________________
અધિકાર] ચિદમન
[ ૧૮૧ ચાલતી હોય છે, ત્યાં સુધી એક પણ બેટે વિચાર મનમાં આવતું નથી. એક જંગલને રાજા સિંહ જ્યાં સુધી જંગલમાં ફરતો હોય છે, ત્યાં સુધી ડુક્કર કે એવાં બીજાં પ્રાણીઓ એ જગલમાં રહી તે કેમ જ શકે? પણ ત્યાં પ્રવેશ પણ કરી શકતાં નથી; એવી જ રીતે જ્યાં સુધી મનમાં શુભ ભાવના હોય છે ત્યાં સુધી દુર્ગાન-માઠા સંક-થતા નથી.
આ હકીકત અનુભવસિદ્ધ છે, દરેક વાંચનારને તેને અનુભવ થયો હશે. દરેક માણસે જિંદગીના કેઈક વખતમાં-જિદગીની એક સુખી ક્ષણમાં-આવી સ્થિતિ જરૂર જોગવી હશે. કઈ વખત દેરાસરમાં પ્રભુના દર્શનથી. કોઈ વખત પૌષધમાં સ્તવન–ગાનની લયમાં, કેઈ વખત પૂજા ભણાવવાની એકાગ્રતામાં, કોઈ વખત અધ્યાત્મગ્રંથોના વાચન અથવા મનનમાં મન એટલું બધું એકાગ્ર થઈ જાય છે કે બહારના વિચાર આવતા નથી, વિકપ નાસી જાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. અત્ર વર્ણવેલ સ્થિતિ તે માત્ર વાનકી છે, બાકી, જ્યારે આ જીવને ભાવના ભાવવાની ટેવ પડી જાય છે ત્યારે તે મનમાં અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. સંસારના કેઈ સુખ સાથે એ આનંદની સરખામણી કરી શકાય તેમ નથી, કારણ કે સંસારમાં કોઈ સુખ તેવું છે જ નહિ. (૧૭; ૧૨૪)
એવી રીતે મને નિગ્રહ દ્વાર પૂર્ણ થયું. મનોનિગ્રહ અથવા ચિત્તદમન એ શબ્દ આ અધિકારમાં વારંવાર વાપરવામાં આવ્યો છે, તેનો ભાવાર્થ એ છે કે મનમાં વારંવાર જે માઠા સંકલ્પો આવે છે તે પર અંકુશ રાખ, અસ્થિરતા દૂર કરવી અને મનની સમતા (epuilibrium) જાળવી રાખવાની ટેવ પાડવી. ઘરમાં કેઈને મંદવાડ થયો હોય ત્યારે, અથવા મરણ થયું હોય ત્યારે, આ જીવની કેવી દુઃખી સ્થિતિ થઈ જાય છે! પોતે જાણે છે કે અત્ર પોતાને પણ બેસી રહેવાનું નથી, છતાં પણ મનમાં અનેક ખ્યાલે કરી પિતાની મેળે દુઃખી થાય છે. પાડોશીના ઘરમાં આગ લાગી હોય ત્યારે સામાન ફેરવવામાં ધમાલ અને પિતાના ઘરમાં આગ લાગી હોય ત્યારે જીવની સ્થિતિ મન પર કાબૂ કે છે, તે બતાવે છે. એ તે જાણે ઊભો ઊભે સળગી જાય છે. આ વખતે સ્થિર પ્રકૃતિવાળા માણસે ભવિતવ્યતા પર ખ્યાલ કરી જોયા કરે છે. જરૂરના પ્રસંગે પ્રાપ્ત થતાં પેટમાંથી પાણી પણ ન ચાલે, ત્યાં જાણવું કે આ જીવ હવે ઉચતર સ્થિતિ પ્રાપ્ત કરવાને લાયક થયે છે. વ્યવહારકુશળ માણસ આવું દઢ મન રાખી શકે છે, પણ તેથી આ વિષયની કિંમત ઓછી થતી નથી, કારણ કે વ્યવહારકુશળ માણસે ધાર્મિક સદ્દગુણે તરફ ધ્યાન આપે છે ત્યારે ત્યાં પણ બહુ સુંદર કામ કરી શકે છે. મનના સંક૯પે જવા એ બહુ મુકેલ છે અને તેથી ધ્યાનના પ્રથમ પાયામાં મનને સ્વચ્છ, સ્થિર, રાગદ્વેષ રહિત કરવાનું કહ્યું છે. એમ ભૂમિકા શુદ્ધ થયા પછી યોગક્રિયા થઈ શકે છે અને તેટલા માટે યમનિયમ બતાવવામાં આવ્યા છે. મનને સ્થિર કરવું એ કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એને તદ્દન કબજે કરવું અને પ્રભુભક્તિ કે ધ્યાનમાં જોડવું એ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org