________________
અધિકાર ]
વૈરાગ્યેાપદેશ
[ ૨૦૯
વૃદ્ધ સ્ત્રી પતિવ્રતા હૈાવાના દાવા કરે તેમાં કાંઈ વિશેષપણું નથી, જે વખતે શરીરની સ ઈંદ્રિયા મજબૂત હોય, કામ કરવાની શક્તિ હાય, તે વખતે ઈંદ્રિયા પર અકુશ રાખવેા, સુકૃત્યમાં જ શક્તિના વ્યય કરવા એ પ્રશસ્ય છે. સુખ મેળવવાની ઈચ્છા હાય અને દુઃખના ત્યાગ કરવાની કામના વતી હાય તા આવી ઉત્તમ જોગવાઈના બનતા લાભ લઈ લે. સદ્ગુણ પ્રાપ્ત કરવાની પ્રખળ ઈચ્છા સાથે દુર્ગુણા પર દેઢ વિરાગ આવી જતાં ધીમે ધીમે તારું સાધ્ય સન્મુખ થતુ. જશે, એ હવે તને વારવાર સમજાવવાની જરૂર રહી નથી. તેમ કરવાની આ ભવમાં તને ઉત્તમ તક મળી ગઈ છે, તેથી પૂરતા લાભ લઈ લે. ( ૧૬; ૧૪૦)
સુખપ્રાપ્તિના ઉપાય-ધમ સવ સ્વ
દ
धनाङ्गसौख्यस्वजनानसूनपि त्यज त्यजैकं न च धर्ममार्हतम् । भवन्ति धर्माद्धि भवे भवेऽर्थितान्यमून्यमीभिः पुनरेष दुर्लभः ॥ १७ ॥ ( वंशस्थ ) એક પૈસા, શરીર, સુખ, સગા-સમધીએ અને છેવટે પ્રાણ પણ તજી દે, પણ વીતરાગ અર્હંત પરમાત્માએ બતાવેલા ધમ તજીશ નહિ; ધર્માંથી ભવાભવમાં આ પદાર્થો, ( પૈસા,સુખ વગેરે ) મળશે, પણ એથી ( પૈસા વગેરેથી ) તે ( ધર્મ ) મળવા દુર્લભ છે.” (૧૭) વિવેચન--ગત લેાકમાં કહ્યું કે તારે અત્યારે ધમ કરવાના સમય છે, તે હકીકત અત્ર વિશેષ સ્ફુટ કરે છે. ધર્મ માટે સર્વ તજી દેવું એ યાગ્ય છે, પણ કોઇ પણ વસ્તુ માટે-ગમે તેવા લાભ માટે-ધના ત્યાગ કરવા, એ યેાગ્ય નથી. માણસ પાંચ-દશ રૂપિયા માટે ધર્મના ત્યાગ કરે છે, જૂઠુ બાલે છે અને કેટલાક જીવા તે એક દમડી માટે સે સાગન ખાય છે, ઇંદ્રિયાને તૃપ્ત કરવા અભક્ષ્ય ભક્ષણ કરે છે, અકાળે ભાજન કરે છે, અપેયનું પાન કરે છે અને ગમે તેમ ખેલે છે. આ સવ થાય છે. તેનુ કારણ બહુ વિચારવા જેવું છે. આ જીવને પેાતાનુ શું છે અને પારકુ શુ છે? આત્મિક શું છે. અને પૌગલિક શું છે ?–તેનુ` ભાન નથી, એટલે ભેદજ્ઞાન નથી. આ જ્ઞાન જ્યાં સુધી યાગ્ય રીતે થતુ નથી, ત્યાં સુધી સ` નકામુ છે. એ જ્ઞાન વગર જીવ જેટલાં કહે તેટલાં માઠાં આચરણા કરે છે; પણ બિચારી સમજતેા નથી કે—
धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिर्भावी स स्वामिद्रोहपातकी ॥
“ જે ધર્માંના પ્રભાવથી અશ્વય પ્રાપ્ત કરે છે, તે જ ઐશ્વર્યથી તેના ધણી ધર્મના નાશ કરે છે, ત્યારે તેનું સારું તે કેમ થાય ? તે તા સ્વામીદ્રોહી છે અને તેથી મહાપાપી છે.” આવી રીતે ધર્મના નાશ કરનાર સ્વામીદ્રોહ કરે છે અને સ્વામીદ્રોહ કરનાર આ ભવ અને પરભવમાં દુઃખી થાય છે. શાસ્ત્રકાર કહે છે કે “ધમ અર્થ ઈાં પ્રાણુને જી, છડે પણ
અ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org