________________
[ ૧૪૧
અધિકાર ].
કષીત્યોગ ક્રોધ–ક્રોધ ઉપર પહેલો અને ચોથે એ બે શ્લેકે છે. એને શાસ્ત્રકાર ભુજંગનું રૂપ આપે છે, તે પર વિવેચન થઈ ગયું છે. ગૌતમકુલકમાં કહે છે કે કોfમમા તુ તિ-ક્રોધીને સુખ મળતું નથી.” ભવભાવનામાં સૂર નામના બ્રાહ્મણની કથા છે, તેને ક્રોધ કરવાથી અનત ભવ રખડવું પડયું હતું કોઇ એ શ્રેષ છે અને વિવેકને ભુલાવી નાખે છે. શાસ્ત્રકાર કહે છે કે જો રિ નથિ-ક્રોધ જેવું કોઈ દુશમન નથી. મહાત્માઓ ભાવિતાત્મા અનગારો અને સાધુઓ પણ ક્રોધથી રખડી પડ્યા છે. ક્રોધ શું શું કરે છે, તેને સંબંધમાં એક વિદ્વાન લખે છે કે
सतापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादयत्युद्वेग जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीतिं कृन्तति दुर्मति वितरति व्याहन्ति पुण्योदयं,
दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥ ક્રોધ સંતાપ કરે છે, વિનયધર્મને નાશ કરે છે, મિત્રતાને છેડે આણે છે, ઉદ્વેગ કરાવે છે, અવદ્ય (પાપકારક) વચન બોલાવે છે; ફલેશ કરાવે છે, કીર્તિને નાશ કરે છે, દુર્મતિ ઉત્પન્ન કરે છે, પુણ્યદયને હણે છે અને કુગતિ આપે છે.”
આવા આવા અનેક દેશે ક્રોધથી ઉત્પન્ન થાય છે, સુજ્ઞ તે અનુભવથી સમજી શકે છે. ક્રોધ કરવાથી નુકસાન પ્રત્યક્ષ છે. સિંદુરપ્રકર, ઉપાધ્યાયજીની સઝાય વગેરે અનેક ગ્રંથોમાં તે સંબંધી ઘણું વિવેચન છે. ક્રોધનો ત્યાગ એટલે ક્ષમા. ક્ષમા એ જૈન શાસ્ત્રને સાર એમાં અહિંસા, અભયદાન, અનુકંપા આદિ અનેકને સમાવેશ થઈ જાય છે. અંદકાચાર્ય ક્રોધથી રખડવા અને તેના ત્યાગથી ગજસુકમાળ, મેતાર્ય વગેરે ઘણા જીવો સુખી થયા.
માન--આને માટે ૨-૩-૭-૮-૧૭ નંબરના ગ્લૅકે છે. આ મીઠે કષાય છે, સર્વને કરે ગમે છે. ઘણી વાર પિતે નિર્ગુણ છે એમ બતાવતાં પણ અંતરંગમાં અહંકાર હોય છે. કેટલાક મગરૂબ હોય છે તે છતી વસ્તુ માટે હોય છે, એને Pride (મદ) કહે છે, કેટલાક મગરૂબ હોય છે, તે અછતી વસ્તુ માટે ડોળઘાલુ હોય છે, એને Vanity hypocrisy કહે છે. મગરૂબી કે ફાકે રાખો તેના કરતાં પણ દંભ રાખવે એ વધારે ખરાબ છે. હાલના સમયમાં માણસ દંભી વધારે હોય છે. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ જમાનામાં કેટલાક દુર્ગુણોને સદગુણમાં ગણવામાં આવે છે. કેટલાક માણસો self-respect સ્વવ્યક્તિ-સ્થાપન” અથવા “જાતીય-માન'ના નામથી અહંકાર કરે છે. આવી બાબતથી
* ધ અને તાવ (તાપ-ફીવર) બરાબર સરખા છે. કેધથી આંખ લાલ થાય છે, તાવથી પણ તેમ જ થાય છે. ક્રોધથી મુખ લાલ થાય છે, તાવથી પણ તેમ જ થાય છે. તાવથી મુખમાં પાનીની તૃષા લાગ્યા કરે છે, ક્રોધથી પણ તેમ જ થાય છે. તાવથી નાડી તથા હૃદય બહુ વેગમાં ચાલે છે, ક્રોધ વખતે પણ તેમ જ થાય છે. તાવથી ભૂખ લાગતી નથી, કાધ વખતે પણ અને રુચતું નથી વગેરે વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org