________________
૧૫૪ ] અધ્યાત્મકલ્પમ
[ અષ્ટમ પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાન કરવાથી આગને ફળે છે. જેવી રીતે સાકરને બે ઉપાડવાના શ્રમથી ગધેડે કાંઈ સુખી નથી.” (૯)
વિવેચન–માત્ર અભ્યાસ અને પરભવમાં તેથી સુખ, એ વાતને વ્યભિચાર છે; અધ્યયન ઉચ્ચ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું એક કારણ છે, પણ તેથી તે મળે જ છે એમ નથી. કારણ કે અભ્યાસી હોય છતાં મળતું નથી એમ બને છે; તેમ જ વળી અન્યાસી ન હોય, છતાં ફળપ્રાપ્તિ થાય છે એમ પણ બને છે. આથી માત્ર અભ્યાસ ઉપર કાંઈ ખાસ આધાર નથી. સુખ-આત્મિક સુખ-મેળવવાને ઉપાય શાસ્ત્રમાં ફરમાવેલા અનુષ્ઠાનચારિત્ર-વર્તનમાં છે. જેવી રીતે ગર્દભ સાકરને બે ઉપાડે તેથી તેને કાંઈ મીઠાશ આવતી નથી, તેવી રીતે જ્ઞાન પણ વતન વગર માત્ર બે જ છે; એટલે જ્ઞાન પ્રમાણે વર્તન કરે તે જ જ્ઞાનની મીઠાશ પ્રાપ્ત થાય છે. ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણી કહે છે કે –
जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स ।
एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ॥ “જેવી રીતે ચંદનને-સુખડને ભાર વહન કરનારે ગધેડે ભારને ભાગી છે પણ ચંદનને નથી, તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારો જ્ઞાનને ભાગી છે, પણ સુગતિને નથી.” આ હકીકત ઉપરના કલેકમાં પણ તે જ રૂપમાં કહી છે. (૧૦૦)
શાસ્ત્રાભ્યાસ અને વર્તન એ ઉપર વિવેચન થયું. પ્રથમ બે શ્લોકમાં શ્રવણ કરનારાઓને અને બાકીના શ્લોકમાં અભ્યાસ કરનારાઓને બહુ ધડો લેવા જેવું બતાવ્યું છે. જેમાં અભ્યાસની ખાતર જ અભ્યાસ કરતા હોય, સભાઓ જીતી પોતાના વિજયડંકા વગાડવાની ઈરછા રાખતા હોય, અકારણે શાસ્ત્રને શુષ્કવાદ કરવાનું આમંત્રણ કરતા હોય, તેઓએ ચેાથે શ્લોક ગોખી રાખવા જેવો છે. આ ઉપરાંત કહેવાતા “પંડિત” ઉપર આ અધિકારમાં સપ્ત ચાબખો છે. “હે ચેતન ! એ તે જ્ઞાની મહારાજ ભાખી ગયા છે કે....વગેરે.” ચેકસ ગંભીર શબ્દ યુક્ત ભાષામાં બોલતા આવા ડોળઘાલુઓની તે વખતની બલવાની ઢબછબ, મુખને રંગ અને આંખના તથા હાથના ચાળા જોયા હોય, તે જાણે મહાગહન તત્ત્વજ્ઞાનીનું ભાષણ ચાલ્યું. વળી, તે વખતે શ્રોતાને એમ પણ લાગે કે આવા માણસ તે અત્રેથી ઊઠીને આરંભાદિકમાં કે આશ્રવમાં પ્રવર્તતા પણ નહિ હોય; પણ ખાનગી રીતે જે ખાવાપીવામાં, સાંસારિક સુખગમાં, વ્યવહારમાં, લેણદેણમાં અને પ્રામાણિકપણામાં તેઓને વ્યવહાર જોયો હોય, તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેમાં જણાતી નથી. સાથે બેસનારને ડુબાડે છે, તેમ જ ધર્મને પણ વગોવે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે. આટલા ઉપરથી અમે ક્રિયાને એકાંત પક્ષ કરનારા છીએ એમ માનવાનું નથી, જ્ઞાનાભ્યાસની જરૂર ઘણી છે તે અમે સ્વીકારીએ છીએ, પણ કેટલાક પ્રમાદી છે તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org