________________
અધિકાર ] વૈરાગ્યઉપદેશ
[ ૧૦૩ કહેનાર શાલિભદ્ર કેવા સુખી હશે? પણ પુણ્ય કર્યા વગર એવા સુખની આશા રાખવી એ મૂર્ખાઈ છે. વૃક્ષ વાવ્યા સિવાય ફલની આશા રાખવી વ્યર્થ છે. વળી, આ જીવ એવી વાંછાઓ નિરંતર કર્યા કરે છે તે દરેકને અનુભવસિદ્ધ હકીકત છે, પણ કારણ સેવ્યા વગર કાર્યને ઈરછવું તે તદ્દન મૂર્ખના ખેલ છે. સુખને નિરંતર ઇચ્છવું અને તેના કારણભૂત ધર્મને ન કરવો તે મૂર્ખાઈ નહિ તો બીજું શું? એને સુખ ક્યાંથી મળી શકે તેવી જ રીતે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ એ અષ્ટાંગ દેગ (જેના સ્વરૂપ માટે જુઓ યેગશાસ્ત્ર +) વગર સિદ્ધિઓ મેળવવાની આશા રાખવી એ મૂર્ખાઈ છે.
વાતનો સાર એ છે કે દરેક બાબતમાં હેશ રાખવાને બદલે તેના અધિકારી થવું જોઈએ. લક્ષ્મી એ દાસી છે અને તેના અધિકારી પાસે તે તદ્દન સહેલાઈથી આવે છે. જેમ ઉપરની ત્રણ બાબતની પ્રયાસ વગર ફેગટ વાંછા કરવી એ મૂર્ખાઈ છે, તેવી જ રીતે ધર્મ કર્યા વગર દુઃખક્ષયની આશા રાખવી, એ પણ વાયડાપણું છે એવું કદી બનતું જ નથી. અધિકારી થયા વગર વાંછા ન કરવી એ સામાન્ય નિયમ છે અને તે ઝીણી તથા મોટી દરેક બાબતમાં લાગુ પડે છે. (૮; ૧૩૨)
પુયાભાવે પરાભવ અને પુણ્યસાધનનું કરણુયપણું पदे पदे जीव ! पराभिभूतीः, पश्यन् कीमीय॑स्यधमः परेभ्यः । अपुण्यमात्मानमवैषि किं न, तनोषि किं वा न हि पुण्यमेव ? ॥ ९॥ ( उपजाति)
“હે જીવ ! પારકાએ કરેલ પિતાને પરાભવ જોઈને તું અધમપણે બીજાઓ તરફ શા માટે ઈર્ષ્યા કરે છે? તારા પિતાના આત્માને નિપુણ્યક (અપુણીઓ) કેમ સમજતો નથી? અથવા પુણ્ય કેમ કરતું નથી ?”
વિવેચન–પિતાપણાનું માન ( self-respect) નામને કહેવાતે સદ્દગુણ પણ અહંકારની કટિમાં જ આવે છે. જ્યારે જીવ કઈ ઠેકાણે પરાભવ પામે છે ત્યારે પરાભવ કરનારની ઈર્ષ્યા કરે છે અથવા તેના પર ગુસ્સે થાય છે; પણ પિતાને આત્મા પરાભવ પામવાનો અધિકારી શા માટે થયે તેને વિચાર કરતું નથી. જરા વિચાર કરીશ તે સમજાશે કે પરાભવ પાપથી થાય છે અને તારા પિતાને આત્મા અપુણીઓ છે. તેથી જ તને પરાભવ પ્રાપ્ત થયે છે, માટે તારે બીજાની ઈર્ષ્યા કરવી તે અયોગ્ય છે. માત્ર સન્માન મેળવવા માટે પુણ્ય કરવું, એ અત્ર ઉદ્દેશ નથી, પણ કંઈનાથી પરાભવ થાય તે પ્રસંગે આ-રૌદ્રધ્યાન ન કરવાને અને અચૂકપણે પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત વિશેષ ધર્મ કરવાને ઉપદેશ છે. (૯; ૧૩૩)
* કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય અ-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org