________________
૧૪૪ ]
અધ્યાત્મકપદ્ગમ
[સક્ષમ
માટુ' યુદ્ધ કરાવ્યું. એણે ધવળ શેઠને સાતમી નારકીએ માા અને એણે નેપાલિયનને સેટ હેલીનામાં કેદ કરાવ્યા. એણે ઘણાને ભમાવ્યા, રખડાવ્યા અને ભેાંયભેગા કર્યાં.
આટલા માટે અઢારમી ગાથામાં કહ્યુ` છે કે ‘મૂઢ દિ સંતરો: વાયાઃ—સ’સારરૂપ વૃક્ષનું મૂળ જ કષાય છે. કષાયત્યાગ એટલે સ'સારત્યાગ. એ કષાયાના અનુયાયી અને સહચારી તરીકે વિષય અને બીજા પ્રમાદ આવે છે અને તેના સમધમાં અન્યત્ર વિવેચન થઈ ગયું છે. વળી, સામાન્ય રીતે કષાયત્યાગ કરવા માટે પ-૬-૧૫-૧૬-૨૧ એ શ્લાકો છે અને વિષયપ્રમાદ ત્યાગ માટે ૧૯-૨૦ એ બે શ્લોકા છે. આ વિષય બહુ જ અગત્યના છે. મનુષ્યજીવનના માટો ભાગ આ મનાવિકાર પર ફતેહ પામવાથી જ સફળ કરી શકાય છે; તેને જીતવા એ મનુષ્યજીવનની કસાટી છે. આ વિષયની અગત્ય જોઈને અનતાં સુધી દરેક શ્લાક પર સારી રીતે વિવેચન કરવાના પ્રયાસ થયા છે. કષાયના વિષય એટલો બધો વિસ્તૃત છે કે તે પર ઘણું વિવેચન થઈ શકે, પરંતુ ગ્રંથગૌરવ વધી જાય તેથી અત્ર મુદ્દાની હકીકત પર ખાસ ધ્યાન ખેચ્યું છે. આ ચારે કષાયા પર અન્યત્ર ઘણા વિસ્તારથી આ લેખકે ઉલ્લેખ કર્યો છે, તે વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાને ઉપયાગી થઇ પડે તેવા સ`ભવ રહે છે. શ્રી જૈન ધમ પ્રકાશ” માં સૌજન્ય ’ ના વિષય નીચે એ લેખા છપાયા છે. અત્ર મુખ્યત્વે કહેવાનુ' એ જ છે કે તારે ગમે તેવે પ્રયાસ કરીને કાયા પર જય મેળવવા. એ પ્રમાણે કરવાથી આ જીવનની સાર્થકતા છે, એમ કરીશ તા જ આ ભવયાત્રા સફળ થશે અને નહિ તે। અનંત કાળચક્રમાં ફરતા આવ્યા છે, તે પ્રમાણે આ ભવ પશુ એક ફેરા સમાન થશે.
"
इति सविवरणः कषायनिग्रहनामा सप्तमोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org