________________
અધિકાર ] ચિત્તદમન
[ ૧૭૭ વધારે પાપ લાગે છે, કારણ કે પિતે સારી સ્થિતિએ પહોંચે છે અને બીજાને આલંબન ભૂત થયો છે. આ હકીકત વધારે સમજવાની જરૂર છે.
પાપબંધ કે પુણ્યબંધx પડે છે તે વખતે પ્રદેશબંધની સાથે રસબંધ પડે છે, એટલે કે જે કર્મ બંષાય છે તેને શુભાશુભતા તેમ જ તીવ્રતા-મંદતા (intensity ) કેવી છે એ નિર્માણ થાય છે. દાખલા તરીકે લાડુ ગળ્યા હોય, પણ કેટલાકમાં મણે દશ શેર સાકર હોય અને કેટલાકમાં મણે દેઢ મણ સાકર હયતેમ જ ઔષધમાં કડવાપણાની તરતમતા હોય, એ પ્રમાણે રસમાં ફેર પડે છે. હવે જે રસબંધ પડે તે અધ્યવસાયની ચીકાશ પર પડે છે. અને અનુભવથી એમ માલુમ પડે છે કે જ્ઞાનવાળા નિરપેક્ષપણે જે પાપકાર્યમાં પ્રવર્તે તો તે જેટલી ચીકાશથી પાપકાર્ય કરે છે તેટલી જ ચીકાશ સાપેક્ષવૃત્તિવાળા અલ્પજ્ઞ અથવા અજ્ઞને રહેતી નથી અથવા હેતી નથી. ઘણીવાર તે કહેવાતા વિદ્વાનના પરિણામ તદ્દન નિર્વસ બની ગયેલા હોય છે. વળી, જવાબદારી હંમેશાં જ્ઞાન પ્રમાણે હેાય છે. જેમ જ્ઞાન વધારે તેમ જવાબદારી વધારે ભણેલ માણસ ભૂલે, તે ઠપકો વધારે અને ગુને કરે તે સજા પણ વધારે તેવી જ રીતે આપણે જોઈએ છીએ કે અજ્ઞાની માણસ તે ઘણીવાર અજ્ઞાનપણથી જ પાપ કરે છે. એને પાપબંધ થતો નથી એમ નથી, પણ તેની ચીકાશ, ઉપર જણાવ્યું તેમ, બહુ ઓછી હોય છે, માટે ભણેલ છે, એ તે આલોવી નાખશે એમ કહેનાર અને સમજનાર શાસ્ત્રનું રહસ્ય સમજતા નથી, તેમ કહેવાતે જ્ઞાની પણ, તેવાં પાપાચરણ કરતા હોવાથી, રહસ્ય સમયે નથી.
જ્ઞાનને જે દુરુપયોગ થાય તે મારી દે છે અને તે જ જ્ઞાનનો સદુપયોગ થાય તે તે કાર્ય સિદ્ધ કરી દે છે. રાજ્યકારી જિંદગીનાં રેહણાં જુઓ તે અકારણે હજારે માઠા સંકલ્પ-વિકલ્પ કરવા પડે અને ઊથલપાથલ કરવી પડે તેવી જ રીતે મોટા વ્યાપારમાં અને તેવી જ રીતે મહાઆરંભોમાં થાય છે. આવી સ્થિતિનો માણસ વિદ્વાન હોય છે તેમાં તે શઠ નહિ, પણ તેના જ્ઞાનને સદુપયોગ થતો નથી અને મનના રાજ્યમાં તણુઈ પોતાને હાથે જ ગળામાં ફાંસી નાખી રાવણ, દુર્યોધન, જરાસંધ, સુભૂમ વગેરેની ગતિ પ્રાપ્ત કરવી પડે છે. વિદ્વાનેએ કદી પણ એમ ન સમજવું કે જ્ઞાન છે માટે વર્તનની જરૂર નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે જે તેને સદુપયોગ ન થાય તે તે વિપરીત પણ કરી નાખે છે. જે જ્ઞાની બે જ્ઞાનબળથી અકાર્યને અકાર્ય સમજ અશકયપણું વગેરે કારણથી તેમાં ત્રાસ પામતા ચિત્ત પ્રવર્તે છે અને નિરંતર તેમાં પ્રવૃત્તિ ન કરવા ઈચ્છે છે, તેને ઉદ્દેશીને આ લેખ લખાયો નથી, પણ જેઓ વિદ્વાન ગણતા છતાં રાચામાચીને બહુ કપટ કેળવી પાપકાર્યમાં પ્રવર્તે છે અને પિતાને ખોટે બચાવ કરવા તત્પર થાય છે તેવાઓને માટે આ લેખ છે એમ સમજવું. (૧૪, ૧૨૧)
* અશુભ પ્રકૃતિને બંધ. * શુભ પ્રકૃતિને બંધ. અ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org