________________
૧૪૦ ] અધ્યાત્મકલ્પમ
[ સપ્તમે કે જેથી કોઈ પણ પ્રાણીને ત્યાં જવું પડે નહિ? તારી ફરજ બજાવી તે જનસમૂહ કે પ્રાણીસમૂહનું સુખ વધાર્યું? આમાંનું ડું કે ઘણું કાંઈ કરી શકયો નથી અને તેને અહંકાર થાય છે અથવા પારકી માણસ પાસેથી સ્તુતિ સાંભળવાની ઈચ્છા થાય છે તે તદ્દન અસ્થાને, અમેગ્ય, અણઘટતી વાત છે, તારે તેના ઉપર કશે હક નથી. ચેત, જરા વિચાર. આવા ગુણુવાળા માણસે તો તેને ફાંકા રાખતા જ નથી, પણ તારે તે ફાકે રાખવાનો હક પણ નથી. જે ચેતીશ નહિ તો અનંત કાળચકના પ્રવાહમાં તણાઈ જઈશ અને તારે પ લાગશે નહિ. અનુકૂળ સમય, સ્થાન અને સંજોગોને શીધ્ર લાભ લઈ લે.
ઉપરની ગાથામાં સેળ ભય કહ્યા છે તેનાં નામ—રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચેર, શત્રુ, મત્ત હસ્તી, સિંહ, યુદ્ધ એ નવ અને ઈલેકભય (મનુષ્યને મનુષ્યથી ભય તેવી જ રીતે સ્વજાતીય ભય), પરલોકભય (મનુષ્યને તિર્યંચ અથવા દેવતા કે અસુરથી ભય), આદાનભય (ધન ચોરાઈ જવાને ભય), અકસ્માતભય (ઘરમાં બેઠા બેઠા કેઈ પણ કારણ વગર ભય લાગે તે), આજીવિકાભય (કેવી રીતે પેટ ભરાશે તેની નિધનને ચિંતા થાય છે તે ભય), મરણુભય, અશ્લેકભય (લકમાં અપકીર્તિ થવાની બીક.) (૨૧૯૧)
આવી રીતે આપણા સંસારના દરેક કાર્યમાં અગત્યને ભાગ ભજવનાર બહુ જ અગત્યને વિષય સંપૂર્ણ થયે. એ વિષયની અગત્યતા એટલા માટે છે કે જ્યારે લોકે બાહ્યાચાર અને દેખાવ ઉપર બહુ ધ્યાન આપે છે. ઘણીવાર તેથી ભૂલ પણ ખાય છે, ત્યારે શાસ્ત્રકાર તેથી તદ્દન ઊલટી દષ્ટિએ જુએ છે. દુનિયાના દેખાવમાં “ભગત”ના નામથી ઓળખાનારા કેટલીક વાર તીવ્ર વિષયી હોય છે, જ્યારે તદ્દન ભદ્રિક જી શાસ્ત્રકારની દૃષ્ટિમાં મહાભાગ્યશાળી ગણાય છે. આ વાતનું કેટલીક વાર સ્પષ્ટ ભાન થાય છે, પણ જરૂરને વખતે બધું ભૂલી જવાય છે. અધ્યવસાય અને આંતર વૃત્તિ ઉપર કેટલો આધાર છે અને તેથી કર્મબંધમાં કેટલે ફેર પડે છે તે માટે એક જ દાખલે બસ છે. છોકરે. નિશાળે ન જતો હોય અથવા કુચાલે ચાલતો હોય ત્યારે તેના પર શિખામણ આપવા લાલ આંખ કરવામાં આવે છે, તેમ જ ગાળ દેનાર ઉપર પણ લાલ આંખ થાય છે, પણ તે બંને લાલાશમાં બહુ ફેર છે. આ ફેર સમજવામાં ખૂબી છે, પણ આવા સામાન્ય પ્રસંગે બાદ કરતાં કેઈ પણ મનુષ્ય-પ્રકૃતિને માટે બાહ્ય દેખાવ પરથી દેરવાઈ જઈ ઘણી વાર છેતરાવાના પ્રસંગે આવે છે.
સંસારનાં સર્વ કાર્યોમાં કષાય એક કે બીજી રીતે જોડાયેલું રહે છે. રાગ અને દ્વેષ વગર સંસારનાં કાર્યો બનતાં નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. કષાયને ઓળખવાની બહુ જ અગત્ય છે. તેથી તેના દરેક શ્લોક પર વિવેચન કરવા ઉપરાંત, અત્રે પણ દરેક માટે કંઈક નવીન રૂપમાં વિવેચન કરવાની તક લેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org