________________
અધિકાર ] કષાયત્યાગ
[ ૧૪૩ સામાન્ય માણસ કરતાં દુનિયાની નજરમાં હોંશિયાર-કરમી કહેવાતી વ્યક્તિમાં વધારે હોય છે. ગાંડી માના ડાહ્યા દીકરાઓને એ ખાસ ગુણ મનાણે છે; “વણિક તેહનું નામ જેહ જૂઠું નવ બેલે ઈત્યાદિ શામળભટ્ટે કહ્યું તેમાં નવાઈ લાગે છે. હાલ તે વાણિયાવેડા-વીસાપણું-એ માયાવીપણાના પર્યાય શબ્દ થઈ પડયા છે. એ માયા કરવાથી મન બહુ વ્યાકુળ રહે છે. શાસ્ત્રકાર કહે છે કે “માણાકિ તિ ઘર -માયાવી માણસો પારકાના નેકર થાય છે” એ તદ્દન અનુભવસિદ્ધ છે. એક બાબતમાં માયા-કપટ કર્યું તેને નભાવવું એ બહુ મુશ્કેલ છે; પછી અનેક યુક્તિઓ લગાવવી પડે છે, અસત્યની પરંપરા ચાલે છે અને છતાં પણ મનમાં પકડાઈ જવાની ધાસ્તી રહે છે, વાણિયાવેડા કરવાની માયા તેમ જ રાજખટપટની માયા એ તો દેખીતી રીતે ત્યાજ્ય છે. એ માયા કરનારમાં બગવૃત્તિ, ખોટે દેખાવ બહુ હોય છે, એટલું જ નહિ પણ, શ્રી મલિલનાથના દષ્ટાંતથી જણાય છે કે પ્રશસ્ત માયા પણ કરવી નહીં. ખસૂસ કરીને કેમ, નાત કે સંઘના આગેવાને, દેરાસરના ટ્રસ્ટીઓ વગેરે નેતા પુરુષએ તો એવા સરળ થવું જોઈએ કે બીજાઓ તેનું અનુકરણ કરે. વાચક! નાત કે સંઘની મીટિંગમાં જવાને તને કઈ વાર પ્રસંગ આવ્યો છે ત્યાં શું થાય છે? એ કોમની અને આખા દેશની સ્થિતિ બતાવે છે, એ પાયમાલીનું ચિહ્ન છે; એ બતાવે છે કે આર્યાવર્તમાં જ્યાં સુધી સરળતા નથી, સ્વાર્પણ નથી, પક્ષબુદ્ધિનો ત્યાગ નથી, સ્વાત્મભોગ નથી ત્યાં સુધી જાપાનના પાડોશી હોવાની મગરૂબી કરવાને તેને જરા પણ હક્ક નથી. ભલા ભાઈ! તારાં સાંસારિક કાર્યોમાં તો માયા, પણ તારાં ધાર્મિક કાર્યોમાં પણ માયા! તું જેન છે કે હિંદુ છે કે કોઈ પણ હા, તું સાધુ હો કે સંન્યાસી હો કે પાદરી હો, પણ તારું જીવન જો ! તું દેખાવ કેટલો કરે છે? કરંજન કરવા માટે, વાહવાહ બેલાવવા માટે કેટલું કરે છે? તે જે! વિચાર ! બહુ નકામું ચાલ્યું જાય છે, તું સમજ્યો નથી, સમજવા યત્ન કરતો નથી, તેથી બધી ભૂલ થાય છે.
- લોભ-એને શાસ્ત્રકાર “આકાશ” સાથે સરખાવે છે. * આકાશનો છેડે આવતો નથી તેમ લેબને છેડે આવતું નથી. બારમી ગાથામાં તેનું વિવેચન થઈ ગયું છે શાસ્ત્રકાર કહે છે કે “સાવિનરાજં મજૂ-લોભથી સર્વ ગુણેને નાશ થાય છે. અલંકારમાં આટલા માટે જ પૈસાને અગિયારમાં પ્રાણ કહેવામાં આવે છે. એ દશ પ્રાણને મુકાવે છે, પિતાના ગુણોનાં વખાણ કરાવે છે, નાચ કરાવે છે. આખી દુનિયાને મારી પર નચાવનાર આશા-તૃષ્ણ અનેકરૂપે કામ કરે છે. રાજયના, ધનના કે પુત્રના લોભથી અનેક અકાર્યો થાય છે. એણે અબજો રૂપિયાના ધણી મમ્મણ શેઠને અંધારી રાત્રિએ નદીના પૂરમાં તણાતાં લાકડાં ખેંચવા સૂચવ્યું, અને એણે કણિકને પિતાની માના બાપ ચેડા મહારાજા સાથે
* શ્રી હેમચંદ્ર મહારાજ એને “સમુદ્ર સાથે સરખાવે છે. એ દેખાય છે મર્યાદાવાળા, પણ જ્યારે ઉછાળો મારે છે ત્યારે હદપાર વધી જાય છે, એનું તળિયું દેખાતું નથી, વગેરે રૂપક ઘટાડવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org