________________
[દશમ
૧૯૮ ]
અધ્યાત્મકલ્પદ્રુમ માતાના પૂછવાથી કહેવા લાગ્યું કે મને તે બહુ બીક લાગે છે. બેકડાની આ સ્થિતિ જોઈ મને તે ધાવવાની ઈચ્છા પણ થતી નથી.” ગાયમાતાએ કહ્યું, “વત્સ! મેં તે તને તે જ વખતે કહ્યું હતું કે આ સર્વ મરવા માટે જ છે.”
ઉપનય–જેવી રીતે બોકડો આનંદમાં નિમગ્ન થઈ યથેષ્ટ ખાતો હતો અને પુષ્ટ પણ થયો હતો, પરંતુ જ્યારે પણ આવ્યા ત્યારે તેને શિરચ્છેદ થયો અને તે વખતે રાડ પાડીને રેવા લાગ્યો, તેવી જ રીતે તું પ્રમાદથી વિષય-કષાયમાં આસક્ત રહીને યથેષ્ટ વિચરે છે અને પાપથી પુષ્ટ થાય છે, પણ જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે મનુષ્યજન્મ હારીને નરકાદિ દુર્ગતિમાં જતાં મનમાં બહુ જ ખેદ પામીશ. પણ પછી તે ખેદ કાંઈ કામ આવશે નહિ; માટે વિચાર કરીને તારે તારું ચેષ્ટિત એવું સારું રાખવું કે જેથી ભવિષ્યમાં ખેદ થવાને સંભવ રહે નહિ. સુખ શું ? ક્યાં મળે ? ક્યારે મળે? કોને મળે ? શા માટે મળે ? તેનું પરિણામ શું થાય?–તેને વિચાર કર. કેટલાક છો વાઈરડાની પેઠે બીજાનાં સાંસારિક સુખોનું અવલોકન કરી પિતાની મંદ સ્થિતિ માટે પસ્તાય છે, પણ તેઓ તેને વાસ્તવિક વિચાર કરતા નથી. તેને જે કઈ ગાયમાતા જેવું સત્ય સ્વરૂપ સમજાવનાર મળી જાય તો સારું, નહિ તે તેને નિરંતર પરિતાપ રહે છે. આ ઉદાહરણ ઘણું અસરકારક છે અને તેના પર વિચાર ચલાવી પિતા પર લાગુ પાડવાથી ઉપયોગી બેધ મળે તેમ છે.
૨. કાકિણનું દૃષ્ટાંત–એક ગરીબ માણસ હતે. તે પૈસા કમાવા સારુ પરદેશ ગયે. પરદેશમાં બહુ મહેનત કરીને હજાર સયા કમાયો. પછી કઈ સાથે પોતાના દેશ તરફ જતો હતો તેને સથવારે તે પણ દેશ તરફ જવા નીકળ્યો. બધી સેનામહોરોને એક વાંસળીમાં ભરી તે વાંસળી કેડ સાથે બાંધી લીધી અને ખરચ સારુ એક મહોરની કાકિણી લીધી. (એક રૂપિયાની એંશી કાકિણી થાય : એક કાકિણી સવા દેકડાની થાય.) હવે સાથે ચાલે, રસ્તે મોટી અટવીમાં એક ઝાડ તળે ભાતું ખાવા બેઠા, ત્યારે તે માણસ એક કાકિણી ત્યાં ભૂલી ગયો. બપોરે મુકામ ઊપડ્યો. સાંજના કાકિણી સાંભળી. સવારે વિચાર થયો કે કાકિણી સારુ સોનામહોર વટાવવી પડશે એ તો ખોટુ. માટે વાંસળીને તે જ ઝાડ તળે દાટીને પિતે કાકિણી લેવા ગયો. જે ઝાડ નીચે ભાતું ખાધું હતું ત્યાં જઈને જોયું તે કાકિણી મળે નહિ. પાછો આવીને જુએ છે, તે ચાર લોકો ખાડે ખેદી વાંસળી ઉપાડી ગયા છે ! આવી રીતે બનેથી ભ્રષ્ટ થયે અને બહુ શેકા થયો. ઘેર ગમે ત્યાં ખાવાના પણ વાંધા પડ્યા અને સગાંવહાલાંઓએ તેને હસી કાઢયા.
ઉપનય–જેમ તે ગરીબ માણસ પાસે તેને પ્રથમ કાંઈ પૈસા નહતા, પણ જ્યારે મહાપ્રયાસે મળ્યા, ત્યારે માત્ર સવા દેકડાની એક કાકિણીના લોભથી સર્વ ગુમાવ્યા અને બનેથી ભ્રષ્ટ થઈ દરિદ્રી ને દરિદ્રી રહ્યો; તેવી જ રીતે તું પણ યાદ રાખજે કે અંતરાય કર્મના ઉદયથી સંસારીપણામાં કામગની પ્રાપ્તિ ન થતી હોય, તેથી તું દેશથી અગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org