________________
અધિકાર ] ચિત્તમન
[ ૧૭૫ આનંદઘનજી મહારાજ બતાવે છે. સંસારના રસિયા જીવડાને આ વાત ગળે ઊતરતાં વખત લાગશે. તેને તે પ્રવૃત્તિ કરી, પૈસા મેળવી, ધર્મ કરે છે, પણ શાસ્ત્રકાર તેમાં ધર્મ પણ નથી અને સુખ પણ નથી, એમ કહે છે. સુખ આત્મારામાપણામાં, વિકલ્પ રહિત સ્થિર મનમાં છે અને તેવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેમ ખોરાક અને પાણીથી ભરપૂર ઘરમાં પ્રમાદી માણસ ભૂખ્યો-તરસ્ય પડ્યો રહે છે, તેમ આ જીવ સર્વ સગવડ છતાં મનને વશ થઈ પિતાના દેથી જ દુર્ગતિભાજન થાય છે. આ વિચાર શ્લેક પાંચમામાં વિસ્તારથી વિચાર્યું છે, તેથી અત્ર પુનરાવર્તન કરતા નથી. (૧૨; ૧૧૯)
મન સાથે પુણ્ય-પાપનો સંબંધ अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात्, परं च पुण्यं न तु यस्य तद्वशम् । स वञ्चितः पुण्यचयैस्तदुद्भवैः फलैश्च ही ही हतकः करोतु किम् ? ॥१३॥ (वंशस्थविल)
“વશ કરેલા મનથી મહાઉત્તમ પ્રકારનું પુણ્ય બિલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણ પુણ્યની રાશિથી છેતરાય છે અને તેથી થનારાં ફળ વડે પણ છેતરાય છે (એટલે પુણ્યબંધ થતો નથી અને તેથી થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી). અહો અહો ! આ હતભાગી જીવે બિચારો શું કરે ? (શું કરી શકે?)” (૧૩)
વિવેચન-મન વશ હોય તે અહીં ઇંદ્રાસન ખડું કરી શકાય છે, મોક્ષ સન્મુખ કરી શકાય છે, એટલે કે વશ મનવાળાને કોઈ કાર્ય અશક્ય નથી. બીજી રીતે જેને મન પર અંકુશ નથી, જેનું મન અસ્થિર છે અને જેને મનમાં સંકલ્પવિકલ્પો થયા કરે છે તેને એક પણ કામ સિદ્ધ થતું નથી. ચિદાનંદજી મહારાજ તેટલા સારુ ગાઈ ગયા છે કે –
બચન કાય ગેપે દત ન ધરે, ચિત્ત તુરંગ લગામ; તમે તું ન લહે શિવસાધન, જિઉ કણબુને દાન
જબલગ આવે નહિ ઠામ, એટલે જ્યાં સુધી ચિત્તઘોડાની લગામ તારા હાથમાં નથી ત્યાં સુધી, તને મોક્ષસાધન મળવાનું નથી. એવી જ રીતે શ્રીમદ્યશવિજયજી મહારાજ પણ સ્વકૃત જ્ઞાનસારમાં કહી ગયા છે કે:
अन्तर्गत महाशल्यमस्थैर्य यदि नोद्धृतम् ।
क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ અસ્થિરતારૂપી હૃદયગત મહાશલ્ય જે હૃદયમાંથી કાઢી નાખ્યું ન હોય તે પછી ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તે તેને શે દેષ? આવી રીતે મનમાંથી અસ્થિરતા કાઢી
* પિતાના અનેક પ્રકારના દેથી આ જીવ દુર્ગતિભાજન થાય છે. દાખલા તરીકે કલેશ, મન્દતા, પ્રમાદ વગેરે સ્વદેષો આવા પ્રકારના છે. (ધનવિજય).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org