________________
૧૪૨ ]
અધ્યાત્મકપમ
સપ્તમ
ખાસ ચેતતા રહેવાની જરૂર છે. એમાં ખૂખી શુ છે તે વિચારવાની જરૂર છે. પેાતાની જાતને ફેકી દેવી, દરેક અપમાનને પાત્ર બનાવવી, એમ કહેવાની મતલબ નથી; પશુ એ દેખાવના રૂપમાં અહંભાવ પેસી જાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહંકાર કે દંભ અનેક પ્રકારના છે. શાસ્ત્રકાર મદ આઠ પ્રકારના કહે છે, તે ઉપર જણાવ્યા છે અને તે મદ કરવાથી હેરાન થયેલાનાં દૃષ્ટાંતા પણ સાથે ખતાવ્યાં છે.× આ જમાનામાં આ બાબતથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે. ભવભાવનામાં એક ઉજ્જિતકુમારની કથા છે, તે આ ખાખતમાં ધ્યાનમાં રાખવા જેવી છે. માનથી વિનયને! નાશ થાય છે, અક્ડ રહેવાનુ` મન થાય છે અને લેાકેા તેથી અભિમાની માણસા સાથે સખ'ધ આછે કરી નાખે છે. ભલા માણુસ ! આખી દુનિયામાં હિંદુસ્તાન કયાં ? તેમાં ગુજરાત કયાં ? અને તેમાં તારું ગામ કાં ? અત્યારની ગણતરી પ્રમાણે જણાયેલી દુનિયામાં લગભગ એક અખજ ને સાઠ કરોડ માણસા છે, તેમાંનું એક પણ માણસ સે વરસ પછી અહીં રહેશે નહિ, ત્યારે તું તે શું જોઈને મદ્ય કરે છે? વળી, છેલ્રી ગાથામાં કહ્યું તેમ, તારામાં એવા કયા અસાધારણ ગુણ છે કે તુ' માન કરે છે ? જરા વિચાર, જરા ઊંડા ઉતર, શાસ્ત્રકાર માનને ‘હાથી' કહે છે.+ તેના ઉપર બેસનાર ડાલે છે. અને ઉપાધ્યાયજી કહે છે કે માનત્યાગના રસ્તા એ જ છે કે પૂર્વે માટા મોટા પુરુષા થઇ ગયા હોય તેમનાં દૃષ્ટાંત વાંચી-વિચારી તેઓની પાસે પેાતાની લઘુતા વિચારવી. વિદ્વાના કહી ગયા છે કેઃ—
बलिभ्यो बलिनः सन्ति, वादिभ्यः सन्ति वादिनः । धनिभ्यो धनिनः सन्ति, तस्मादर्पं त्यजेद् धः ॥
હું ખળવાનથી પણ મળવાન, વાદીથી પણ વાદી અને ધનવાનથી પણ વધારે ધનવાન પ્રાણીઓ દુનિયા પર છે, માટે ડાહ્યા હોય તેમણે અહકાર કરવા નહિ.”
શેરને માથે સવાશેર ઘણા પડયા છે. સુજ્ઞને આટલી શિખામણુ ખસ છે. વળી, ઉદયરત્ન મહારાજ કહે છે કે, માનથી વિનયના નાશ થાય, વિનય વગર સમકિત-પ્રાપ્તિ ન થાય, સમતિ વગર ચારિત્ર ન થાય, અને ચારિત્ર વગર સ'સાર-અ'ધનથી માક્ષ ન થાય, તેથી પર’પરાએ માનથી માક્ષ થતા નથી. આ બધુ વિચારવાનને હસ્તામલક જેવુ છે, સુજ્ઞને ચેતવણી આપીને સ્વાત્મહિત સાધવા આ સત્ર પ્રેરણા કરે છે.
માયા...એને શાસ્ત્રકાર નાગણી કહે છે, એને માટે અગિયારમા શ્લોકમાં વિવેચન કર્યુ· છે. આ કષાય બહુ મીઠા છે. આ કરવાથી જીવ મહા-તીવ્ર પાપના સ'ચય કરે છે. એ દોષ આ આઠ પ્રકાર પણ ઉપલક્ષણરૂપ સમજવા.
× જુએ આ અધિકારના સત્તરમા શ્ર્લેક પરની નોંધ.
+ શ્રી હેમચંદ્રાચાર્ય. માનને વૃક્ષ કહે છે, એ વડલાના વ્રુક્ષ જેવુ છે. એને કાપ્યુ. હાય તાપણુ ઊગે છે. એને નાશ કરવાના ઉપાય તરીકે નદીનું પૂર આણવાની જરૂર છે. અને જયારે એ વૃક્ષના મૂળમાંથી ઉચ્છેદ થાય ત્યારે જ એને ફરી વધવાના સંભવ દૂર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org