________________
અધિકાર 1
ધશુદ્ધિ
[ ૨૩૭
“ માને વિષે ગજસુકુમાળ, કુરગડુ મુનિ, વીરપ્રભુ, પાપ્રભુ, સ્કંધક મુનિ વગેરેનાં છાંતા જાણવાં. શીલ વિષે સુદર્શન શેઠ, મલ્રિપ્રભુ, નેમિનાથજી, સ્થૂલિભદ્ર, સીતા, દ્રૌપદી, રાજીમતીનાં દૃષ્ટાંત જાણવાં, પ્રાભાવિકપણા વિષે શ્રી હેમચંદ્રાચાર્ય, જીવદેવસુર, કાલિકાચાર્ય, જિનપ્રભસૂરિ, વિષ્ણુકુમાર, યશેદેવસૂરિ, આય ખપુટાચાર્ય, બપ્પટ્ટિસૂરિ, પાદલિપ્તસૂરિ, ધર્માંદ્યાવસૂરિ, માનદેવસૂરિ, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ વગેરેનાં દૃષ્ટાંતે જાણવાં. વધારે શું કહેવું? સર્વ પ્રકારથી કરેલેા ધર્મ મહા-લાભકારી છે.”
આ માટુ' વાકય ટાંકીને કહેવાના આશય એ છે કે ધર્મ કાંઈ અમુક હેતુથી જ પ્રાપ્ત થાય છે એમ નથી, ગમે તે હેતુને આશ્રયીને તે કરી શકાય છે અને તે તે પ્રસંગે તે ફળ આપે છે. આખા અધિકારમાં એ જ હકીકત આડકતરી રીતે જણાવી છે. ધર્મથી કીર્તિ, વિદ્યા અને લક્ષ્મી મળે છે. તેમ જ ધર્માંથી એકાંત શાંતિ મળે છે, એવા ધને કોઈ પણ કારણે ન કરવાના કે ધર્મની કોઈ પણ બાહ્ય ક્રિયાના નિષેધ કરવાના ઉદ્દેશ અત્ર ગ્રંથકર્તાને કે વિવેચનકર્તાને નથી. મુખ્ય ઉપદેશ એ છે કે તમે કરે તે વિચારીને કરી, અલ્પમાં કે અશુદ્ધમાં સ`તેષ પામી જુએ નહિ. આ જમાનાની ખૂબી-અથવા ખાડ-એ છે કે અસતાષ રાખવા અને કોઈ પણ બાબત પૂરી કરવી નહી.. વ્યવહારમાં પણ આરપાર નીકળનારા આછા મળશે, ત્યારે ધર્મ કરવાની આવશ્યક્તા જો સર્વ કોઈ સ્વીકારે છે, જો સર્વ સમજે છે કે રાજ્યવૈભવ કે સંતતિસુખ, શરીરસ ́પત્તિ કે સુલક્ષણી ભાર્યા, શાંત સ્થાન કે ફળદ્રુપ બાગબગીચા, માનસિક કે શારીરિક ઉપાધિરહિતપણુ, જે જીવને પ્રાપ્ત થાય છે તે, ધર્મને લીધે જ પ્રાપ્ત થાય છે, ત્યારે તા પછી તે ધર્મને શુદ્ધ રીતે કરવા જોઈએ, અત્ર જે ઉદ્દેશ છે તે કોઈ પણ પ્રકારની ક્રિયાના નિષેધ કરવાને નથી, પણ શુદ્ધ રીતે કરવાના છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે.
આ અધિકારમાં મુખ્ય ત્રણ ખાખત પર ધ્યાન ખેચાય છે :
૧. ધદ્ધિની આવશ્યકતા—શુદ્ધિ શબ્દથી જ સમજાય છે. એ ધર્મશુદ્ધિ એવા પ્રકારની રાખવી જોઈએ કે તેમાં કોઇ જાતની મલિનતા આવે નહિ, શુદ્ધ ધર્મરૂપ જલને ડાળનાર પ્રમાદ. મત્સર વગેરે (શ્લાક બીજો ) પદાર્થોથી સાવચેત રહેવું. જ્યારે જ્યારે એ મિલન પદાર્થા ધર્મરૂપ જળમાં દેખાય ત્યારે પાણી ગળી નાખવુ. અથવા ગમે તેમ કરી કચરા દૂર કરવા. જો ધ જળ શુદ્ધ હશે તે તેના પાનથી રાગ વગેરે વ્યાધિએ નાશ પામી જશે અને ચિર શાંતિ પ્રાપ્ત થશે.
૨. સ્વગુણુપ્રશંસા અને મત્સર—ધશુદ્ધિને ડાળનારા ઘણા પદાર્થો છે, તેમાં આ બે દોષો બહુ આકરા છે. એને લીધે જીવને પેાતાની શુદ્ધિ રહેતી નથી. પેાતાનાં વખાણુ કરાવવાના આકણુમાં પરવશ ખની જાય છે. દરેકને પેાતાની સ્તુતિ પ્રિય લાગે છે (શ્લાક ત્રીજો); પણ સ્તુતિ કરાવવા જેવું છે શુ' ? સારા કપડાં પહેરવાં કે શુદ્ધ વર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org