________________
અધિકાર ] ચિત્તમન
[ ૧૭૮ વિવેચન-શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે: વાચના (ભણવું), પૃચ્છના (સવાલે કરવા), પરાવર્તન (પુનરાવર્તન-રીવીઝન), અનુપ્રેક્ષા (મનમાં ચિંતવન) અને ધર્મકથા (ધર્મઉપદેશ). એગ એટલે મૂળ સૂત્રોના અભ્યાસની ગ્યતા માટે કિયા તથા તપશ્ચરણ. આ ગોહન મનોનિગ્રહનું પ્રબળ સાધન છે અને ઉત્તમ બીજ વાવવા માટે એ ભૂમિકાને શુદ્ધ કરનાર મજબૂત ઉપાય છે. એ બનેને એકઠો અર્થ “સ્વાધ્યાયમાં વ્યાપારથી મનને રોધ કર” એવો પણ થાય છે. આ અર્થ પણ સુંદર છે. એ રીતે વચનયોગ પર જય મેળવવાની સૂચના કરી, અને વળી એમ પણ કહ્યું કે જ્ઞાન એ મુખ્ય મક્ષસાધન છે.
મનોનિગ્રહનું બીજું સાધન ક્રિયામાર્ગ છે. શ્રાવકોગ્ય દેવપૂજા, આવશ્યક, સામાયિક, પૌષધ વગેરે તથા સાધુને આહાર, નિહાર, પ્રતિલેખન, પ્રમાજન, કાત્સગ વગેરેમાં કાયાની શુભ પ્રવૃત્તિ, જેઓ ક્રિયામાર્ગ તરફ કટાક્ષની નજરથી જોતા હોય તેમણે ખાસ યાદ રાખવું કે ક્રિયામાર્ગ એ પણ મને નિગ્રહનું પરમ સાધન છે. પ્રવૃત્તિવાળા જીવને તે જે નિરાંત મળે તે કંઇક જાતનું તેફાન આદરી બેસે તેને માટે ક્રિયા બહુ જ ઉપયોગી છે, એટલું જ નહિ પણ ખાસ જરૂરી છે, આ રીતે કાયયેગ પર જય કરવાની સૂચના કરી.
આ સંસારમાં કઈ વસ્તુ બેસી રહેવાની નથી. સર્વ નાશવંત છે (અનિત્ય), આ જીવને મરતી વખતે કેઈથેભી રાખનાર નથી (અશરણ), સંસારની રચના વિચિત્ર છે (ભાવ), આ જીવ એકલો આવ્યો છે (એકત્વ), બીજા સવથી જુદે છે (અન્યત્વ), શરીર મળ-મૂત્ર વિષ્ટા વગેરેથી ભરેલું છે (અશુચિ), મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
ગથી કર્મ બાંધી જીવ સંસારમાં રખડે છે (આશ્રવ), પણ તે જ જીવ જે સમતા રાખે, મનને નિગ્રહ કરે, તે કર્મબંધને રોકે છે (સંવર), અને તપસ્યા કરે તે નિકાચિત કર્મોથી પણ મુકાય છે(નિર્જર), ચૌદ રાજલકનું સ્વરૂપ ચિંતવવા એગ્ય છે (લેક સ્વભાવ), સમ્યક્ત્વ પામવું ખરેખરું દુર્લભ છે (બેધિ), ધર્મને કહેનારા ઘણા થયા છે, પણ અરિહંત મહારાજ જેવા નીરાગી કહેનારા બહુ થોડા છે (ધર્મ) એવી રીતે બાર ભાવનાઓને વારંવાર ભાવવી, તે પર વિચાર કરે એ મને નિગ્રહને ત્રીજે ઉપાય છે. એ ઉપાયથી મન પર અંકુશ આવે છે. આ બાર ભાવના *શાંત સુધારસ ગ્રંથને મુદ્દો છે.
શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ સારું થાય છે ખરાબ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ ખરાબ થાય છે એ સંબંધી વિચારણા કરવી, આત્મનિરીક્ષણ કરવું, આત્માનેલોકન કરવું, એ મને નિગ્રહને ચેાથે ઉપાય છે. જે પ્રાણી પિતાની પ્રવૃત્તિ પર વિચારણા કરે છે, તેને મનોનિગ્રહ બહુ જલદી થઈ જાય છે. અત્ર મનોનિગ્રહના ચાર ઉપાય કા શાસ્ત્રાભ્યાસ, ચારિત્ર અને ક્રિયામાં શુદ્ધ વર્તન, ભાવનાનું ભાવન અને આત્મનિરી
* કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાય, પ્રગટકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org