પ્રસંગ વગર પણ અનદંડથી દંડાય છે : નાટક જેવાં, સસ જોવાં, હવેલીઓ જોઈ તેનાં વખાણ કરવાં, રાજકથા તથા લડાઈની વાતા કર્યા કરવી વગેરે કરી નકામી પાપરાશિ વહેારી લે છે.
આવી રીતે શુદ્ધ દેવ, ગુરુ, ધનુ' આરાધન કરતા નથી, ઇંદ્રિયદમન કરતા નથી, અને કારણે અકારણે મહાપાપાના સચય કરે છે. સર્વ પ્રાણી સુખ ઇચ્છે છે અને તેમાં પણ વર્તમાનમાં સુખ હોય કે ન હોય, પણ સુખ મેળવવાની ઈચ્છા તા સર્વાંને રહે છે. પણ હે ભાઈ ! સુખ તે કરિયાણુ` છે, એને ખરીદ કરવા માટે પુણ્યધનની જરૂર પડે છે, તે તા તુ' અત્રે હારી જાય છે; ઊલટો તેને બદલે પાપરૂપ કચરો એકઠો કરે છે. ત્યારે તુ' સુખ શા વડે મેળવવાની ઈચ્છા રાખે છે? સુખ કાંઈ ધર્મ કર્યા સિવાય મફ્ત મળી શકવાનું નથી, માટે કાઈ પણ કાર્ય કરતી વખતે એટલેા વિચાર અવશ્ય કરજે કે શુભ કાર્ય કર્યાંથી આવતા ભવમાં સુખ પ્રાપ્ત થાય છે અને અશુભ કા કર્યાથી દુઃખ પ્રાપ્ત થાય છે. વળી, નકામાં પાપકમ સેવવાથી તે આ જીવને કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી. આટલી સમજણુ રાખવાથી અને તેને પ્રવૃત્તિમાં મૂકવાથી તારી કેટલીક ખાખત સીધી થઈ જશે.
ધર્મ શ્રવણની જરૂરિયાત બહુ જ છે. અગાઉ જણાવ્યું તેમ, વિચાર વગર વર્ઝન થતું નથી, પણ વિચાર શુભ આવવા માટે શાસ્રશ્રવણની અહુ અગત્ય છે. શ્રવણુ ઉપરથી મનનની પણ તેટલી જ જરૂર છે.
આ શ્લાક બહુ ઉપયાગી છે. મેાક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ શરૂઆતમાં નીચેના નિયમાને અનુસરવુ' જોઇએ, એમ આ શ્ર્લાકમાંથી ભાવા તરીકે સ્ફુટ પ્રાપ્ત થાય છે ઃ૧. ભક્તિપૂર્વક પ્રભુનું પૂજન કરવું.
૨. ધર્માંશ્રવણ નિરતર સદ્ગુરુ પાસેથી કરવુ.
૩. સ્થૂળ વિષયાથી દૂર રહી, તેનેા બનતી રીતે ત્યાગ કરવા. ૪. પ્રયાજન હોય કે ન હેાય પણ પાપકાય માં જોડાવું નહિ. (૧૩; ૧૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org