________________
૧૩૬ ] અધ્યાત્મક૯૫મ
[ સપ્તમ વેશ્યા ઉપર રાગાસક્ત હતા. એક દિવસ એક શેઠે તેનું અપમાન કરી ત્યાંથી દૂર કર્યો. તેથી તે પરદેશમાં ભમવા લાગ્યા. અનેક પ્રકારના સૃષ્ટિવૈભવ તો તે એક વખત એક મઠમાં રાતે સૂતા હતા, તેવામાં તેણે સ્વપ્ન દીઠું ચંદ્ર પોતાના મુખમાં પ્રવેશ કરે છે. સ્વપ્ન દેખી તે જા. તે વખતે એક ગોંસાઈના ચેલાએ પણ તેવું જ સ્વપ્ન દીઠું. તેણે પણ જાગી સ્વપ્નને વિચાર પિતાના ગુરુને પૂછળ્યા. ગુરુએ કહ્યું કે, તું આજ છૂત-ખાંડ સહિત જેટલો પામીશ.” શિષ્યને તે પ્રમાણે ભોજન મળ્યું. હવે મૂળદેવ તે શાસ્ત્રવિદ છે તેથી મઠમાંથી બહાર નીકળી ફળ-ફૂલાદિક લઈ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્વપ્ન પાઠક પાસે તે મૂકી તેને સ્વપ્નવિચાર પૂછયો. સ્વપ્ન પાઠકે કહ્યું કે “તમને રાજ્ય મળશે.” મૂળદેવે આ વચન માન્ય કર્યું. નગરમાંથી અન્ન મેળવી કઈ માપવાસી સાધુને ભેજન કરાવ્યું અને દેવતા તુષ્ટમાન થતાં હજાર હસ્તી બંધાય તેવું રાજ્ય દેવદત્તા ગણિકા સહિત એક વચનમાં માગી લીધું. સાત દિવસ પછી, મરણ પામેલા એક અપુત્ર રાજાના ગામમાં પ્રવેશ કરતાં પંચ દિવ્ય પ્રગટ થયાં અને મૂળદેવને રાજ્ય મળ્યું. પેલા ગોસાંઈના શિષ્ય આ હકીકત સાંભળી ત્યારે તેને બહુ ખેદ થયે. એક જ પ્રકારનાં સ્વપ્ન બનેને આવ્યાં, છતાં પોતાને વિધિનું જ્ઞાન ન હોવાથી, મહાલાભ ઈ નાખે, એ હકીકત તેના હૃદયમાં સાલવા લાગી. આથી તે દરરેજ મઠમાં જઈ સૂવે અને ફરી વાર તે જ સ્વપ્ન જોવાની આશા રાખે, પણ તે સ્વપ્ન દેખાય નહિ. તેથી છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે “મૂળદેવે અને કાપેટિકે (ગોસાંઈના શિષ્ય) સ્વપ્નમાં ચંદ્ર દેખ્યો, પણ કા૫ટિકે કુનિર્ણય કર્યો તેથી અલ્પ ફળ પામે. ફરી વાર તે જ જગાએ જઈને તે સૂવે અને કદાચ દેવયોગે તે જ સ્વપ્ન તે ફરી વાર દેખે, પણ જે કમનસીબ પ્રાણ મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતો નથી.”(૬)
ચક–ઇદ્રપુર નગરમાં ઈંદ્રદત્ત રાજા વસે છે, તેને બાવીશ રાણીઓથી થયેલા બાવીશ પુત્ર છે. રાજા વળી તેવીશમી સ્ત્રી, જે પિતાના જ મંત્રીની પુત્રી હતી, તેને પરણ્ય. પણ તુરત જ રાજાને તેની સાથે છેષ થયે, તેથી તે પિતાના પિતાને ઘેર જઈ રહી. એક દિવસ રાજા ફરવા નીકળે છે ત્યાં રૂપસૌંદર્યની ભંડાર સ્ત્રીને ગેખમાં જઈ તેના પર આસક્ત થયો, પણ તેને ઓળખી નહિ. રાજા રાત્રિ ત્યાં જ રહ્યો અને સંગબળથી તે જ રાત્રે મંત્રીપુત્રીને ગર્ભ રહ્યો. મંત્રીએ સર્વ બનાવ કાગળ પર લખી લીધે. સંપૂર્ણ કાળે બહુ સુંદર પુત્ર અવતર્યો. તેને કળાચાર્ય પાસે ભણવા મૂક્યો. તે બહુ વિદ્વાન અને ધનુર્વિદ્યામાં નિપુણ થયે. ગર્વિષ્ઠ રાજપુત્રો બહુ સારું ભણી શક્યા નહિ. મંત્રીપુત્રીના પુત્રનું નામ સુરેન્દ્રદત પાડવામાં આવ્યું હતું. હવે મથુરા નગરીના જિતશત્રુ રાજાની નિવૃત્તિ નામની પુત્રી રૂપયૌવનસંપન્ન થઈ શણગાર સજી, પિતા પાસે આવી ત્યારે સ્વયંવરથી વર વરવા પિતાએ ઈચ્છા બતાવી, પુત્રીએ પણ રાધાવેધ સાધનારને પરણવા ઈચ્છા બતાવી ઊંચાં કુટુંબમાં ઈરછાવર વરવાને નિયમ પૂર્વ કાળમાં હતા એમ ઘણા પ્રસંગે જણાય છે. રાજાએ પણ પુત્રીની ઈચ્છા અનુસાર સર્વ દેશોમાંથી રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org