________________
૨૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ
| [ દશમ અનેક સ્થાનકે સુખ દેખાય છે, તેથી તે તરફ પિતે લલચાઈ જવું નહિ અને ધર્મસામગ્રી પ્રાપ્ત થયા પછી રાગ-દ્વેષ કરી તે નિષ્ફળ કરવી નહિ.
૯ બે વાણિયાનું દૃષ્ટાંત કઈ ગામમાં બે વાણિયા રહેતા હતા. તેઓ અનેક પ્રકારનાં કામ કરતા હતા, પરંતુ નસીબના માળા હોવાથી પાસે પૈસા એકઠા થતે નહતા. તેઓએ પૈસા પેદા કરવા સારુ કંઈ કંઈ પ્રયત્ન કર્યો, પણ જ્યારે કેઈપણ ઉપાયે પૈસા મળ્યા નહિ ત્યારે નગરની બહાર એક યક્ષનું મંદિર હતું ત્યાં જઈ તેની સેવા કરવા માંડી. એક દિવસ યક્ષ પ્રસન્ન થયા ત્યારે તેઓએ તેની પાસે દ્રવ્ય માંગ્યું. યક્ષે કહ્યું: “હે વત્સ! તમારે પૈસાની બહુ જ ઈચ્છા છે તે જાઓ, હું તમારા પર પ્રસન્ન થયે છું કાળી ચૌદશની રાત્રિએ તમારે બન્નેએ એકેક ગાડું તૈયાર કરી રાખવું. હું તમને બંનેને ગાડાં સહિત તે રાત્રિએ રત્નીએ લઈ જઈશ. ત્યાં અનેક રસ્તે રસ્તામાં પડ્યાં હોય છે. તમને ત્યાં બે પહોર સુધી રાખવામાં આવશે. તમારાથી જેટલાં રત્ન લેવાય તેટલાં લઈ લેજે. બે પહર પછી તમને ગાડાં સહિત ઉપાડીને પાછા અહીં લાવીશ.” વાણિયા તો આ સાંભળી રાજી રાજી થઈ ગયા અને ઉક્ત રાત્રિએ ઘણું સારાં બે ગાડાં તૈયાર કરી લાવ્યા. તેમાં વળી વધારે રને લઈને ગોઠવી શકાય એવી યુક્તિ (સંચા વગેરેથી) પણ કરી રાખી. નીમેલ વખતે યક્ષે બને ગાડાંઓ સાથે તે વાણિયાઓને ઉપાડી રત્નદ્વીપે મૂક્યા. જે જગ્યાએ તેઓને મૂક્યા, ત્યાં બહુ સુંદર રીતે પાથરેલી સુગંધીથી સુવાસિત બે સુંદર શય્યા હતી. એક કલાક સૂઈ લઉં એમ વિચારીને એક વાણિયે સૂતે અને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં બે પહાર ચાલ્યા ગયા. બીજા વાણિયાએ તે બીજુ કામ તજી દઈને રત્નના ગાંસડા બાંધવા માંડ્યા; તેણે બે પહોર સુધી બીજે ધંધે કર્યો જ નહિ. બે પહોર પૂરા થયા કે દેવે તે ગાડાં ઉપાડયાં અને બન્નેને તેમના નગરની સમીપ મૂકી દીધા. વિચક્ષણ વાણિયાએ તે લાવેલાં રત્ન વડે મહેલ બંધાવ્યો અને સુખી થઈ ગયો. અને પેલો પ્રમાદી તે દુઃખી જ રહ્યો અને વિચક્ષણની સંપત્તિ જોઈ પસ્તાવા લાગ્યો, તેમ જ તેને ઢષ કરવા લાગ્યો.
ઉપનય–શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની જોગવાઈ એ રત્નદ્વીપ છે; એને મહાપુણ્યગે પ્રાપ્ત કર્યા પછી, કેટલાક મૂર્ખાઓ તે, પ્રમાદી વાણિયાની પેઠે, એશઆરામ કે પ્રવૃત્તિમાં કાળ ગુમાવી હારી જાય છે; તેઓ તેની પેઠે પસ્તાય છે. જેઓ પ્રથમથી જ ચેતી જાય છે. તેઓ વિચક્ષણ વણિકની પેઠે અપ્રમત્તપણે ધર્મક્રિયા કરીને એકલાં રને જ હાથ કરે છે. તેનું મન તો નથી દેડતું વિષય તરફ કે નથી દેડ, કષાય તરફ; એ તો દમ બાંધીને ઉત્તમ વ્યવહાર, ઉત્તમ વર્તન અને દાન, શીલ વગેરે ધર્માનુષ્ઠાન કરી આખો દિવસ અને રાત જાગતા રહે છે અને બીજી વસ્તુ પિતાના ગાડામાં લેતા જ નથી. એ તે રત્નની જ વાત કરે છે, બીજાને અડકતા પણ નથી. મનુષ્યભવનું આયુષ્ય બે પ્રહર જેટલું છે,
*દેવના મોટા આયુષ્યના પ્રમાણમાં મનુષ્યાયુ ઘણું અલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org