________________
અધિકાર ] વાગેપદેશ
[ ૧૮૯ છે. જેઓ ચાલુ જમાનાના મોહક પ્રવાહમાં ફસાઈ, આ મોટા દુર્ગુણ (પણ જમાનાએ માનેલા સદ્દગુણ)માં ફસી પડે છે, તેઓ બન્ને ભવ બગાડે છે. આ ભવમાં હંમેશાં અસંતોષ રહ્યા કરે છે, કારણ કે દરેક વાત પિતાની ધારી થતી નથી અને શાસ્ત્રકાર કહે છે કે આવતા ભવમાં અહંકૃતિ કરેલી બાબતમાં જ હીનતા પ્રાપ્ત થાય છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ યોગશાસ્ત્રમાં લખે છે કે --
जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतेः
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ “જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનને મદદ કરવાથી પ્રાણી તેજ બાબતમાં હીન થાય છે (૫; ૧૨૯)
તને મળેલી જોગવાઈ वेत्सि स्वरूपफलसाधनवाधनानि, धर्मस्य तं प्रभवसि स्ववशश्च कर्तुम् । तस्मिन् यतस्व मतिमन्नधुनेत्यमुत्र, किश्चित्त्वया हि न हि सेत्स्यति भोत्स्यते वा ॥६॥
(ાસત્તતિસ્ત્રા) તું ધર્મનું સ્વરૂપ, ફળ, સાધન અને બાધક જાણે છે અને તું સ્વતંત્ર હોઈને ધર્મ કરવાને સમર્થ છે. તે માટે તું હમણાં જ (આ ભવમાં જ) તે કરવા યત્ન કરે; કારણ કે આવતા ભવમાં તારાથી કાંઈ પણ સિદ્ધ થઈ શકશે નહિ અથવા જાણી શકાશે નહિ.” (૬)
વિવેચન-ધર્મનું સ્વરૂપ શ્રાવકધર્મ અથવા સાધુધર્મનું સ્વરૂપ. ધર્મનું ફળ–પરંપરાએ મોક્ષ અને તાત્કાલિક નિર્જરા અઘૂવા પુણ્યપ્રાપ્તિ.
સાધન–ચાર અનુગ, અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે અથવા ચાર વસ્તુઓ મળવી બહુ દુર્લભ છે. મનુષ્યપણું, ધર્મશુતિ, શ્રદ્ધા અને સંયમમાં વિર્ય.
બાધક–કુજન્મ, કુક્ષેત્ર, પ્રતિકૂળ દ્રવ્ય, પ્રમાદ વગેરે.
આ સર્વ તું જાણે છે, એટલે તને ધર્મનાં સાધન અને અંતરાયની ખબર છે, તેમ જ તેનું સ્વરૂપ અને તે કરનારને ફળ શું મળે છે તે પણ જાણે છે. વળી, તું સ્વતંત્ર છે. જ્યારે પરમાધામીને વશ થઈશ ત્યારે તો તારાથી કાંઈ બની શકશે નહિ, પરંતુ અત્યારે તે તારે ઘણી સારી જોગવાઈ પ્રાપ્ત થઈ છે કે જે બીજે મળી શકે તેમ નથી. આ આર્ય દેશ, ગુરુની સતત જોગવાઈ, સિદ્ધિક્ષેત્ર (શત્રુજય)નું સાંનિધ્ય, રાજકર્તાની ધર્મ સંબંધમાં સર્વ પ્રકારની છૂટ અને લોકમાં ધમને પુનરુદ્ધાર કરવાની ઈચ્છા ઃ આ સર્વસામાન્ય જોગવાઈ અને તે ઉપરાંત શરીરસંપત્તિ, વિદ્યાભ્યાસ, ધર્મરુચિ વગેરે તને જે ખાસ લાભ મળ્યા હોય, તે સમજી લઈને આ ભવમાં કાંઈ કર. જેમ વ્યવહારમાં
* આ સંબંધી વિશેષ હકીકત સાતમા કષાય અધિકારમાંથી મળશે. અને બાકી તે રાવણ, બાહુબલ, સ્થૂલિભદ્ર, સનકુમાર વગેરેનાં દષ્ટાંતો પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org