________________
૧૫૬] અધ્યાત્મકલ્પદ્રુમ
[ અષ્ટમ સ્વરૂપનું શુદ્ધ ભાન કરાવનાર તત્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ જ્ઞાની હેવાને દાવે કરી શકાય અને તેવા જ્ઞાની માટે આ આખા અધિકારમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી. અત્ર જે આક્ષેપ છે તે પ્રથમના દેખાવમાત્ર જ્ઞાન માટે જ છે.
ચતુતિનાં દુખે શાસ્ત્રાભ્યાસના દ્વારમાં જે હકીક્ત કહી છે તે જાણ્યા પછી શાસ્ત્રના સારરૂપ એક હકીકત અત્ર બતાવે છે. તે એ છે કે આ સંસારમાં ગમે ત્યાં જાઓ પણ સુખ નથી. સંસારના સર્વ જીવોને ચાર ગતિમાં સમાવેશ થાય છેઃ ૧ નારકી, ૨ તિયચ (તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ તથા જળ, માંકડ, વીંછી, પક્ષીઓ, જળચર, ઢાર વગેરે જીવોને સમાવેશ થાય છે), ૩ મનુષ્ય અને ૪ દેવ. એ ચાર ગતિમાંથી એકેમાં સુખ નથી એમ બતાવી, શાસ્ત્રનું રહસ્ય બતાવે છે અને તેને પરિણામે જીવને સંક્ષેપમાં ઉપદેશ આપવાને ઈરાદે છે.
નરકગતિનાં દો दुर्गन्धतो यदणुतोऽपि *पुरस्य मृत्यु-रायूंषि सागरभितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च, दुःखावनन्तगुणिती भृशशैत्यतापौ ॥१०॥ तीव्रा व्यथा सुरकृता विविधाश्च यत्रा-क्रन्दारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात्कुमते ! बिभेषि, यन्मोदसे क्षणसुखैविषयैः कषायी ॥११॥ युग्मम् ॥
(થતિ ) જે નરકસ્થાનની દુર્ગધીના એક સૂક્ષ્મ ભાગ માત્રથી (આ મનુષ્યલોકના) નગરનું (એટલે નગરવાસી જનનું, મૃત્યુ થાય છે, જ્યાં સાગરેપમથી મપાતું આયુષ્ય નિરુપક્રમ હોય છે, જેને સ્પર્શ કરવતથી પણ બહુ કંકશ છે, જ્યાં ટાઢ-તડકાનું દુઃખ અહીં કરતાં (મનુષ્યલક કરતાં) અનંતગણું વધારે છે, જ્યાં દેવતાઓની કરેલી અનેક પ્રકારની વેદનાઓ થાય છે અને તેથી રડારોળ અને આકંદ વડે આકાશ ભરાઈ જાય છે–આવા પ્રકારની નારકી તને ભવિષ્યમાં મળશે એ વિચારથી હે કુમતિ ! તું બીત નથી કે કષાય કરીને અને થોડો વખત સુખ આપનારા વિષય સેવીને આનંદ માને છે?”(૧૦-૧૧)
વિવેચન–નરકગતિની દુર્ગધ એટલી બધી હોય છે કે તેને બહુ સૂક્ષમ ભાગથી જ સમસ્ત નગરવાસી જનનાં મરણ થઈ જાય.
મનુષ્યનું આયુષ્ય મહામારી, શઘાત, ભય વગેરે કારણેથી નાશ પામે છે, એટલે તે સેપકમ હોય છે, પણ નારકીના જીવનું આયુષ્ય તે ગમે તે કારણથી તૂટતું જ નથી. શરીરના ઘણા કટકા થઈ જાય, તપણે પારાની પેઠે તે જોડાઈ જાય છે. વળી, નારકોનું * पुरस्य स्थाने परस्य इति पाठान्तरम्; अन्यजनस्य-मनुष्यस्य इत्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org