________________
૧૭ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[[નવમા ક્ષણ. શાસ્ત્રકાર કહે છે કે આત્માને નિરંતર સંયમયોગોમાં પ્રવૃત્ત રાખે, તેથી ઘણી જાતના ફાયદા થાય છે. જે એને છૂટો મૂકયો હોય તે, ઉપર જણાવ્યું તેમ, એ ઘણું જાતનાં ફાન કરે છે. તેટલા માટે ઉમાસ્વાતિ વાચક કહે છે કે –
पैशाचिकमाण्यान, श्रुत्वा भोपायनं च कुलवध्वाः ॥
संयमयोगैरात्मा, निरन्तरं व्यावृतः कार्यः ॥x પિશાચની વાત અને કુળવધૂનું વૃત્તાંત સાંભળીને આત્માને નિરંતર સંયમમાં રેવેલો રાખ.” એક વાણિયાએ પિતાનું કાર્ય સાધવા માટે એક પિશાચની સાધના કરી. મંત્રયોગે તે પિશાચ સિદ્ધ થયો, તેણે પિશાચને પિતાનું કામ બતાવ્યું, મનસાધ્ય કામ કરનાર પિશાચે અલ્પ સમયમાં કાર્ય સિદ્ધ કરી આપ્યું. પછી તે વાણિયાને કહે છે કે હવે મને કામ બતાવ, નહિ તે તને મારી નાખું, ઉદ્યમવાળાઓ નવરા બેસતા નથી. વાણિયો બુદ્ધિશાળી હતું. તેણે કહ્યું કે અત્રે ખાડે ખેદ. ખાડો ખોદાવતાં તેમાં પાણી આવ્યું એટલે કહ્યું કે તેમાં એક વાંસ નાખ. પછી એક કાણો વાટકે તેને આપી તે વાંસ પર બંધાવ્યું અને કહ્યું કે તારે કૂવામાંથી પાણી કાઢી વાટકે ભરી દે, અને એનું કાણું પુરાઈ ન જાય એ ધ્યાનમાં રાખવું. જ્યાં સુધી હું તને બીજું કામ ન બતાવું ત્યાં સુધી તારે આ કામ કર્યા કરવું.
કુળવધૂનું દૃષ્ટાંત પણ એવું જ છે. પતિ પરદેશ જવાથી તેને દુરાચાર કરવાની ઈચ્છા થઈ છે, એમ સસરાએ દાસી મારફત જાણ્યું ત્યારે તે વહુને માથે ઘરને સર્વ કારભાર મૂક્યો અને એટલા કામમાં નાખી દીધી કે એને વિષય સંબંધી વિચાર કરવાની પણ ફુરસદ મળે નહિ. આવી રીતે તે સુધરી ગઈ. આ નિયમ ધ્યાનમાં રાખી આત્માને નિર તર સંયોગમાં પ્રવૃત્ત થયેલ રાખે, કે જેથી તેને અસ્ત-વ્યસ્તપણે જ્યાં ત્યાં રઝળવાની ટેવ પડે નહિ અને પડી હોય તે મટી જાય. (૧૬; ૧૨૩)
મને નિગ્રહમાં ભાવનાનું માહાત્મ્ય भावनापरिणामेषु, सिंहेष्विव मनोवने ।
सदा जाग्रत्सु दुर्ध्यान-सूकरा न विशन्त्यपि ॥१७॥ (अनुष्टुप् ) મનરૂપ વનમાં ભાવના–અધ્યવસાયરૂપ સિંહે સદા જાગ્રત હોય ત્યારે દુધ્ધનરૂપ સુવરા તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી.” (૧૭)
વિવેચન—ઉપર મોનિગ્રહના ચાર ઉપાય કહ્યા, તેમાં પણ ભાવને ઉપાય બહુ અસરકારક, તાત્કાલિક અને ધારેલ અસર ઉપજાવનારે છેજ્યાં સુધી મનમાં શુદ્ધ ભાવના ( ૪ પ્રશમરતિ પ્રકરણ લેક ૧૨૦ મે. અને તેના પર મારું વિવેચન, જરા ફેરફાર સાથે. આ બંને કથા ત્યાં આપી છે.
* મધને દૂર પર '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org