________________
અધિકાર ] વિરાગ્યપદેશ
( ૨૦૫ તેટલે વખત ધર્મ કરવાથી જે ફળ મળે છે તે ઘણા વખત સુધી સુખ આપે છે, માટે અવ ઈદ્રિયો અને મનને વશ કરી ધર્મ-ધન એકઠું કરી લેવામાં તૈયાર રહેવું,
૧૦. બે વિદ્યાધરનું દૃષ્ટાંત—વૈતાઢય પર્વત પર બે વિદ્યાધર રહેતા હતા. તેઓએ પિતાના વડીલોની બહુ સેવા કરીને, તેમની પાસેથી જગતને વશ કરે તેવી વિદ્યા મેળવી, પછી તે વિદ્યાની સાધના કરવા માટે પૃથ્વી પરના કેઈ ગામમાં આવ્યા અને તે વિદ્યાની આરાધનાના ક૫ અનુસાર ચંડાળની છડી સાથે વેવિશાળની પ્રાર્થના કરી અને બને ઘરજમાઈ તરીકે તેને ત્યાં રહ્યા. તેઓ બે ચંડાળપુત્રી સાથે પરણ્યા અને સાથે રહેવા લાગ્યા; પરંતુ જુદા જુદા ભાગમાં રહીને તેઓ વિદ્યા સાધવા લાગ્યા. ચંડાળ કન્યા નીચ હેવાથી હાવભાવ કરીને તેઓને ક્ષોભ પમાડતી હતી, પરંતુ બેમાંથી એક વિદ્યાધર તે દઢ નિશ્ચયવાળે હોવાથી જરા પણ ડગે નહિ અને છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળી વિદ્યા સિદ્ધ કરીને વૈતાઢય પર્વતે ગયો અને સર્વ લક્ષ્મી અને રાજ્યનું સુખ અનુભવ્યું બીજે વિદ્યાધર ચંડાળ કન્યાથી ક્ષોભ પામી ગયો અને તેની સાથે લપટા, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયે. નીચને સ્પર્શ થતાં જ પોતાની પાસે હતી તે વિદ્યા પણ ચાલી ગઈ અને ચંડાળપણું પામીને દુઃખી થયો.
ઉપનય–આ વિદ્યાધરને સર્વ સામગ્રી મળી હતી છતાં ઇન્દ્રિય પરવશ થઈને સવ ગુમાવી બેઠે, તેવી રીતે આ સંસારમાં લાલચના પ્રસંગોથી બહુ ચેતવાની જરૂર છે. લાલચને લાત મારતાં શીખવાની ખાસ જરૂર છે. એ પ્રસંગે મનેવિકારને તાબે થઈ ધમ ધન હારી જવામાં આવે તે બીજા વિદ્યાધરની પેઠે દુઃખી થવું પડે. સત્ત્વવંત પ્રાણી પ્રથમ વિદ્યાધરની પેઠે પોતાનું દષ્ટિબિંદુ, હજારો જાળની વચ્ચે હોય તોપણ, ચૂકતા નથી. અને જે પ્રાણી તેવી રીતે વર્ણન કરે છે તે થોડા વખતમાં તેનાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે.
૧૧. નિભંગીનું દૃષ્ટાંત–અનેક દેવોની સેવાના કર્યા પછી એક ભિક્ષુક જીવને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું. ચિંતામણિ રત્નને પ્રભાવ એ છે કે, તે જેની પાસે હોય તે તેનું આરાધન કરે તે પછી ઈચ્છિત વસ્તુ તેને મળે. અન્યદા તે પુરુષ સમુદ્રમાર્ગે પિતાને દેશ જતું હતું. એક રાત્રિએ ચંદ્રની કાંતિ સાથે ચિંતામણિ રત્નની કાંતિ સરખાવી તેને ઉડાડવા લાગ્યો. એવામાં હાથ સર્યો, રત્ન પડી ગયું, સમુદ્રમાં ડૂબી ગયું અને પોતે હતે તે દરિદ્ર થઈ ગયે.
ઉપનય–મનુષ્યભવ ચિંતામણિ રત્ન સમાન છે. બહુ પ્રયાસથી મળે તેવું જૈન ધર્મરૂપ ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરી, પ્રમાદને વશ થઈ, તે ખાઈ બેસવામાં આવે તો પછી ભવિષ્યમાં બહુ પસ્તાવાનું કારણ રહે છે; માટે રત્ન પ્રાપ્ત થાય ત્યારે તેની ખરી કિંમત સમજી તેને જાળવી રાખવું.
શાસ્ત્રકારો સવ-પર-ઉપકારની બુદ્ધિથી આવા અનેક દષ્ટાંતે બતાવી ગયા છે. સર્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org