________________
૧૩૪ ] અધ્યાત્મકલ્પમ
[ સપ્તમ છત વ્યર્થ જાય અને નવે નામે પહેલી હાંસથી શરૂ કરવું પડે. આ વાત પુત્રે કબૂલ કરી અને વ્રત રમવા માંડયું. આ પ્રમાણે રમતાં રમતાં કેટલીક વાર જીતે અને વળી હારી જાય. પણ સંપૂર્ણ તો કઈ કાળે થાય જ નહિ. આથી દ્વિતીય શ્લોકમાં કહે છે કે “એક સે આઠ થાંભલા પૈકી પ્રત્યેક સ્તંભને એક સો આઠ હસે છે અને પ્રત્યેક હાંસને પુત્ર પિતા સાથે ધ્રુત રમતાં જીતે ત્યારે તેને સામ્રાજ્ય મળે તે દુર્ઘટ તે છે જ; પણ કદાપિ તેમ બની આવે, પણ જે કમનસીબ પ્રાણ મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૨)
ધાન્ય–એક રાજાએ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતાં સર્વ પ્રકારનાં ધાન્ય કૌતુક માટે એકઠાં કર્યા અને તેમાં એક પાલી સરસવના દાણું નાખ્યા. પછી એક વૃદ્ધ ડેસીને બોલાવી, ધાન્યના ઢગલામાંથી સરસવના સર્વ દાણું છૂટા પાડી આપવા આજ્ઞા કરી. બિચારી ડોસી આ કેવી રીતે કરી શકે? તેથી ત્રીજા ક્રમાં કહ્યું છે કે “આખા ભરતક્ષેત્રના સર્વ ધાન્યના સમૂહમાં એક પાલી સરસવ નાખેલા હોય અને તે જ દાણાઓને જુદા કરી આપવાનું એક વૃદ્ધ ડેસીને કહ્યું હોય હવે કદાચ તે ડોસી સર્વ દાણાઓને અને સરસવને જુદા પાડી આપે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતા નથી.” (૩)
પાસા–ચાણકય નામને બ્રાહ્મણપુત્ર નંદ રાજાની સભામાં આવ્યો અને સિંહાસન ઉપર બેસી ગયા. રાજા તે વખતે રાજસભામાં હતું નહિ, પણ દાસીએ ચાણક્યને તિરસ્કાર કરી દૂર કર્યો. ચાણકયે ત્યાં ઘેર પ્રતિજ્ઞા કરી કે જો હું ખરો ચાણક્ય હેલું તે નંદ રાજાને સમૂળ ઉમૂળ કરી નાખ્યું. રાજ્ય ગ્ય કુંવરને શોધતાં તે એક મયૂરપિષકની દીકરી પાસે ગયો. તેને ચંદ્રપાન કરવાને દેહદ થયા હતા. ચાણક્ય જન્મતાં જ પુત્રને સોંપી દેવાની શરત કરી, યુક્તિથી દેહદ પૂર્ણ કર્યો. તે એવી રીતે કે એક છિદ્ર યુક્ત તૃણનું ઘર કરાવ્યું અને એક પુરુષ છિદ્ર ઢાંકવા સારુ ઉપર બેઠે. એક વિશાળ થાળમાં પરમાન્ન (ખીર) ભરી છિદ્ર નીચે તે થાળ મૂક્યો અને પુત્રીને ચંદ્રનું પાન કરવા કહ્યું. સ્ત્રી પાન કરતી જાય છે અને છાપરા ઉપર બેઠેલો પુરુષ છિદ્ર ઢાંકતા જાય છે. આવી રીતે તેને દેહદ પૂરે કર્યો. સંપૂર્ણ કાળે પુત્ર થયો, તેનું નામ ચંદ્રગુપ્ત પાડ્યું. ચંદ્રગુપ્ત બાળવયથી જ રાજા થવાનાં લક્ષણ બતાવવા લાગ્યા. નાના બાળકની સભાઓ કરી તેમાં પોતે રાજા થાય, ન્યાય ચૂકવે, ગામગરાસ ભેટ આપે, સજાઓ કરે અને યુદ્ધ પણ કરે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત અનેક સિદ્ધિઓ સાધી પાટલીપુરને ઘેરે નાખીને પડ્યા. નંદ રાજા લડવા આવ્યો અને ચાણક્યના સૈન્યમાં ભંગાણ પડ્યું. ચાણકય ભાગ્ય અને તેને મારવા રાજાએ મારા મોકલ્યા. ચંદ્રગુપ્તને કૂવામાં સંતાડી પિતે બાવાને વેશ ધારણ કરી કાંઠે બેઠે અને મારાઓને કહ્યું કે ચંદ્રગુપ્ત અંદર સંતાઈ ગયું છે. મારા હથિયાર મૂકી અંદર ઊતરવા ગયા કે લઘુલાઘવી કળાથી તેઓનાં શસ્ત્રથી જ તેઓને મારી નાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org