________________
૧૭૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ નવમ જુએ છે, પણ છૂપા વેશમાં નજીકમાં ઊભેલા ડિટેકટીવને (છૂપી પિોલીસને) જેતે નથી. જૂઠી સાક્ષી પૂરનાર લાંચને જ જુએ છે, પણ પછી કેદની સજા થવાની છે તે તરફ નજર પહોંચાડતો નથી. આ સર્વ મનની શત્રુતા છે, મન એને બેટે રરતે દોરે છે. એનું કારણ, ઉપરના શ્લોકમાં કહ્યું તેમ, કલપનાશક્તિનું જોર અને તર્કશક્તિના અંકુશને અભાવ છે; અને તેથી જ અનુભવરસિક યોગી ગાઈ ગયા છે કે –
મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે, વૈરીડું કાંઈ એહવું ચિતે, નાખે અવળે પાસે
હો કુંથુજિન ! મનડુ કીમહી ન બાઝે.” આવી રીતે મહાજ્ઞાની મુમુક્ષુઓને પણ ઊંધા પાટા બંધાવનાર મન છે. અને, ત્રીજા શ્લેકમાં કહ્યું છે તેમ, જે તે જ મન વશ હેય તે એક ક્ષણવારમાં મેક્ષસુખ સન્મુખ કરી દે છે.
વચન ઉરચારવાં કે કાયાની પ્રવૃત્તિ કરવી એ મનના હુકમ ઉપર આધાર રાખે છે, તેથી જે મન પરવશ પડી ગયું તે પછી વચન અને કાયા ઉપર કાંઈ પણ અંકુશ રહે. નથી. મન, વચન, કાયાને કબજે રાખવાં એ બહુ મુશ્કેલ, પણ તેટલી જ જરૂરની ફરજ છે અને તે ત્રણેને સંબંધ એવો છે કે એક મન જે વશ થયું તે પછી બીજું સર્વ વશ થઈ ગયું સમજવું. (૯ ૧૧૬)
મન પરત્વે ઉક્તિ रे चित्तवैरि ! तप किं नु मयाऽपराद्धं, यदुर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गन्ता, तत्किं न सन्ति तव वासपदं ह्यसंख्याः १ ॥१०॥
| (વરજોતા ) હે ચિત્તરી ! મેં તે તારો શો અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પજાળ વડે મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ તને તજીને મોક્ષમાં ચાલ્યો જવાનો છે ( અને તેથી મને પકડી રાખે છે)? પણ તારે શું રહેવાનાં બીજાં અસંખ્ય સ્થાનકે નથી?” (૧૦)
વિવેચન–શાંત થાનમાં, શાંત વખતે, અનુકૂળ સંજોગોમાં, શાંત જીવ પિતાના પાછળનાં કુ-વિચાર-વર્તન-નું અવલોકન કરે છે ત્યારે તેને અત્ર વર્ણવેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે વખતે બરાબર * શીશી મૂકનારને બોર બોર જેવડાં આંસુ પડે છે, સંસાર કડ ઝેર લાગે છે અને મનને પછી ઉપદેશ આપી ભવિષ્યમાં એમ ન કરવા સૂચવે છે. આ સ્થિતિ પ્રતિક્રમણાદિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જોકે લખવું અપ્રસ્તુત નથી તેથી લખાય છે કે આવશ્યક ક્રિયા આવી રીતે વિચાર કરીને કરવાની બહુ જ જરૂર છે. ગડબડ
* થરમૉમિટર રૂપક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org