________________
૧૭૦ ] અધ્યાત્મકલ્પકુમ
[ નવમ મનની ખાસિયત એ છે કે તેને જેમ જેમ એક બાબતમાં અનુકૂળ કરવા જઈએ તેમ તેમ તે પ્રથમ તે વિરુદ્ધ થતું જાય છે, સામું પડે છે. આમ થતું ઘણી વખત અનુભવવામાં આવે છે. દાખલા તરીકે, તમે એમ વિચારે કે અમુક બાબત તો આજે મનમાં સંભારવી જ નથી, તે ખસૂસ કરીને તે હકીકત દિવસમાં અનેક વખત મન પર આવશે. આવી રીતે મન દરેક બાબતમાં વિરુદ્ધ આચરણ કરે છે; છતાં અભ્યાસ પાડવામાં આવે તે આ શરૂઆતમાં દેખાતી મોટી મુશ્કેલી ઓછી થતી જાય છે અને ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે.
| સર્વ હકીકતને સાર એ જ છે કે મન વશ હોય તે જ સંસારદુઃખથી નિવૃત્તિ મળી શકે છે, એટલે કે મેક્ષ મેળવવાને તે એક જ રસ્તે છે. (૭; ૧૧૪)
મનને વશ થયો તે રખડયો लब्ध्वापि धर्म सकलं जिनोदितं, सुदुर्लभं पोतनिभं विहाय च । મન પિશાસ્ટિીશ્નરઃ પતન, માવુથી નાયતિ નો વનઃ ( સંશરથ )
સંસારસમુદ્રમાં ભટકતાં મહામુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું તીર્થ. કરભાષિત ધર્મવહાણ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણ મન-પિશાચને તાબે થઈ તે વહાણને તજી દે છે અને સંસારસમુદ્રમાં પડે છે મૂર્ખ માણસ લાંબી નજર પહોંચાડનાર નથી.” (૮)
વિવેચન–તમે કઈ વખત દરિયાની મુસાફરી કરી હશે તે જણાશે કે દરિયે એટલે વિશાળ, અગાધ અને લાંબે છે કે વહાણ કે સ્ટીમર વગર તેને પાર પામી શકાય નહિ, તેમ જ ભરદરિયે વહાણ ભાંગ્યું હોય કે સ્ટીમર બગડી હોય તે પાર પામી શકાય નહિ અને ગમે તેમ થાય તે પણ વહાણ કે સ્ટીમરને તજી તે શકાય જ નહિ; અને કઈ વહાણને કે સ્ટીમરને તજી દે તે તેને મૂર્ખ સમજ. એવી જ રીતે સંસારસમુદ્ર છે, તેને પાર પામી દુઃખનો અંત કરી મેક્ષમાં જવું, એ સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને પાર પામવા માટે ધર્મનૌકાનું સાધન જોઈએ. ધર્મ એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અને રમણતા એ અર્થ સમજ. એ ધર્મથી ભ્રષ્ટ કરવા મનપિશાચ હંમેશાં આ જીવને પ્રમાદમદિર પાઈને વિચારશૂન્ય અંધ જેવું બનાવી દે છે. એને વશ જે પ્રાણી પડે છે, તેને નથી રહેતું કાર્યકાર્યને વિચાર કે નથી રહેતું ફરજનું ભાન. અને કદાચ જરા ભાન હોય તે તે પણ ભૂલી જાય છે. આ સ્થિતિ હોય ત્યારે આત્મસ્વરૂપરમણતા તે હેય જ કયાંથી? એના પરિણામે પ્રાણી ધર્મભ્રષ્ટ થાય છે એટલે સમુદ્ર તરવાનું વહાણ કે તરવાની સ્ટીમર તજી દે છે અને પરિણામે સંસારસમુદ્રમાં આડાંઅવળાં થાં માર્યા કરે છે. જરા વારમાં તળિયે જાય છે અને જરા વારમાં ઉપર આવે છે, પણ વહાણ કે સ્ટીમર વગર તેને નિસ્તાર થતું નથી, ઊલટે અનંત વાર ચોરાશી લક્ષ યોનિમાં ભમ્યા કરે છે. આવી રીતે પ્રાપ્ત થયેલું શુભ વહાણ તજી દેનાર જીવને મૂર્ખ કહેવો એ સાર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org