________________
૧૪૬] અધ્યાત્મકલ્પમ
[અષ્ટમ પણ શું? શાસ્ત્રકાર આવા જ્ઞાનને વિષયપ્રતિભાસ જ્ઞાન કહે છે. મતિઅજ્ઞાનના ક્ષપશમથી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ એ મતિજ્ઞાન વિષય હોઈ અજ્ઞાન જ છે. એથી કેટલીક વસ્તુઓનું ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન થાય છે; પરંતુ બાળકને જેમ વિષ, કંટક કે રત્નમાં હેય-ઉપાદેયપણનું જ્ઞાન નથી, તેમ આવા ઉપર ઉપરના જ્ઞાનવાળાને વસ્તુતઃ હેય-ઉપાદેયપણાનો બેઘ નથી. વ્યવહારથી મહાતત્વજ્ઞાની કે ફિલાઑફર પણ કહેવાય, પરંતુ જ્યાં સુધી તેની પ્રવૃત્તિ નિરપેક્ષ છે, ત્યાં સુધી તેનું જ્ઞાન લાભ આપનાર થતું નથી. હૃદય જ્યારે ખેતરની ફળદ્રુપ ભૂમિ જેવું થાય અને તેના પર સિદ્ધાન્તજળ પડે, ત્યારે પછી તેમાં સર્વ જીવ પ્રત્યે મરીભાવરૂપ આદ્રતા પ્રાપ્ત થાય છે. અને તેમ થાય ત્યારે જ ભાવનારૂપ અંકુરાઓ પણ ત્યાં ઊગે છે. એવી રીતે વર્તન પર અસર કરનાર તવસંવેદનજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે શાસ્ત્રાભ્યાસ બહુ ઉપયોગી થઈ પડે છે. મતિઅજ્ઞાનના ક્ષપશમથી જરા જરા વસ્તસ્વરૂપ જાણવાનું બની શકે તે તદ્દન ઉપર ઉપરનું થાય છે, પરંતુ જયારે વસ્તુતઃ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વર્તન પર પણ તેની અસર થાય છે. લેકેનું જ્ઞાન બહુધા ઉપગિતા કરતાં આડંબર માટે અને સ્વાત્મગુણવૃદ્ધિના વિકાસ કરતાં સ્વકીર્તિરૂપ ક્ષુલ્લક અહિક વૃત્તિથી ઉત્પન્ન થયેલું હોય છે, જે કોઈ પણ રીતે જ્ઞાનના નામને યોગ્ય નથી. આટલા માટે આ અધિકારના આઠમાં શ્લેકમાં કહે છે કે “આગમ કાંઈ અભ્યાસમાત્રથી ફળ આપનાર થતાં નથી.” વિષયપ્રતિભાસ જ્ઞાન જીવને ઘણી વાર થાય છે, પણ સાધ્ય તો તત્ત્વસંવેદન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. (૧ ૯૨)
શાસ્ત્ર ભણેલા પ્રમાદીને ઉપદેશ यस्यागमाम्भोदरसैन धौतः, प्रमादपङ्कः स कथं शिवेच्छुः ? । रसायनर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ २॥ ( उपजाति)
જે પ્રાણીનો પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળપ્રવાહથી પણ વાત નથી તે કેવી રીતે મુમુક્ષુ (મક્ષ મેળવવાની ઈચ્છાવાળા) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણીને વ્યાધિ નાશ પામે નહિ, તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું.” (૨)
વિવેચન-જ્યારે શાસ્ત્રશ્રવણથી પણ પ્રમાદનો નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનંત કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવાનું જ છે, એમ સમજવું. પ્રમાદ આઠ પ્રકારના છેઃ ૧. સંશય, ૨. વિપર્યય (ઊલટે બધ), ૩. રાગ, ૪. શ્રેષ, ૫. મતિષશ, ૬. મન-વચન-કાયાના યોગેનું દુપ્રણિધાન, ૭. ધમ પર અનાદર, ૮. અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છેઃ મધ, વિષય, કષાય, વિકથા ને નિદ્રા. આનું વિશેષ સ્વરૂપ છઠ્ઠા અધિકારમાં બતાવાઈ ગયું છે. અત્રે આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજવો. શાસ્ત્રાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યા જ રહે, તે પછી થઈ રહ્યું ! વૈિદકશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org