________________
૧૫૮] અધ્યાત્મક૯પમ
[અષ્ટમ હાથી, ગેધાને ગોધાન વગેરે અને પરજાતિને ભય તે મૃગને સિંહને, ઉદરને બિલાડીને વગેરે. વળી નાક-કાનનું છેદવું વગેરે બહુ પ્રકારનાં દુખે તિર્યંચાને છે. બિચારાથી બેલી શકાય નહિ, સહનશીલતા રાખવી પડે. આવી પીડાઓ વિષયકષાયમાં રાચનારને ખમવી પડે છે, માટે ચેતે. અત્ર તિર્યંચગતિનાં દુઃખ વર્ણવવામાં આવ્યાં છે, તે સર્વ જીવોની અપેક્ષાએ છે. એ ઉપરાંત અમુક જાતિને માટે દુઃખ વિચારીએ તે ઘણું વિવેચન થઈ જાય. દાખલા તરીકે કેટલાંક દુઃખો અને ખાસ હોય છે, કેટલાંક બળદને ખાસ હોય છે, કેટલાંક સ્પાનને ખાસ હોય છે, તે દરરોજના અનુભવને વિષય છે, તેથી ગ્રંથગૌરવના ભયથી અત્ર વિસ્તાર કર્યો નથી. એકે ક્રિયાદિકના અવ્યક્ત દુઃખનું વર્ણન કરવું પણ અશક્ય છે. તે ગતિમાં સુખ નથી, એ આ શ્લોકને સાર છે. (૧૨; ૧૦૩)
દેવગતિનાં દુઃખ मुधान्यदास्याभिभवाभ्यस्याभियोऽन्तगर्भस्थितिदुर्गतीनाम् । एवं सुरेष्वप्यसुखानि नित्यं किं तत्सुखैर्वा परिणामदुःखैः ? ॥१३॥ (उपजाति)
ઇંદ્રાદિકની નિષ્કારણ સેવા કરવી, પરાભવ, મત્સર, અંતકાળ, ગર્ભસ્થિતિ અને દુર્ગતિને ભય-આવી રીતે દેવગતિમાં પણ નિરંતર દુખે છે. વળી, જેને પરિણામે દુઃખ છે તેવા સુખથી શું ?” (૧૩)
વિવેચન–૧. મનુષ્ય પારકી ચાકરી કરે છે તેનો હેતુ ગુજરાન ચલાવવાનો હોય છે, પણ દેવતાને આજીવિકાનું કારણ નહિ છતાં તેમ જ દ્રવ્યપ્રાપ્તિને હેતુ નહિ છતાં પણ આભિયેગાદિક ભાવનાએ પૂર્વોપાર્જન કરેલા કર્મના આધીનપણથી વગર કારણે ઇંદ્રાદિની ચાકરી કરવી પડે છે.
૨. પિતાથી વધારે બળવાન દેવ પિતાની સ્ત્રીને ઉપાડી જાય ઈત્યાદિ અભિભવપરાભવ.
૩. પરને ઉત્કર્ષ સહન ન કરે તે અસૂયા. દેવતાને બીજા દેવનું વિશેષ સુખ જોઈને ઈર્ષ્યા બહુ થાય છે.
૪. દેવતાને મરણની બીક લાગે છે. ફૂલની માળાનું કરમાવું વગેરે મરણનાં ચિહ્ન જોઈ, છ માસથી તે તે વિલાપ કરવા માંડે છે.
૫. મરણ પછી ગર્ભમાં નવ માસ અશુચ કર્દીમમાં ઊંધું લટકાવું પડશેએવા વિચારથી મૂરછ પણ પામે છે; અથવા ઢેર, પક્ષી કે એ કેન્દ્રિયમાં જવું પડશે તેની બીક બહુ લાગે છે.
૬. એ જ રીતે દુર્ગતિમાં જવાની બીક બહુ લાગ્યા કરે છે. વળી, દેવતાઓમાં ખટપટ બહુ ચાલે છે, લડાઈ એ પણ ઘણું વાર થાય છે અને ચિત્તવ્યગ્રતા બહુ રહે છે. એકલી ઋદ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે, પણ તેથી કાંઈ માનસિક સુખ મળતું નથી અને એ સુખ દેવતા ભેગવી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org