________________
અધિકાર ] દેવ-ગુરુ-ધર્મશુદ્ધિ
[૨૫૯ દ્રવ્ય સાથે પોતાની શક્તિનો ઉપયોગ એવી જ રીતે હાનિ અને લાભ કરનારે થઈ પડે છે, એ સ્પષ્ટ સમજી શકાય તેવું છે. ધન મળવું એ નવીન નથી. આ જીવને અનેક વાર ધન મળ્યું હશે, પણ અભિમાન કે દુર્વ્યસનમાં ધનને વ્યય કરી તે નીચે ઊતરી જાય છે, વળી પાછો ધન મેળવે છે અને ફરી ઊતરી જાય છે. આ ચક્રબ્રમણમાંથી બચવાને જે કાંઈ પણ ઉપાય હોય તે પિતાના ધનને સમુદાયના કામમાં–લોકોના હિત માટે વ્યય કરો એ જ છે. પોતાની જાતને ભૂલી જવી અને તેના ભાગે બીજાને લાભ આપે એને સ્વાર્પણ કહે છે. સ્વાર્પણ વગર કોઈ કામ થઈ શકતું નથી અને ખાસ કરીને ધર્મ કાર્યમાં સ્વાર્પણની પ્રથમ આવશ્યક્તા છે.
જમાનાની જરૂરિયાત વિચારી આખી કેમને હિત કરનાર, આખા દેશને ઉદય કરનાર, આખી મનુષ્યજાતિને લાભ આપનાર શુભ સંસ્થાઓ છે. શાસ્ત્રકાર સીદાતા ક્ષેત્રને પિષવાનું કહે છે. સાધનધર્મને પુષ્ટિ બહુ અપાઈ ગઈ છે, હાલ સાધકોને ઊંચે લાવવાને યોગ્ય વખત છે, જરૂર છે, આવશ્યકતા છે. આવી રીતે મનન કરી વ્યય કરેલા પૈસા પ્રસંગે પ્રાપ્ત થતાં આ જીવને જરૂર બચાવે એ સંશય વગરની હકીકત છે, વસ્તુસ્વરૂપ પ્રત્યક્ષ જેનારે કહી છે અને વિચાર કરવાથી સમજી શકાય તેવી છે. (૧૭૧૮૧)
એવી રીતે બારમે દેવગુરુધર્મશુદ્ધિ અધિકાર પૂરે થાય છે. એમાં, ઉપર જણાવ્યું તેમ, ગુરુતત્વની મુખ્યતા છે. એક સદગુરુને સત્સંગ થઈ જવાથી આ મનુષ્યભવમાં કેટલા લાભ થાય છે તે અત્ર સવિસ્તર બતાવવામાં આવ્યું છે. પરદેશી રાજાને ગુરુથી કેટલો લાભ થયો હતો તે આપણે જાણીએ છીએ. ગુરુ બે પ્રકારના છે: એક ધમહીન વૃત્તિવાળા, જેને આપણું લોકે મિથ્યાત્વી કહે છે, અને બીજા ધર્મપરાયણ વૃત્તિવાળા. પ્રથમ પ્રકારના ગુરૂ માટે આ યોગ્ય જગ્યા નથી. અત્ર જે હકીકત છે, તે તેમને લગતી નથી. ધર્મના ગુરુઓના, બીજી રીતે જોઈએ તે, ચાર પ્રકાર છે. કેટલાક પિતે તરે અને આશ્રય લેનારને સદુપદેશ આપી શુદ્ધ માગે ચલાવી તારે, એવા ગુરુ તે સદ્દગુરૂ છે અને એમને આશ્રય કરે એ જ કહેવાનો ઉદ્દેશ છે. બીજો પ્રકાર પિતે તરે અને બીજાને ડુબાડે, એ પ્રકાર ગુરુ આશ્રી થાય છે, પણ તેમ હતું જ નથી, તેથી એ ભાંગે શૂન્ય છે. જે પિતે તરે, તે બીજાને તારે યા ન તારે પણ ડુબાડે તે નહીં જ. ત્રીજા વર્ગમાં પિતે ડૂબે અને આશ્રય કરનારને તારે એવા સાધુએ હોય છે. આ વર્ગમાં અભવ્યાદિને સમાવેશ થાય છે. ઉપદેશ આપવામાં પાછી પાની કરે નહિ; પણ એકાંતમાં પિતે વિષયકષાય સેવે, અથવા તેવા ઉપદેશની અસર તેના પિતાના હૃદય પર લાગે જ નહિ, તેને ખરી શ્રદ્ધા જ આવે નહીં. પરીક્ષા
* Self-sacrifice.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org