________________
અધિકાર 1 ચિત્તમન
[ ૧૭૧ પિતાની ફરજ બજાવવા માટે પ્રાપ્ત થયેલા આવા સારા પ્રસંગે માણસે ઘણીવાર જતા કરે છે, તેની ઉપેક્ષા રાખે છે, તેને ઈરાદાપૂર્વક પણ તજી દે છે. વસ્તુસ્થિતિ એવી છે કે ગત પ્રસંગ ફરી પ્રાપ્ત થતો નથી અને તેથી માટે લાભ હાથથી સરકી જાય છે.
મન સંસારસમુદ્રમાં કેવી રીતે ફેંકે છે તે અનુભવસિદ્ધ છે. મનુષ્યને કલ્પના અને તર્કશક્તિ એ બે માનસિક શક્તિઓ હોય છે અને તે બેની ઉપર કાર્યરેખા અંકિત થાય છે. હવે જ્યાં સુધી તર્કશકિત-વિચારશક્તિનું પરિબળ વધારે હોય છે, ત્યાં સુધી તે કાર્ય સારાં જ થાય છે; પરંતુ ઘણીવાર બને છે એમ કે એક કાર્ય કરવા પહેલાં કલ્પનાશક્તિ બહુ બહુ સંકલપ કરે છે, શુભ કાર્યમાં ન ધારેલી આફતો આવી પડશે એમ તે બતાવે છે અને જરાજરામાં તે મોટા મોટાં ડુંગરે ખડા કરી દે છે. આ કલ્પનાને વશ થઈ અલ્પમતિ જીવ આગામી કાળનો વિચાર કર્યા વગર કાર્યરેખા અંકિત કરે છે, તેને પરિણામે વાસ્તવિક લાભને બદલે દેખીતા લાભ તરફ અથવા લાંબા વખત સુધી ચાલે તેવા પણ આગામી કાળમાં મળનારા લાભને બદલે થોડા પણ તાત્કાલિક લાભ તરફ જ લક્ષ્ય રાખે છે. આવા પ્રકારના મનને વશ થયેલા જી ધર્મભ્રષ્ટ થઈ જાય છે અને સંસારસમુદ્રમાં ઘસડાય છે. સુજ્ઞનું કર્તવ્ય એ છે કે મનને નિરંકુશ કલ્પના કરવા દેવી નહિ, તેના પર ઊંચી તર્કશક્તિને કાબૂ રાખે. આવા સમજુ વડીલના અંકુશ તળે વિકસ્વર થયેલું મનરૂપ બાળક જ્યારે મોટી ઉંમરનું થાય છે ત્યારે કૂર્મીપુત્રની જેમ જગતમાં પ્રતિષ્ઠા મેળવે છે અને ખસૂસ કરીને તેની વૃત્તિ અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેતી નથી. (૮૧૧૫)
પરવશ મનવાળાને ત્રણ શત્રુથી ભય सुदुर्जयं हि रिपुवत्यदो मनो, रिपूकरोत्येव च वाक्तनू अपि । त्रिभिर्हतस्तद्रिपुभिः करोतु किं, पदीभवन् दुर्विपदां पदे पदे ॥९॥ (वंशस्थ)
મહામુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણ કે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી હણાયેલે તું સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાજન થઈને શું કરી શકીશ?” (૯)
વિવેચન–અત્રે જે કહેવામાં આવ્યું છે તે પરવશ મનને માટે છે. પરવશ મન સ્વછંદ આચરણ કરે છે, એટલું જ નહિ પણ શત્રુવટ કરે છે. પિતે અગ્ય વિચારે કરે છે તેની સાથે વચન અને કાયાને પણ શત્રુ બનાવી દે છે અને તેથી જીવને વચન પર અંકુશ રહેતો નથી અને તે નીતિ, ધર્મ કે મર્યાદાની દરકાર કર્યા વગર કાયાથી પાપ સેવવા મંડી જાય છે. આવી રીતે પરવશ થયેલું મન પિતે શત્રુતા કરવા ઉપરાંત બીજા બેને સાથે લે છે અને એ ત્રણ દંડથી દંડાયેલો જીવ અપમાન પામે છે, દુઃખ પામે છે, ગ્લાનિ પામે છે, માર ખમે છે અને મદ્યપાનીની પેઠે રખડડ્યા કરે છે. બિલાડી દૂધ જોઈને લલચાય છે, પણ માથે પડનારી ડાંગ જોતી નથી. રસ્તા ઉપર પડેલી થેલીને જ ચોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org