________________
अष्टमः शास्त्रगुणाधिकारः ॥
અત્યાર સુધી અગાઉના સાત અધિકારોમાં મમત્વમોચન અને કષાયત્યાગ તથા પ્રમાદિત્યાગને ઉપદેશ કર્યો. આ સર્વ ઉપદેશની અસર મન પર શાસ્ત્રાભ્યાસ હોય તે કાયમ રહે છે, નહિ તે ચાલી જાય છે. જ્ઞાન-સમજણ વગર કઈ પણ વસ્તુને ત્યાગ થતું નથી; થાય તે બન્યો રહેતું નથી અને છેડે વખત રહે, તે પણ પાછી અસલ સ્થિતિ થઈ જવાને ચાલુ ભય રહ્યા કરે છે. શાસ્ત્રાભ્યાસ કેવા પ્રકારને જોઈએ, તેથી કેવા કેવા પ્રકારના લાભ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે સૂરિમહારાજ હવે પ્રવૃત્તિ કરે છે.
ઉપરચોટિ શાસ્ત્રાભ્યાસ શિકાતરામે દહિ તે વન્તિ, વિશક્તિ સિદ્ધાતરસ ન વાન્તઃ | यदत्र नो जीवदयार्द्रता ते *, न भावनाक्रूरततिश्च लभ्या ॥१॥ ( उपेन्द्रवज्रा)
“શિલાની સપાટી જેવા (કઠણ) તારા હૃદય પર થઈને સિદ્ધાન્ત જળ ચાલ્યું જાય છે, પણ તેની અંદર પ્રવેશ કરતું નથી, કારણ કે તેમાં (તારા હૃદયમાં) જીવદયારૂપ ભીનાશ નથી અને ભાવનારૂપ અંકુરાઓની શ્રેણિ પણ નથી.” (૧)
વિવેચન–સાધુનાં વ્યાખ્યાન, ગ્રંથનો અભ્યાસ, શાસ્ત્રનું શ્રવણ વગેરે પ્રસંગે હૃદયતટ પર જ્ઞાનલહરીને સુગંધી પવન જરા વખત વાય છે અને ઘણાખરા મનુષ્યને તે, તે જરા આનંદ આપી ચાલ્યો જાય છે. જેમાં પાણીનો પ્રવાહ શિલા ઉપર થઈને ચાલ્યો જાય છે અને અર્ધા કલાક પછી જુઓ તે પાછી શિલા જેવી ને તેવી હાલતમાં પડેલી હોય છે, તેમાં ભીનાશ પણ રહેતી નથી અને તેના પર અંકુરા પણ ઊગતા નથી, તેના પર દિવસેના દિવસે સુધી પાણી ચાલ્યું તે તદ્દન નકામું થઈ જાય છે, કારણ કે જળ પિતાની અસર કાંઈ પણ સ્થાપન કરી ગયું નહિ. બીજી દષ્ટિથી જોઈએ તે, શિલામાં કેઈએ સ્વભાવ રહેલું છે કે પાણી પ્રાપ્ત થયું, તેને લાભ લેવાની તેનામાં શક્તિ નથી. ત્યારે શિલા જેવા હૃદયથી લાભ નથી. જે જ્ઞાન ઉપર ઉપરથી ચાલ્યું જાય તેનાથી વિશેષ લાભ
* ત્તે તિ વા પાટા ચિત્તે ! અ, ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org