________________
અધિકાર] ચિદમન
[ ૧૭૩ કરી વિશ મિનિટમાં પ્રતિક્રમણ ખલાસ કરી આત્માનો ઉદ્ધાર થયે એમ માનનાર ગમે તેમ માને, પણ થયેલ પાપ પર નિરીક્ષણ કરી, અંતઃકરણથી પસ્તાવો કરી, ફરી ન કરવાનો નિરધાર કરવો, ન કરવાને અભ્યાસ પાડે, એ આવશ્યક ક્રિયાને ઉદ્દેશ છે. ન કરવી એમ કહેવાને ઉદ્દેશ નથી, પણ ઉક્ત રીતે શુદ્ધ મનથી કરવું, તેમ ન થઈ શકે ત્યાં સુધી તે દશાની ભાવના રાખી, પ્રમાદરહિતપણે કરવાનો અભ્યાસ પાડે, એ જ નિર્દેશ છે.
એવી શાંત અવસ્થામાં આ જીવ ઊંચી પાયરીએ, ગુણસ્થાન પર ચઢતે જાય છે. એક ને એક ગુણસ્થાનમાં પણ ગુણેની બહુ તરતમતા છે. જીવ ઊંચી સ્થિતિ પર જાય છે ત્યારે વિચાર શુદ્ધ થતા જાય છે. મનને તે અત્ર ફક્ત આક્ષેપ છે. મનને કહે છે કે વળી તને બીક લાગતી હશે કે આ જીવ કાંઈક મારી દોસ્તી છેડી દેશે, પણ તારે તે મારા જેવા અસંખ્ય જીવ રહેવાનાં સ્થાનક તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. વાતને સાર એ છે કે જ્યારે શાંત ભાવ પ્રાપ્ત થાય ત્યારે મનને સારી રીતે સમજાવી, વસ્તુસ્થિતિનું ભાન કરાવી તેને કબજામાં લઈ લેવું. (૧૦, ૧૧૭)
પરવશ મનવાળાનું ભવિષ્ય xपूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्ठीव संपत्सुदृशामनहः ।।
પશિવસંતિમન્દિરપુ, નાëવેલું મનોહતો ? ( ગા)
“જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે તે પ્રાણુ કૃમિથી ભરપૂર કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કોઢિયાની પેઠે લકમસુંદરીને વરવાને અગ્ય થઈ જાય છે અને ચંડાળની પેઠે શુભગતિમંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતું નથી.” (૧૧)
વિવેચન–અસ્થિર મનવાળા માણસે મે જમજા, પૈસા કે સારી સેબત પામી શકતા નથી. આખા શરીરે ખસ નીકળી હેય, શરીરે અને કાન પર ગડેલા લાગેલા હોય, ખરજ આવતી હેય—એવા શ્વાનને બિચારાને કઈ ઠેકાણે ચેન પડતું નથી. એવી જ સ્થિતિ અસ્થિર મનવાળાની થાય છે. જેને મન વશ ન હોય તેઓ આ બરાબર અનુભવી શકશે. જરા વાર-ટપાલ આવી, કાગળ ફેક્યો, વાં, લખ્યું છે કે પુત્રને એકદમ સખ્ત મંદવાડ થઈ ગયો છે અને જલદી તેડાવે છે. ટ્રેન મળવાને ૧૦ કલાકની વાર છે અને તરત જ ઉક્ત શ્વાનની પેઠે ખરજ આવવા માંડે છે. તાર ઉપર તાર છૂટે છે, ડોકટરની સલાહ લેવા દેવાય છે, આંખમાં આંસુની ધાર ચાલે છે, મનમાં ઉકળાટ ઉકળાટ થઈ જાય છે, ખાવું ભાવતું નથી, પુત્રનું અશુભ થયું હશે એવો વિચાર આંખ આગળ ખડો થાય છે. આ સર્વ કેને? પરવશ મનવાળાને, કર્મસ્થિતિ સરજનાર, ભાવી પર ભરોસે રાખનાર, મન પર અંકુશવાળા પ્રાણીનું હૃદય ફરકતું નથી. છતાં ખૂબી એ છે કે એની
x पूतिश्रुतिश्वेव इति वा पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org