________________
૧પ૦]
[ અષ્ટમ
અધ્યાત્મકલ્પદ્રુમ “અમે' કહીએ છીએ એમ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુવચનથી લખવાને હક્ક છે; એમાં માન જેવું કશું નથી. લેકનાં મન પર વિષય ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ધર્મવાળાઓની એકવાક્યતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલો નિર્ણય બતાવે છે. (૪; (૫)
શાસ્ત્ર ભણીને શું કરવું? किं मोदसे पण्डितनाममात्रात्, शास्त्रेष्वधीती जनरजकेषु । तत्किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवाब्धिपातः॥५॥ (उपजाति)
લકરંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામમાત્રથી કેમ રાજી થઈ જાય છે ? તું કાંઈ એ અભ્યાસ કરે અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસારસમુદ્રમાં પડવું પડે જ નહિ.” (૫)
વિવેચન—ઉક્ત હકીક્ત સ્પષ્ટ કરે છે કે શાસ્ત્રાભ્યાસથી રાજી થઈ જવાનું નથી, પણ કાંઈ કરવું–કાંઈ દાન, શીલ, તપ, ભાવ અથવા શુદ્ધ વર્તન, વિવેક, અનુકંપા, વર્તનમાં આવે એવું કાંઈ કરવું જોઈએ; એના સંગમાં આબરૂ-કીર્તિ આવે તે ભલે આવે, પણ તેને લેવા જઈશ નહિ. તારે તો આંખો મીંચીને ઊંચી પદવી પર જવા, ગુણસ્થાન આરોહણ કરવા, મેક્ષ સન્મુખ કરવા આગળ ચાલ્યા જવું. અભ્યાસને આ જ હેતુ છે, આ જ ફળ છે અને આ જ પરાકાષ્ઠા છે.
જ્ઞાન બે પ્રકારનું છે. એકમાં માત્ર મગજ કેળવાય છે. બીજામાં હૃદય કેળવાય છે. જે વાદવિવાદ કરવા માત્રમાં જ કુશળ હોય, જેઓ ભાષણ કરવા માત્રમાં જ કુશળ હોય, જેઓ લેખ લખવા માત્રમાં જ કુશળ હોય, તેઓએ કઈ પણ પ્રકારે આનંદ પામવાનું નથી. એવા જ્ઞાનથી અટકી ન જતાં હૃદયને કેળવવાની જરૂર ઘણી છે. શાસ્ત્રકાર કહે છે કે
જનમનરંજન ધર્મનું મૂલ્ય ન એક બદામ અમુક અપેક્ષાએ આ વચન સત્ય છે અને એ અપેક્ષા ધ્યાનમાં રાખીને જ આ અધિકારને ઉલ્લેખ થયે છે. - બીજું આત્મપરિણતિમ જ્ઞાન છે. તેમાં અમુક કાર્યથી આત્મિક ગુણ વિકસ્વર કરવામાં લાભહાનિ કેટલી છે, તે બહુ સારી રીતે સમજાય છે, પરંતુ અનર્થને ત્યાગ થઈ શકતું નથી. આ જ્ઞાન શુદ્ધ શ્રદ્ધાવાળા અવિરતિને હોય છે. એ જ્ઞાનમાં તથા પ્રકારની પ્રવૃત્તિ હોતી નથી. પણ તે જ્ઞાનવાન શુદ્ધ માર્ગની સન્મુખ છે અને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું તેને કારણ પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનવાળાએ પણ ખુશી થઈ જવા જેવું નથી. જ્યાં સુધી એવા પ્રકારને અભ્યાસ ન કરવામાં આવે, કે જેથી ભવચકની રખડપટ્ટી મટી જાય, ત્યાંસુધી જ્ઞાન જોઈએ તેટલું ઉપયોગી થતું નથી. (૫, ૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org