________________
૨૦૦] અધ્યાત્મકલ્પદ્રુમ
[ દશમ ૪. આ દષ્ટાંત –એક રાજાને કેરી ઉપર બહુ જ પ્રેમ હતો તેથી તે દરરોજ કેરી ખાતે. એક દિવસ શરીરમાં વાયુ પ્રકોપ થયો અને તેનું જેર થવાથી વિસૂચિકા (પેટમાં દુઃખાવો, ઝાડે અને ગુલમ) થઈ આવી. તેની પીડા એવી થઈ કે કોઈ ઠેકાણે રહ્યું જાય નહિ. મોટા મોટા વિદ્યોને બોલાવ્યા, અનેક ઉપાયો કર્યા. છેવટે મહાપ્રયાસે વિસૂચિકા મટી, પણ વૈદ્યોએ હંમેશને માટે તાકીદ કરી કે તેણે કેરી ખાવી નહિ; જે કેરી ખાવામાં આવશે તે તેનાથી જરૂર મરણ થશે, માટે તેના સ્વાદને વિચાર પણ કરવો નહિ અને તેના સામું પણ જેવું નહિ. રાજાને આ વાત પસંદ નહોતી, પણ શરીર ખાતર રાજાએ પિતાના રાજ્યમાંથી સર્વ આંબાઓનો નાશ કરાવી નાખ્યા. હવે બન્યું એમ કે રાજા એક દિવસ શિકારે નીકળે. એક શિકારની પછવાડે જતાં પ્રધાન સાથે પિતાના લશ્કરથી છૂટે પડી ગયો અને અટવીમાં પ્રધાન સાથે એકલો પડ્યો. અટવીમાં ફરતાં ફરતાં અને એક મોટા આંબાના ઝાડ તળે આવી પહોંચ્યા. કેરી જોઈ રાજાને અપૂર્વ પ્રેમ જાગે અને તે ખાવાનું મન થયું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને સમજુ હોય તે પણ તે વખતે ભાન ભૂલી જાય છે. પ્રધાને ઘણું વાર્યો, પણ રાજા એકને બે થયો નહિ. રાજાએ કેરી હાથમાં લીધી, વનપક કેરી જોઈ ખુશી થયે, ભાંગી, ખાધી અને તરત જ વિસૂચિકા થવાથી રાજા તે જ જગ્યાએ મરણ પામ્યો.
ઉપનય–રાજા જિહા-ઇન્દ્રિય પરવશ થઈ કેરીના સ્વાદમાં ખેંચાય અને જીવિતવ્યથી ભ્રષ્ટ થયે; તેવી જ રીતે આ જીવ ઈદ્રિયને વશ થઈ પ્રમાદથી કામભેગનાં સુખોમાં પ્રવર્તે છે. ઇદ્રિયને વશ પડેલા જીવને કાર્યાકાર્યનું ભાન રહેતું નથી. લોકોમાં પણ કહેવત છે કે “જેની દાઢ ડળકી, તેનો પ્રભુ રૂક્યો” એટલે જે જીભને વશ થયે તેને દુનિયા દારીમાં ઊંચા આવવાને હક ગયો. રાજાને તો હૈડે વખત મન પર કાબૂ રહ્યો એટલોય ઘણીવાર તે આ જીવને રહેતું નથી અને ખાવાની બાબતમાં તે કેટલો ઊંચો-નીચે થયા કરે છે, તે ડેકટર કરી કરવાનું કહે છે ત્યારે જણાઈ આવે છે. ખાવાના લેભથી પિતાના શરીરના લાભને પણ જોખમમાં મૂકવામાં આ જીવ ડરતે નથી. આ દષ્ટાંત પરથી બીજો સાર એ ગ્રહણ કરવાને છે કે આ જીવને સંસારના વિષયેના ઉપભેગથી અસાધ્ય વ્યાધિ થતાં, ગુરૂમહારાજ તેનું નિવારણ કરી, દેશથી અગર સર્વથી ચારિત્ર આપી ફરીને સંસારનાં સુખે સામું જોવાનો પણ પ્રતિબંધ કરે છે, છતાં પૂર્વોક્ત રાજાની જેમ તે પ્રાણી ફરી પાછો સાંસારિક સુખભેગ ભેગવવા ઈરછે છે, ભગવે છે, તે કર્મના અસાધ્ય વ્યાધિને વશ થઈ દુર્ગતિમાં ચાલ્યા જાય છે, ફરીને ઊંચ પણ આવતું નથી.
૫. ત્રણ વાણિયાનું દૃષ્ટાંત–એક ગામમાં કઈ વાણિયે રહેતું હતું. તે વૃદ્ધ વયને હોવાથી તેણે દુનિયાના તડકા-છાયા હતા. તેને ત્રણ પુત્ર હતા. તેઓ કેવા હુંશિયાર છે તેની પરીક્ષા સારુ દરેકને એકેક હજાર સોનામહોરો આપી, કહ્યું કે આટલા દ્રવ્યથી વ્યવહાર ચલાવી અમુક વખત પછી તમારે પાછું આવવું. વ્યવહાર ચલાવીને પાછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org