________________
૧૪૮ ] અધ્યાત્મકલ્પમ
[ અષ્ટમ તે નિષ્ફળ છે. દીવાની જાતિમાં ફસાયેલા, દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને શો લાભ કરનારી છે?” (૩)
વિવેચન-આંખ વગર જીવન અકારું છે, પણ તે જ આંખોને દુરુપયોગ થાય તે તેઓ જ આ જીવનને નાશ કરે છે. પતંગિયું આંખથી જ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ અને વર્તન વગર દુર્ગતિને નાશ થતો નથી, પણ જ્યારે તે જ અભ્યાસ પોતાના આદરસત્કાર માટે તેમ જ પહેલી ખુરશી મેળવવા માટે થયે હોય ત્યારે નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહે તો ભલે, પણ શાસ્ત્રકાર એને નુકસાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે બધું મળે છે, માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે, ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીની અભ્યાસના ફળ તરીકે એ ઈરછા ન હોવી જોઈએ; એ ઈચ્છા થઈ કે બધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ તેટલા માટે વિષયપ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધમાં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે અને વર્તન વગરના જ્ઞાનથી લાભ થતો નથી. તે જેમ અત્ર દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેમ અષ્ટકમાં તેવા જ્ઞાનને મહાઅપાયને કારણરૂપ કહ્યું છે ક આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર
અનુભવ કરીએ છીએ. જેઓ અવ્યવસ્થિતપણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે, તેઓને પિતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતું નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર અણુકપેલ પરિણામ આવે છે. Mental Education (માનસિક કેળવણી અને Moral Education (અંતઃકરણની કેળવણુને)ને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે ત્યારે સમજવું કે તેનું જ્ઞાન હજુ પ્રથમની નિર્દિષ્ટ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને યથાસ્થિત લાભ-અલાભને સદભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે “અજ્ઞાન” જ કહે છે.
આ અને હવે પછીના બે શ્લોક આડે રસ્તે ઊતરી ગયેલા, પંડિત હેવાનો ફાંકે રાખનારા અને શુષ્કવાદીઓ ઉપર સખત ફટકો મારે છે. દરેક અભ્યાસીએ આ બાબત પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. અને દષ્ટાંત પણ સમજાય તેમ જ લાગુ પડે તેવું છે. (૩; ૯૪)
પરલોકહિતબુદ્ધિ વગરના અભ્યાસ કરનારાઓને मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां,
काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । * જુએ શ્રી હરિભદ્રસૂરિજીના અષ્ટક નવમાને ત્રીજો લેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org