________________
૧૬૪] અધ્યાત્મક૫મ
[ નવમ જ્ઞાની મહારાજ ભલામણ કરે છે કે મનને વિશ્વાસ કરે નહિ. માછલાં પકડવા માછીમારે જાળ કેવી પાથરે છે તેને અનુભવ હોય તે સમજી શકશે કે એક વાર તેના સપાટામાં આવેલું માછલું પછી નીકળી શકતું નથી.
આપણે મન પર વિશ્વાસ રાખીએ અને પછી વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યારે કશો બચાવ કે ઉપાય રહેતું નથી, માટે ભાગેલી ડાળ પર બેસવાનો વિશ્વાસ ન રખાય, તેમ તેના પર વિશ્વાસ જ કરો નહિ. મન કુવિકલ્પથી બનેલી જાળ કેવી રીતે અને કેવ કેવે પ્રસંગે પાથરે છે તેનું સહજ દષ્ટાંત જેવું હોય તે પ્રતિક્રમણમાં મન કેવા કેવા દૂર દેશમાં મુસાફરી કરી આવે છે તે યાદ કરવું. આવી શુદ્ધ જગ્યામાં, શુદ્ધ આસન ઉપર, શુદ્ધ ગુરુમહારાજની સમક્ષ પણ તે સખણું રહેતું નથી, માટે તેને શે વિશ્વાસ કરે?
મનને વિશ્વાસ કરનાર નરકગતિનાં દુઃખો ખમશે, એટલું જ નહિ પરંતુ અત્ર તેનું એક પણ કામ સિદ્ધ થઈ શકશે નહિ; માટે તેને વિશ્વાસ ન કરતાં તેને પિતાના કબજામાં રાખવું. (૧; ૧૦૮)
મનમિત્રને અનુકૂળ થવા પ્રાર્થના चेतोऽर्थये मयि चिरत्नसख ! प्रसीद, किं दुर्विकल्पनिकरैः * क्षिपसे भवे माम् । बद्धोऽअलिः कुरु कृपां भज सद्विकल्पान् , मैत्री कृतार्थय यतो नरकाद् विभेमि ॥२॥ वसंततिलका)
હે મન ! મારા લાંબા વખતના મિત્ર! હું પ્રાર્થના કરું છું કે મારા ઉપર કૃપા કર. ખરાબ સંક૯પ કરીને શા માટે મને સંસારમાં નાખે છે? (તારી પાસે) હું હાથ જોડીને ઊભું રહું છું, મારા પર કૃપા કર, સારા વિચાર કર અને આપણી લાંબા વખતની દસ્તી સફળ કર, કારણ કે હું નરકગતિથી બીઉં છું.” (૨)
- વિવેચન-મનને વિશ્વાસ ન કર એ તે ખરું, પણ તે તે અસ્તવ્યસ્તપણે ચાલ્યું જાય છે. ત્યારે હવે આત્મા તેને સમજાવે છે, તેની ખુશામત કરે છે. મન અને જીવને ઘણા વખતથી સંબંધ છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં જીવ આવે છે ત્યારથી તેને મન હોય છે, તેથી તેને લાંબા વખતના મિત્રની સંજ્ઞાથી બોલાવે છે. વળી, કઈ પાસેથી કાર્ય સાધવું હોય ત્યારે તેને મીઠાશથી બેલાવવાથી જલદી કામ થાય છે. હે મિત્ર મન ! તું શું કરવા મને સંસારમાં ફેંકી દે છે? તું ખરાબ સંકલ્પ કરે છે તે છેડી દે, તે મારા ભવના ફેરા મટી જાય. જે લાંબા વખતના મિત્ર હોય તે એકબીજાનું સાંભળે છે, તે મહેરબાની કરી હવે આ બધું તોફાન છોડી દે.
મનને આવી રીતે પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી તે બાબતમાં ચીવટ થાય છે અને છેવટે વિક ઓછી થાય છે. આમ પ્રાર્થનાનું વારંવાર પુનરાવર્તન થાય તે પછી મન પર
નિવારે રુત્યપિ પીચ સાથી રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org