________________
અધિકાર ] ચિતદમન
[ ૧૬૦ છે. અત્ર બાહ્ય અનુષ્ઠાનેનું વ્યર્થપણું બતાવે છે. શબ્દોમાં કહે છે કે જેને મન વશ નથી તેનું ભણવું, તપ કરે કે વરઘોડા ચઢાવવા વગેરે બાહ્ય આડંબર લગભગ નકામા જ છે.
માટે ઉત્તમ અનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શીખવું એ બહુ જરૂરનું છે. જે મનમાં કષાય ન હોય એટલે કે કષાયથી મનમાં જે ચિંતા અને આકુળવ્યાકુળતા રહે છે તે ન હોય, તેવા શુદ્ધ થયેલા પ્રાણીને પોતાનું મન વશ રાખવું એ “રાજયોગ” છે; અથવા, ગની પરિભાષામાં કહીએ તે, એ “સહજયોગ” છે. અત્રે ઉદ્દેશ ને ઉપદેશ એટલો જ છે કે મનમાં જે ખોટા સંકલ્પ વિકલ્પ થાય છે તેને દૂર કરી નાખે અને મનને એકદમ અંકુશમાં રાખો. એને છૂટું મૂકવું એ નુકસાનકારક છે, ભય ભરેલું છે, દુઃખશ્રેણીનું કારણ છે. (૬; ૧૧૩)
મન સાધ્યું તેણે સઘળું સાયું जपो न मुक्त्यै न तपो द्विभेदं, न संयमो नापि दमो न मौनम् । न साधनाद्यं पवनादिकस्य, किं त्वेकमन्तःकरणं सुदान्तम् ॥ ७॥ (उपजाति )
જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમ જ નથી મળતું બે પ્રકારનાં તપ કરવાથી તેવી જ રીતે સંયમ, દમ, મૌનધારણ અથવા પવનાદિકની સાધના વગેરે પણ મેક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ મોક્ષ આપે છે.” (૭)
વિવેચન–અર્થ સ્પષ્ટ છે. ૩ડકારાદિના જાપ કરે કે ઉપવાસાદિ તપ કરે, ધ્યાન કરે કે આશ્રવને રોકો, ઇંદ્રિયોનું દમન કરે કે મૌન ધારણ કરીને બેસી જાઓ, આસનસ્થ રહો કે ધ્યાનને આડંબર કરે, ગુફામાં પેસે કે હિમાલયના શિખર પર જાઓ, જનસમૂહની વચ્ચે રહો કે ગાઢ જંગલના મધ્ય ભાગમાં બેસી જાઓ, પણ જ્યાં સુધી મન તમારા કબજામાં આવ્યું નથી, જ્યાં સુધી તે દૂર દેશમાં મુસાફરી કર્યા કરે છે, જ્યાં સુધી તેને વપરને ખ્યાલ નથી, જ્યાં સુધી તેને ઈર્ષ્યા થયા કરે છે, જ્યાં સુધી તે અમુક નિયમનુસાર ચાલી શકતું નથી, ત્યાં સુધી તે સર્વે કાંઈ હિસાબમાં નથી; સર્વ પ્રયાસ અસ્થાને છે, અગ્ય છે, દુઃખદાયી છે, દેખાવમાત્ર છે, આટલા ઉપરથી અનુભવી રોગી શ્રી આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ટી.” અનુભવરસિક મહાત્માના આ શબ્દો પૂરેપૂરા સાર્થક છે, સૂચક છે, ધડો લેવા લાયક છે. અને તેની સાથે જ જ્યારે તેઓ કહે છે કે કઈ પણ માણસ એમ કહેતું હોય કે તેણે મન સાધ્યું છે તે તે જેમ તેમ માનવામાં આવશે નહિ, કારણ કે મન સાધવુંમનેનિગ્રહ કર-એ તે બહુ જ મોટી વાત છે. આટલા ઉપરથી જ સમજાય છે કે મને નિગ્રહ એ રાજયોગ છે.
સહજયેગ. અ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org