________________
અધિકાર ] ચિત્તદમન
[૧૬૫ અંકુશ આવી જાય છે, એ બીજું પગથીયું (Stage) છે. એ પગથિયું આવતાં જીવ તેના સાધ્યબિંદુની બહુ નજીક થઈ ગયો એમ સમજવું.
નરકથી બીઉં છું” એટલે આ ભવ અને પરભવમાં થતી અનેક પીડાઓથી બીઉં છું એમ સમજવું. મનને પ્રાર્થના કરવી એટલે તે વાત મન પર વારંવાર ઠસાવવી. કાર્યસિદ્ધિનું આ પ્રથમ પગથિયું છે. (૨; ૧૦૯)
મન પર અંકુશનો સીધે ઉપદેશ स्वर्गापवर्गों नरकं तथान्तर्मुहूर्त्तमात्रेण क्शाक्शं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्वशं तदन्तःकरणं कुरुष्व ॥३॥ (उपजाति)
વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મોક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણને આપે છે. માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” (૩)
વિવેચન-મન પર વિશ્વાસ કરે નહિ અને દુર્વિકલ્પ કરવા નહિ, એ બે વાત થઈ. હવે ત્યાંથી આગળ ચાલતાં બીજે પગથિયે મન પર અંકુશ રાખ, મનને વશ રાખવું, એ બહુ જ અગત્યનું-જરૂરનું છે. મન વશ હોય તે દેવસુખ અને મોક્ષનું સુખ મળી શકે છે અને જે મન વશ ન હોય તે બધું ધૂળધાણી થાય છે અને દુઃખ ઉપર દુઃખ આવી પડે છે.
સંસારથી મુક્ત, મહાતપસ્યા કરનાર, દૂતની વાત ઉપરથી ધારેલા વિશ્વાસઘાતી સૂર મંત્રીઓ સાથે યુદ્ધ કરવાના વિચારમાં મનને પરતંત્ર થયેલા, પુત્ર ઉપરના સ્નેહથી શુદ્ધ માર્ગથી માનસિક રીતે ભ્રષ્ટ થયેલા પ્રસનચંદ્ર રાજર્ષિ અઘેર તપ તપતાં છતાં સાતમી નારકીએ જવાની તૈયારીમાં હતા, પણ થેડી જ વારમાં સંકલ્પમાં પિતાનાં શસ્ત્ર ખૂટતાં મુગટને શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માથે હાથ મૂકતાં સુજ્ઞ મનસ્વી ચેત્યા, મનને વશ કરવા માંડયું અને પાંચ મિનિટમાં સર્વે કર્મને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અસંખ્ય ભવમાં જે બનવું મુશ્કેલ તે પાંચ મિનિટમાં સાધ્યું ! આટલા ઉપરથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે “મન gવ મનુકથા વર વન્યો :એટલે અનંત સંસારમાં ભમવાનું અને મેક્ષે પહોંચી જવાનું કારણ મન જ છે. આમાં ભાર મૂકીને કહેવામાં આવ્યું છે તે બરાબર ધ્યાન આપવા યોગ્ય છે.
આવી જ રીતે બાપડે તંદલમસ્ય મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થઈ ત્યો બેઠે બેઠે જુએ છે. મગરમચ્છ માછલાંનું ભક્ષણ કરે છે તે વખતે પ્રથમ પાણી મુખમાં લે છે અને પછી માછલાંઓને રેકી પાણી કાઢી નાખે છે; પણ તેમ કરવામાં તેના દાંતની વચ્ચે અંતર હોવાથી સંખ્યાબંધ ઝીણાં માછલાં પણ પાણી સાથે નીકળી જાય છે. તેની પાંપણમાં રહેલો તંદુલમસ્યા ત્યાં બેઠે બેઠે વિચાર કરે છે કે જે હું આવડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org