________________
અધિકાર] વૈરાગ્યોપદેશ
[૧૮૫ વિવેચન-હવે વૈરાગ્ય-અધિકાર શરૂ થાય છે. તેના સર્વ શ્લોકો હૃદય પર અસર કરનારા અને હૃદયને ઉદ્દેશીને લખેલા છે. તે બરાબર વાંચવા અને વિચારવા ગ્ય છે. અરે ચેતન ! તુ બહુ ભૂલ્યો, જરા વિચાર, આ અહંકાર કરે છે, જરા જરામાં હસી પડે છે, ગમે તેવું લાવે છે, વાંકેચૂકે ચાલે છે અને જાણે કે તારા જે આ પૃથ્વી પર બીજે કોઈ ડાહ્યો નથી એમ માની અભિમાનમાં લેવાતું જાય છે; પણ તારી સ્થિતિ કેટલી છે તે જેતે નથી, એ બહુ મોટા ખેદની વાત છે. તારે માથે મૃત્યુ ભમે છે, તારા પર જીત મેળવીને તને નરકમાં નાખવાની તદબીર રરયા કરે છે. સંતાનની તું સંભાળ લે. તું આમ નિ:શંક થઈને ફરે છે, તે તને ઘટિત નથી તું બરાબર વિચાર કર અને તારા શત્રુને ઓળખી રાખ કે જેથી તે તને વિશેષ નુકસાન કરી શકે નહિ.
વળી, આમ કહેવાનું બીજું કારણ એ છે કે આ શરીર ધર્મકરણીમાં સાધનભૂત છે, પણ તે પ્રત્યેક સમયે, પ્રત્યેક કલાકે, પ્રત્યેક દિવસે ક્ષીણ થતું જાય છે. તેને કાળના સપાટા લાગે છે અને મૃત્યુ નજીક આવતું જાય છે, માટે એ શરીરના સાધનથી કાંઈ એવું કામ કરી લેવું જોઈએ કે જેથી પરિણામે આત્મહિત થાય. માણસ ઘણુંખરું તાત્કાલિક લાભ તરફ જુએ છે, પણ વાસ્તવિક રીતે પરિણામે થતા લાભ તરફ જેવું જોઈએ. એક સ્ત્રી પર બળાત્કાર કરનારને કદાચ પાંચ મિનિટ સુખ લાગે, પણ પછી દશ વરસ સુધી જેલજાત્રા કરવી પડે અથવા જીવન પર્યત દેશપાર થવું પડે તેનું નામ સુખ ન જ કહેવાય. આ આપણું ક૯પી લીધેલું સુખ ઉક્ત પ્રકારનું છે, માટે તે હકીકતનું સ્વરૂપ વારંવાર સમજી પરિણામ તરફ, લાંબી દષ્ટિએ, જોવાની ટેવ પાડવી, વધારે વિચાર કરવાથી જણાશે કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, ધૃતિ, કષાયત્યાગ વગેરે આ કટિમાં આવે છે, તેથી સુજ્ઞ માણસે તેના તરફ લક્ષ્ય આપવું.
આ પ્રમાણે જે તું નહિ કરે તે પણ આયુઃસ્થિતિ પૂરી થયે મૃત્યુ તે તેના દેર તારા ઉપર ચલાવશે અને પછી તું કઈ ગતિમાં જઈશ? કયા સ્થાનકે જઈશ? ત્યાં શું કરી શકવાને શક્તિમાન રહીશ? એ કાંઈ કહી શકાય નહિ; કારણ કે તારા હાથમાં તે વાત રહેશે નહિ; તું પરતંત્ર થઈ જઈશ. માટે જે સ્વતંત્ર રહેવા ઈરછા હોય તે પુરુષાર્થ વડે બધી તૈયારી મૃત્યુ પહેલાં કરી લેવી જોઈએ. મૃત્યુ એ વિભાવદશા છે, પણ વિભાવ દશા એ હાલ સ્વભાવદશા થઈ પડી છે. સુજ્ઞનું કામ એ છે કે તેણે કદી પણ મરણથી ડરવું નહીં, કારણ કે વહેલા-મોડા મરવું તે છે જ. તેમ જ તેણે મૃત્યુની ઈરછા પણ રાખવી નહિ. સંસારથી કંટાળેલા અજ્ઞ પ્રાણીઓ મનમાં ઈચ્છે છે કે આના કરતાં મારી ગયા હોઈએ તે છૂટકે થાય, પણ બિચારાને ખ્યાલ આવતો નથી કે મરણ પછી કયાં પલંગ ઢાળી રાખ્યા છે? (અને ઢાળી રાખ્યા હોય તે પણ તે તેને માટે?) એવી
* Sec. 376 Indian Penal Code, અ, ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org