________________
૧૬૦ ] અધ્યાત્મક૯૫૬મ
[ સપ્તમ: યુવાવસ્થામાં વિયેગનું દુઃખ અને ઘડપણ તે દુઃખનું ભરેલું હોવાથી અસાર જ છે. આ મનુષ્યજન્મમાં હે ભાઈઓ! કહે કશું સુખ છે? હોય તે બેલે.” આવું જાણે છે તે પણ સંસારમાં રામા રહે છે. કોઈ નેહી સગાના મરણ વખતે મોટી પિક મૂકીને રડે છે, પણ વિચાર નથી કે આ મનુષ્યભવ અમર કરી દેવામાં આવે તે અહીં ગેડે તેમ નથી. એ તે પચાસ-સાઠ વરસ રહેવાનું છે, તે જરા ઠીક લાગે છે. બાકી તે મેટા થયા પછી શોકાદિન નિમિત્ત, જવાબદારી અને પંચાતી એટલી વધી જાય છે કે એવી જે જિંદગી અમર થઈ ગઈ હોય તે દુનિયા છોડી ચાલ્યા જવું પડે.
આવી રીતે મનુષ્યભવમાં પણ દુઃખ જ છે તે દુઃખથી કડવા થયેલા મનુષ્યજન્મને પારમાર્થિક ધાર્મિક કાર્ય કરવા દ્વારા પુણ્યોપાર્જન કરી મધુર કર. હવે ચાર ગતિમાં થતાં દુખે બતાવી તે દુઃખ ન થાય તેવો પ્રયત્ન કરવા ઉપદેશ આપે છે. (૧૪, ૧૦૫)
ઉકત સ્થિતિદર્શનનું પરિણામ इति चतुर्गतिदुःखततीः कृतिन्नतिभयास्त्वमनन्तमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतान्ततः, कुरु तथा न यथा स्युरिमास्तव ॥१५॥ (द्रुतविलंबित )
એ પ્રમાણે અનંત કાળ પર્યત (સહન કરેલી), અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુખેની રાશિઓને કેવળી ભગવતે કહેલા સિદ્ધાંતથી હદયમાં વિચારીને હે વિદ્વાન એવું કર કે જેથી તને તે પડાએ ફરી થાય નહિ.” (૧૫)
વિવેચન–પીડા જાણી, વિચારી, અનુભવી, તેનું પરિણામ એ થવું જોઈએ, પુરુષાર્થ કરીને ઉપાય-પ્રતિકાર એ કર જોઈએ, કે જેથી ભવિષ્યમાં એ પીડા થાય જ નહિ. સર્વ પ્રાણી કલ્પિત સુખ મેળવવાની ઈચ્છા રાખે છે અને માન્યતા પ્રમાણે તે મેળવે છે, પણ સિદ્ધાંતના ફરમાનથી વાસ્તવિક રીતે વિચારતાં જણાય છે કે આ સંસારમાં સુખ જ નથી અને દુઃખ ભર્યું છે તે દૂર કરવા ઉપાય કરવો એ આ જીવની પ્રથમ ઈરછા અને પ્રેરણું છે. શાસ્ત્રાભ્યાસ કરવાથી સંસારની સર્વ ગતિઓમાં કેટલાં અને કેવા પ્રકારનાં દુખે છે તે જણાવ્યું અને તેને પરિણામે હવે જે તને સુખ મેળવવાની ઈચ્છા હોય તે ચતુર્ગતિના કલેશ ન થાય તેવું કાર્ય કર. શાસ્ત્રાભ્યાસ દ્વારને ચતુર્ગતિદુઃખદર્શન સાથે શું સંબંધ છે તે અત્ર સ્પષ્ટ થાય છે. (૧૫; ૧૦૬)
આખા દ્વારને ઉપસંહાર आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्षर्यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । पश्यन्नपीह न बिभेषि ततो न तस्य, विच्छित्तये च यतसे विपरीतकारी॥१६॥(वसंततिलका)
હે આત્મન્ ! તું તે જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યકાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તે પણ તેઓથી બીતે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org