________________
૧૩૮] અધ્યાત્મકલ્પદ્રુમ
[ સક્ષમ યુગ–“પૂર્વ સમુદ્રમાં શમી(ખીલી) નાખીએ અને પશ્ચિમે યુગ (સરું) નાખીએ અને બંને સમુદ્રમાં દુર્ધર તરંગ આવ્યા કરતા હોય. કદાચ આ યુગમાં શમીને પ્રવેશ થાય, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શક્તો નથી.” બળદની ડેક પર નાખેલું ધંસરું તે યુગ કહેવાય છે. તેમાં જોતર બાંધવા માટે નાખેલી ખીલી તે શમી કહેવાય છે. અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર મૂક્યા પછી છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અધરાજ પ્રમાણ આવે છે. તેને પશ્ચિમ છેડે યુગ હોય અને બીજી બાજુના પૂર્વ છેડે શમી હોય, એ બન્નેનો યોગ કેમ થાય? સમુદ્રમાં મહાજળ તરંગ થતા હોય છે એ હકીકત લક્ષમાં રાખવાની છે. (૯)
પરમાણુ–“દેવતાએ કીડા કરતાં કરતાં એક પાષાણના સ્તંભના વજી વડે ચૂરેચૂરા કરી નાખ્યા અને પછી મેરુપર્વત પર ઊભા રહી એક નળીમાં સર્વ પરમાણુ એકઠા કરી ફૂંક મારી, ચારે દિશામાં તે સર્વ પરમાણુ ઊડાવી દીધા. તે જ પરમાણુઓને બનાવેલ સ્તંભ ફરી વાર કદી તે તૈયાર કરે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે, તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી” લાખ જન ઊંચા મેરુ ઉપરથી પવનના સપાટા સાથે ઉડાડેલા પરમાણુઓની પાછળ દેવતાની જબરજસ્ત ફૂંક, એ સર્વને સાથે લેતાં અને પરમાણુની અણુતાને વિચાર કરતાં ઉપરની હકીકત લગભગ તરંગ જેવી જ લાગે છે. (૧૦)
દશે દષ્ટાંતનું એ જ પ્રમાણે સમજવું. દરેક દષ્ટાંતમાં બહુ ખૂબી છે. દરેક દષ્ટાંત મનન કરીને સમજવા જેવું છે. મનુષ્યભવની દુર્લભતા બહુ વિચારવા લાગ્યા છે. દષ્ટાંતની સત્યતા કરતાં હંમેશાં તેમાંથી ફલિત થતે ભાવ બહુ વિચારવા જેવો છે. દેવકૃત મંત્ર, ચમત્કાર કે બીજી વાત છૂળ વાદના આ જમાનામાં ગળે ન ઊતરે તે તેની સામે વિચાર કરવાની અગત્ય નથી, પરંતુ દરેક દષ્ટાંતમાં એક અદભુત ભાવ છે અને તે એ છે કે આ મનુષ્યભવ મહાકટે મળે છે તે ફરી મળ મહામુશ્કેલ છે. એના પરિણામ તરીકે મનુષ્યભવની સફળતા કરવા ખાસ ઉપદેશ છે. ધર્મ સામગ્રી મુખ્યત્વે મનુષ્યભવમાં જ મળી શકે છે, તેથી આ સર્વ દુષ્ટતાનું મુદ્દામપણું પ્રાપ્ત થાય છે.
આટલા ઉપરથી ધર્મની દુરાપતા સમજી, કષાય ન કરવા અને તેટલા સારુ તેના સહચારી પાંચ ઇંદ્રિયેના ત્રેવીશ વિષયને ખાસ કરીને ત્યજવા. (૧૯, ૯)
કષાયના સહચારી પ્રમાદને ત્યાગ चौ रैस्तथा कर्मकरेंगृहीते, दुष्टः स्वमात्रेऽप्युपतप्यसे त्वम् ।
અમાસ્તનુમિત્ર પુષ્પ નં વેર ફુટયમાન ? | ૨૦ | (૩પજાતિ) ચાર અથવા કામકાજ કરનારા (નોકર-ચાકર) તારું જરા પણ ધન ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org