________________
૧૮ ]
અધ્યાત્મકપર્ફોમ
[નવસ
તે ચાંદ્રાયણ વગેરે તપ. ૫. વીતરાગનુ ધ્યાન તે દેવતાપ્રણિધાન, યમ પાંચ પ્રકારના છે : અહિં‘સા, સૂદ્ભુત, અસ્તેય, બ્રહ્મચય અને અચિનતા; એ પાંચ પ્રસિદ્ધ છે. આ યમ અને નિયમ પર વિચાર કરીને તેના આદર કરવા એટલે મન પર અ'કુશ આવી જાય છે. એમાં કાર્યકારણુભાવ અરસપરસ છે, એ જરા વિચારથી સમજાઈ જશે. આવી જ કટાક્ષ ભાષામાં અન્યત્ર શાસ્ત્રકાર લખે છે કેઃ—
रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् ? | तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ? ||
જો રાગદ્વેષ હાય તા પછી તપનું શું કામ છે? તેમ જ જો તે ન હેાય તે પછી પણ તપનું શું કામ છે?”
આ સર્વ હકીકતના સાર એ જ છે કે મનને વશ રાખવાની બહુ જ જરૂર છે. એ જ હકીકત નીચેના શ્લેાકમાં વધારે સ્પષ્ટ કરે છે. (૫; ૧૧૨) મનોનિગ્રહ વિનાના દાનાદિ ધર્મા
दानश्रुतध्यानतपोऽनादि, वृथा मनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलितोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् || ६ || ( उपजाति)
“દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વ મનાનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવુ એ મહાચાગ છે.” (૬)
વિવેચન—દાન પાંચ પ્રકારનાં છે : કોઇ પણ જીવને મરણુથી બચાવવા તે અભયદાન, પાત્ર જોઈ ને યાગ્ય સમયે ચાગ્ય વસ્તુનુ ચેાગ્ય રીતે દાન દેવુ‘ તે સુપાત્રદાન. દીન -દુઃખીને જોઈ દયા લાવી દાન આપ્યુ. તે અનુક...પાદાન.સગાં-સંબંધીઓને કે કોઈ ને યથાયાગ્ય અવસરે યથાયાગ્ય અર્પણ કરવું તે ઉચિતદાન, અને પાતાનું નામ જાળવી રાખવા આમરૂ ખાતર દાન આપવુ. તે કીતિદાન. આ પાંચમાંથી પ્રથમનાં એ ઉત્તમ પ્રકારનાં ડાઇને મેક્ષપદ આપનારાં દાન છે અને બાકીનાં ત્રણ ભાગ-ઉપભાગની પ્રાપ્તિ આદિ ફળ આપે છે.
જ્ઞાન એટલે શાસ્ત્રનુ અધ્યમન, અધ્યાપન, શ્રવણ, મનન વગેરે.
ધ્યાન એટલે ધમ ધ્યાન, શુકલધ્યાન વગેરે.
તપ એટલે માર પ્રકારનાં કમને તપાવનાર, નિર્જરા કરનાર તપ.
પૂજા એટલે ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીશ, એક સેા આઠ વગેરે ભૈયુક્ત દ્રવ્યપૂજા.
આ સવ વસ્તુઓ-આ સર્વ માહ્ય અનુષ્ઠાન-સારાં હાય છતાં પણ જો મન તાખે ન હોય તેા બધાં નકામાં છે, ઉપરના શ્લેાકમાં કહ્યું કે મનેાનિગ્રહ વગર ચમ-નિયમ નકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org