________________
૧૮૮ ] અધ્યાત્મક૯પમ
| [ દશમ પણ ઉપદેશ છે. લેકોને દેખાડવા , મુહપત્તિ રાખવાં અને મોટાં મોટાં વ્યાખ્યાને આપવાં અને પ્રચ્છન્નપણે ગમે તેવી આચરણ કરવી તે પેટભરાપણું અથવા નરકગામીપણું બતાવે છે. બધી વાતનું તાત્પર્ય એ છે કે હાથીની જેમ બે પ્રકારના દાંત રાખવા નહિ; લોકોને દેખાડવાનું વતન જુદું અને વાસ્તવિક વર્તન જુદું, એમ ન રાખવું. દંભ દૂર કરે. સાધુ કે શ્રાવક તરીકે ઓળખાતા દરેકે આ લૈક વિચારવા જેવું છે.
સમ્યકત્વવાળા અથવા વિરતિવાળા પ્રાણીને ભાવી નિર્લેપતાથી નિર્લેપ એવી રીતે સંબંધી શકાય; તેથી જ શ્લોકમાં નિરંતર એવું સંબોધન આપ્યું છે અને કોમળ આમંત્રણે બેલાવવાથી જીવનું મન પ્રસન્ન થાય છે અને સાંભળવા તત્પર બને છે, તેટલા માટે બુદ્ધિમાન એવું સંબોધન આપ્યું છે. (ટીકાકાર) જૈન શાસ્ત્રકારે વસ્તુની પ્રરૂપણું કરતાં બે નયમાંથી કઈ પણ એક નયની મુખ્યતા રાખી પ્રરૂપણા કરે છે. કઈ જગ્યા પર વ્યવહારની મુખ્યતા હોય છે અને કેઈક જગ્યા પર નિશ્ચયની મુખ્યતા હોય છે. તેમાં વ્યવહારની અપેક્ષાએ જોકે આ જીવ નિરંજન નથી પણ નિશ્ચયની અપેક્ષાએ આ જીવ નિરંજન જ છે, કારણ કે કોઈ પણ અસત્ વસ્તુની ઉત્પત્તિ નિશ્ચયનય માનતો નથી ને તેથી જ નિશ્ચયના મત પ્રમાણે કોઈ અજ્ઞાની કે મિથ્યાત્વી જીવ જ્ઞાન કે સમ્યકત્વને પામતો નથી, પણ જ્ઞાની સમ્યકત્વી જ તેને પામે છે, અર્થાત્ જે સત્તારૂપે અમલ હેય તે આવિર્ભાવરૂપે થાય છે, એમ તેની માન્યતા છે. તે માન્યતાને આધારે જ અત્રે ઉપદેશ્ય જીવને નિરંજન એવા સંબંધનથી બેલાવે છે. વ્યવહારનયની અપેક્ષાએ તે આ જીવ મલિન છે, માટે “હે નિરંજન!” એમ સંબંધન તેને થાય નહિ. (૪; ૧૨૮)
મદત્યાગ અને શુદ્ધ ભાવના विद्वानहं सकललब्धिरहं नृपोऽहं, दाताहमद्भुतगुणोऽहमहं गरीयान् । इत्याद्यहङ्कतिक्शात्परितोषमेषि, नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ॥५॥ (घसंततिलका)
હું વિદ્વાન છું, હું સર્વ લબ્ધિવાળો છું, હું રાજા છું, હું દાનેશ્વરી છું, હું અદ્દભુત ગુણવાળો છું, હું મોટો છું--આવા આવા અહંકારને વશ થઈને તું સંતેષ પામે છે, પણ પરભવમાં થનારી તારી લઘુતા શું તું જાણતો નથી ?” (૫)
- વિવેચન–સર્વ લબ્ધિ એટલે પંડિત પદપ્રાપ્તિ અથવા ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર, વ્રતપ્રાપ્તિ અથવા આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિની પ્રાપ્તિ.” (ટીકાકાર).
આ જીવને દરેક બાબતમાં હું અને હુની જ વાત છે, એને નથી દુનિયાના નિયમનું ભાન કે નથી કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન. એ તો જરા સારું કામ થશે કે મેં કર્યું, એમ કહી ઝુકાવી પડશે અને જે બરાબર ન થયું તે, કર્મ વગેરેને ઠપકે આપશે. આ અહં. ભાવ એ જ સંસાર છે અને તેટલા માટે જ ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે “અહં અને મમ એ મંત્ર જગતને અંધ કરનાર છે.” આ અહંભાવ મટાડવો એ બહુ અગત્યનું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org