________________
૧૭૬ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ નવસ નાખી તેને દઢ બનાવી દેવું જોઈએ. મનની વકતા, જડતા, શૂન્યતા અને અસ્થિરતા આ જીવને બહુ ફસાવે છે. અને વાત એમ છે કે જેવા તેવા વિચાર કરનાર પણ એ જીવ, અને વિચાર પર અંકુશ રાખનાર પણ એ જ જીવ; તેથી જ્યાં સુધી અંકુશ રાખવાની જરૂરિયાત અને મનનું બંધારણ બરાબર સમજાયું ન હોય ત્યાં સુધી ઘણું જીવ તે એ વિષય પર ધ્યાન પણ આપતા નથી. આટલી હકીકત ઉપરથી જણાય છે કે મનને શુભ યોગમાં પ્રવર્તાવવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે. વળી, મનગને સર્વથા નિરોધ કરવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે અને મનને નિરંકુશ મૂકી દેવાથી અધઃપાત થાય છે. આ ત્રણ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા જેવા છે. મનને તદ્દન નિષેધ બહુ ઉત્કૃષ્ટ સ્થિતિએ થાય છે તેથી તે ઊંચી હદના અધિકારીઓ માટે છે. અત્ર આખા પ્રસ્તાવમાં મનમાંથી સંકલ્પવિકલ્પ ઓછા કરવા, અસ્થિરતા દૂર કરવી અને તેમ કરી મનને શુભ કાર્યોમાં દેરવું એ બતાવ્યું છે. વધારે અધિકારી માટે શાસ્ત્રના વિશેષ ગ્રંથ છે.
ઉક્ત ન્યાયથી પરવશ મનવાળા જીવને પુણ્ય થતું નથી, પાપ થાય છે અને પાપના ફળ તરીકે દુઃખને અનુભવ થાય છે. એક વાર પડવા માંડયા પછી સ્થિર થવું અને ચઢવા માંડવું બહુ મુશ્કેલ પડે છે. ડુંગર પરથી ગબડેલા પથ્થરના દષ્ટાંતે એ સ્પષ્ટ છે. એવી સ્થિતિમાં અટવાતે જીવ બહુ ખરાબ હાલત પ્રાપ્ત કરે છે અને નીચે ઊતરતે જાય છે (૧૩; ૧૨૦)
વિદ્વાન પણુ મને નિગ્રહ વિના નરકગામી થાય છે अकारणं यस्य च* दुर्विकल्पैर्हतं मनः शास्त्रविदोऽपि नित्यम् । घोरैरनिश्चितनारकायुम॒त्यो प्रयाता नरके स नूनम् ॥ १४ ॥ (उपजाति)
જે પ્રાણીનું મન નિરર્થક માઠા સંકલ્પથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણી ગમે તે વિદ્વાન હોય તે પણ ભયંકર પાપ વડે નરકનું નિકાચિત આયુષ્ય બાંધે છે અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારે થાય છે.”(૧૪)
વિવેચન-શાસ્ત્રનું યોગ્ય જ્ઞાન ધરાવનાર પ્રાણી જ્યારે અલ્પજ્ઞને પણ ન કરવા ચિગ્ય કાર્યો કરે ત્યારે વ્યવહારમાં શાસ્ત્રરહસ્યના અજાણ લોકે–અજ્ઞાન બાળ જી-ઘણીવાર
બોલે છે કે ભાઈ એ તે “જાણકાર” છે, એને “આવતાં આવડે છે વગેરે. શાસ્ત્ર ભણેલે જયારે તેવાં પાપાચરણ કરે છે ત્યારે તેને માટે બીજા માણસને આવી ટીકા કરતાં સાંભળ્યા છે. આ ભાષા આડે દેરનાર છે, અણસમજથી ઉત્પન્ન થયેવી છે. જે શાસ્ત્રને જાણે, પાપને પાપ તરીકે જાણે અને એક નિયમ તરીકે, નિઃશૂકપણે, માત્ર મોઢેથી આવી જાય પણ બીજે દિવસે તેવી જ ચિકાશથી તે જ પાપકાર્યો કરે, તે તેને અવિદ્વાન કરતાં
* કુ તિ ના પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org