________________
અધિકા૨] શાસગુણ
[ પા શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખવે એ સાચું જ્ઞાન છે. धिगागमैर्माद्यसि रञ्जयन् जनान् , नोद्यच्छसि प्रेत्यहिताय संयमे ।। दधासि कुक्षिम्भरिमात्रतां मुने !, क ते क्व तत् कैप च ते भवान्तरे ? ॥६॥ (उपजाति)
“હે મુનિ ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કર ખુશી થાય છે અને તારા પિતાના આમુમ્પિક હિત માટે યત્ન કરતે નથી તેથી તને ધિક્કાર છે! તું માત્ર પેટભરાપણું જ ધારણ કરે છે, પણ હે મુને ! ભવાંતરમાં તે તારા આગમે ક્યાં જશે ? તે તારું જનરંજન
ક્યાં જશે? અને આ તારે સંયમ ક્યાં જશે ?” (૬) - વિવેચન–શાસ્ત્રાભ્યાસ કરીને શું કરવું?-તે ઉપર સામાન્ય શબ્દોમાં કહ્યું. અત્ર સ્પષ્ટ શબ્દોમાં મુનિને ઉદ્દેશીને કહે છે કે જે પાંચ ઈદ્રિ પર સંયમ ન હોય તે અભ્યાસ વ્યર્થ છે, પેટભરાપણું જ છે એટલે કે સર્વસંપન્કરી ભિક્ષા અધિકારી તું થઈ શક્તા જ નથી. આવા સાધુઓ નથી સાધતા આ ભવનું અને નથી સાધતા પરભવનું. તેવી જ રીતે પંડિત હવાને દેખાવ કરનારા કેટલાક આ વર્ગમાં આવે છે. અભ્યાસનું ફળ આત્મપરિણતિ સુધારવી એ જ હવું ઘટે. એ ન બને તે પછી અભ્યાસ વધ્ય થાય છે. ગ્રંથકાર પિતે તે નીચેની આઠમી ગાથામાં આથી પણ નીચી હદે તે વાત મૂકે છે. જીવનને હેતુ, અભ્યાસને હેતુ શું છે? ક્યાં રહી શકે છે તે વિચારે. લોકરંજન કરનાર અભ્યાસીનું પેટભરાપણું ચોથા સ્લેકમાં આપણે વિસ્તારથી જોયું છે. આમાં ખાસ વિચારવા યોગ્ય એટલું છે કે પરભવમાં તું ક્યાં જઈશ? તારા આગમે ક્યાં જશે? અને તારે સંયમ કળ્યાં જશે? વળી તારું પ્રત્યહિત ક્યાં જશે? અને જેઓની પાસેથી તું કીર્તિની ઈચ્છા રાખે છે તેઓ ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મનોવિકારને તૃપ્ત કરવા ખાતર તારું બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી. અત્ર મરણ તે અનિવાર્ય છે અને ત્યાર પછી તારી ગતિ તું જાણતા નથી અને છેવટે સંસારસમુદ્રના મેટા ખડક ઉપર તારું જીવનવહાણ તને ખરાબે ચઢાવી દેશે, ત્યારે પછી તારો કીર્તિને લાભ અને તે ખાતર સહન કરેલા પરીષહો તને કાંઈ ઉપગી નહિ થાય. ઉદ્દેશ અત્ર એ જ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ.
ટીકાકાર નોટ લખે છે કે “પિતા પુત્રને શિખામણ આપવા સારુ તિરસ્કારને શબ્દ લખે તે યુક્ત જ છે.” (૬ ૭). કેવળ અભ્યાસ કરનારા અને અભ્યાભ્યાસી સાધકમાં શ્રેષ્ઠ કેણુ?
धन्याः केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा,
दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । * જુઓ હરિભદ્રસૂરિકૃત અષ્ટક પાંચમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org